GU/Prabhupada 0134 - તમે મારશો નહીં, અને તમે મારી રહ્યા છો



Morning Walk -- October 4, 1975, Mauritius

પ્રભુપાદ: ખ્રિસ્તી પાદરીઓ, તેમણે મને પૂછ્યું "કેમ ખ્રિસ્તી ધર્મ ઘટી રહ્યો છે? અમે શું કર્યું છે?" તો મેં તેમને કહ્યું, "તમે શું નથી કર્યું?" (હાસ્ય)

ચ્યવન: હા.

પ્રભુપાદ: "તમે ખ્રીસ્તના ઉપદેશોનું પ્રારંભથી જ ઉલ્લંઘન કર્યું છે, "તમે મારશો નહીં," અને તમે મારો જ છો, માત્ર મારો જ છો. તો તમે શું નથી કર્યું?"

ભક્ત ૧: તેઓ કહે છે કે માણસ પશુ ઉપર અધિકાર રાખવા માટે છે. તેમને...

પ્રભુપાદ: તેથી તમે તેમને મારીને ખાઈ જાઓ. ખૂબ સરસ તર્ક. "પિતાજીને બાળકો ઉપર અધિકાર રાખવો જોઈએ, તેથી બાળકોને મારીને ખાઈ જવા જોઈએ." આટલા ધૂર્તો, અને તેઓ પોતાને ધાર્મિક નેતાઓ બતાવી રહ્યા છે.

પુષ્ટ કૃષ્ણ: પ્રભુપાદ, જો દરેક ક્ષણે આપણે શ્વાસ લેવામાં અને ચાલવામાં અને કેટલા બધા કાર્યો કરવામાં મારી રહ્યા છીએ, અને પછી તેઓ કહે છે, "તમે મારશો નહીં," તો શું ભગવાને આપણને એક અસંભવ આદેશ નથી આપ્યો?

પ્રભુપાદ: ના. જાણતા આપણે ના કરવું જોઈએ. પણ અજાણતામાં તમે કરો, તેને માફ કરી શકાય છે. (તોડ)..ન પુનર બધ્યતે. અહ્લાદીની શક્તિ, તે આનંદમયી શક્તિ છે. તો આનંદમયી શક્તિ કૃષ્ણને કષ્ટ નથી આપતી. પણ તે આપણને કષ્ટદાયી છે. તે આપણને કષ્ટદાયી છે, બદ્ધ આત્માઓને. આ સોનેરી ચંદ્ર (એક દારૂના અડ્ડાનું નામ?), બધા અહી આનંદ માટે આવે છે, પણ તે પાપમય કાર્યોમાં બદ્ધ થઇ રહ્યા છે. તેથી તે આનંદ નથી. તે તેને કષ્ટ આપશે. કેટલા બધા તેના પરિણામો છે. મૈથુન જીવન, તે અવૈધ ન હોવા છતાં, તે કષ્ટદાયી છે, તેના પરિણામો. તમારે સંતાનોનો ખ્યાલ રાખવો પડે છે. તમારે સંતાનોને ઉછેરવા પડે છે. તે કષ્ટદાયી છે. તમાંરે હોસ્પિટલમાં રકમ આપવી પડે છે પ્રસૂતિ માટે, પછી શિક્ષણ, પછી ડોકટરનું બીલ - તે કેટલું કષ્ટદાયી છે. તો આ આનંદ, મૈથુન જીવનનો આનંદ, તે કેટલી બધી કષ્ટદાયી વસ્તુઓને લાવે છે. તાપ-કરી. તેજ આનંદ શક્તિ જીવમાં પણ છે ઓછી માત્રામાં, અને જેવુ તે તેનો ઉપયોગ કરે છે, તે કષ્ટદાયી બને છે. અને તેજ આનંદમયી શક્તિ આધ્યાત્મિક જગતમાં પણ છે. કૃષ્ણનું ગોપીઓ સાથે નૃત્ય, તે કષ્ટદાયી નથી. તે આનંદમય છે. (તોડ)... માણસ, જો તે સારો ખાદ્યપદાર્થ લે છે, તે કષ્ટદાયી છે. પણ જો રોગી વ્યક્તિ તેને લે છે...

ચ્યવન: તે વધારે રોગી બની જાય છે.

પ્રભુપાદ: વધારે રોગી. તેથી આ જીવન તપસ્યા માટે છે, સ્વીકાર ન કરવું - સ્વેચ્છાથી નકારવું. ત્યારે તે સરસ છે.