GU/Prabhupada 0137 - જીવન નું લક્ષ્ય શું છે? ભગવાન શું છે?



Lecture on BG 7.4 -- Nairobi, October 31, 1975

હરિકેશ: "અનુવાદ - પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર - આ આઠ ભેગા થઈને મારી ભિન્ન ભૌતિક શક્તિઓ બને છે."

પ્રભુપાદ:

ભુમીર અપો અનલો વાયુ
ખમ મનો બુદ્ધિર એવ ચ
અહંકાર ઇતીયમ મેં
ભિન્ના પ્રકૃતીર અષ્ઠધા
(ભ.ગી. ૭.૪)

કૃષ્ણ પોતે સમજાવે છે. ભગવાન સમજાવે છે ભગવાન એટલે શું. તે વાસ્તવિક જ્ઞાન છે. જો તમે ભગવાન વિષે તર્ક-વિતર્ક કરો, તો તે શક્ય નથી. ભગવાન અનંત છે. તમે સમજી નથી શકતા. ભગવાન, કૃષ્ણ, શરૂઆતમાં એમ કહેવાયેલું છે, અસંશયમ સમગ્રમ મામ યથા જ્ઞાસ્યસી તત શૃણુ (ભ.ગી. ૭.૧). સમગ્રમ. સમગ્રમ એટલે કે કઈ પણ... અથવા સમગ્રમ એટલે કે સંપૂર્ણ. તો જે પણ વિષય અભ્યાસ અને જ્ઞાન માટે છે, તે બધાનો સરવાળો એક છે. ભગવાન બધાના સરવાળો છે. તેથી તેઓ પોતાને સમજાવવાનું પ્રારંભ કરે છે.

સૌથી પેહલા, કારણકે આપણને ભગવાન વિષે કોઈ જાણકારી નથી - પણ વાસ્તવમાં આપણે જોઈએ છીએ, વિશાળ ભૂમિ, વિશાળ જળ, સમુદ્ર, વિશાળ આકાશ, અને અગ્નિ. ઘણી બધી વસ્તુઓ, ભૌતિક વસ્તુઓ. ભૌતિક વસ્તુઓ, અને મન પણ... મન પણ ભૌતિક છે. અને પછી અહંકાર. બધા વિચારે છે કે "હું કશું છું. હું.." કર્તાહમ ઇતિ મન્યતે. અહંકાર વિમૂઢ-આત્મા (ભ.ગી. ૩.૨૭). આ મિથ્યા અહંકાર. આ અહંકાર એટલે કે મિથ્યા-અહંકાર. અને પછી શુદ્ધ અહંકાર છે. તે શુદ્ધ અહંકાર છે અહમ બ્રહ્માસ્મિ, અને મિથ્યા-અહંકાર છે: "હું ભારતીય છું," "હું અમેરિકી છું," "હું અફ્રીકી છું," "હું બ્રાહ્મણ છું," "હું ક્ષત્રીય છું,""હું આ છું." આ મિથ્યા-અહંકાર છે, અહંકાર. તો વર્તમાન સમયે... વર્તમાન સમયે જ નહીં, હમેશા, આપણે આ બધી વસ્તુઓથી ઘેરાઈ ગયેલા છે. આ આપણા તત્વજ્ઞાનની શરૂઆત છે: ક્યાંથી આ ભૂમિ આવી છે? ક્યાંથી આ જળ આવે છે? ક્યાંથી આ અગ્નિ આવે છે? આ સ્વાભાવિક જીજ્ઞાસા છે. ક્યાંથી આકાશ આવે છે? કેવી રીતે આ તારાઓ સ્થિત છે, આટલા બધા લાખો અને લાખો? તો આ બુદ્ધિશાળી વ્યક્તિની જિજ્ઞાસાઓ છે. આ તત્વજ્ઞાની જીવનની શરૂઆત છે. તેથી જે વિચારશીલ માણસો છે, ધીમે ધીમે, તેઓ જિજ્ઞાસુ છે પરમ ભગવાન શ્રી કૃષ્ણને સમજવા માટે.

તો ભગવાન કૃષ્ણ છે, અને કૃષ્ણ પોતાને સમજાવે છે, "હું આવો છું." પણ દુર્ભાગ્યવશ આપણે કૃષ્ણને સમજીશુ નહીં, પણ આપણે ભગવાન શું છે તે વિષે તર્ક-વિતર્ક કરવાનો પ્રયત્ન કરીશું. તે આપણો રોગ છે. કૃષ્ણ પોતાને સમજાવે છે. ભગવાન પોતાને સમજાવે છે. પણ આપણે આ વિધાન નહીં લઈએ, પણ ક્યાતો આપણે તેને નકારીશું, અથવા આપણે કોઈ ધડ માથા વગર ભગવાનનો સ્વીકાર કરી લઈશું, ઘણી બધી વસ્તુઓ. તે આપણો રોગ છે. તેથી ગયા શ્લોકમાં તે સમજાવવામાં આવેલું છે,

મનુષ્યાણામ સહસ્રેશુ
કશ્ચીદ યતતી સિદ્ધયે
યતતામ અપિ સિદ્ધાનામ
કશ્ચીદ વેત્તિ મામ તત્ત્વતઃ

(ભ.ગી. ૭.૩)

કેટલા બધા લાખો અને લાખો વ્યક્તિઓમાંથી, વાસ્તવમાં તેઓ ગંભીર છે સમજવા માટે, "જીવનનું લક્ષ્ય શું છે? ભગવાન શું છે? મારો સંબંધ શું છે..." કોઈ પણ આમાં રસિક નથી. જેમ કે.. સ એવ ગોખર: (શ્રી.ભા. ૧૦.૮૪.૧૩). બધા લોકો આ જીવનના શારીરિક ખ્યાલથી પ્રેરિત છે જેમ કે બિલાડીઓ અને કુતરાઓ. આ સ્થિતિ છે. આ અત્યારે જ નહીં, પણ હમેશા, આ ભૌતિક પરિસ્થિતી છે. પણ કોઈ, મનુષ્યાણામ સહસ્રેશુ, લાખોમાંથી, એક વ્યક્તિ સમજવાનો પ્રયત્ન કરે છે, તેના જીવનને સિદ્ધ કરવાનો પ્રયત્ન કરે છે. અને આવા સિદ્ધોમાથી...

સિદ્ધિ એટલે કે વ્યક્તિએ પોતાની સાછી સ્વરૂપ અવસ્થાને સમજવી, કે તે આ ભૌતિક શરીર નથી, પણ તે આધ્યાત્મિક આત્મા છે, બ્રહ્મન. તે સિદ્ધિ છે, જ્ઞાનની સિદ્ધિ, બ્રહ્મ-જ્ઞાન.