GU/Prabhupada 0139 - આ આધ્યાત્મિક સંબંધ છે



Lecture on SB 3.25.38 -- Bombay, December 7, 1974

જો તમે કૃષ્ણને પ્રેમ કરશો, ત્યારે ભૌતિક વસ્તુઓ જેવો તમારો નાશ નહીં થાય. ક્યાં તો તમે તેમને સ્વામીની જેમ પ્રેમ કરો... અહિયાંના માલિક, જ્યા સુધી તમે સેવા કરો છો, ત્યાં સુધી માલિક પ્રસન્ન છે. અને સેવક ત્યા સુધી પ્રસન્ન છે જ્યાર સુધી તમે તેને પગાર આપો છો. પણ આધ્યાત્મિક જગતમાં એવી કોઈ વસ્તુ નથી. જો હું કોઈ પરિસ્થિતિમાં સેવા ન કરી શકું છું, તો પણ માલિક પ્રસન્ન છે. અને સેવક પણ - માલિક તેને પગાર નથી આપતો - છતાં તે પણ પ્રસન્ન છે. આને એકત્વ કેહવાય છે, નિરપેક્ષ. તે છે...તે ઉદાહરણ અહી છે. આ સંસ્થામાં કેટલા બધા વિદ્યાર્થિઓ છે. અમે તેમને કઈ પણ પગાર નથી આપતા, છતાં તેઓ મારા માટે બધુ જ કરશે. આ આધ્યાત્મિક સંબંધ છે. તે પંડિત જવાહરલાલ નેહરુ, જ્યારે તેઓ લંડનમાં હતા, તેમના પિતા, મોતીલાલ નેહરુએ, તેમને ત્રણસો રુપિયા આપ્યા હતા નોકર રાખવા માટે. પછી એક વાર તેઓ લંડન ગયા, તો તેમણે જોયું હતું કે નોકર ત્યાં ન હતો. પંડિતે કહ્યું, "તારો નોકર ક્યા છે?" તેઓ કહે છે, "નોકરની શું જરૂર છે? મારી પાસે કઈ નથી, કરવા માટે. હું જતે કરીશ." "ના, ના. મને જોઈતું હતું કે એક અંગ્રેજ તારો નોકર હોવો જોઈએ." તો તેણે પગાર આપવો પડે. આ એક ઉદાહરણ છે. મારી પાસે કેટલા સો અને હજારો નોકરો છે જેમને મારે કઈ પગાર આપવો નથી પડતો. આ આધ્યાત્મિક સંબંધ છે. આ આધ્યાત્મિક સંબંધ છે. તેઓ પગાર માટે સેવા નથી કરી રહ્યા. મારી પાસે શું છે? હું તો ગરીબ ભારતીય છું. હું તેમને શું પગાર આપી શકું? પણ તે સેવક પ્રેમના કારણે છે, આધ્યાત્મિક પ્રેમ. અને હું પણ તેમને વગર કોઈ પગારના શીખવાડી રહ્યો છું. આ આધ્યાત્મિક છે. પૂર્ણસ્ય પૂર્ણમ આદાય (ઈશો સ્તુતિ). બધું પૂર્ણ છે. તો જો તમે કૃષ્ણને તમારા પુત્ર, તમારા મિત્ર, તમારા પ્રેમી, તરીકે સ્વીકાર કરો, તમે ક્યારેય પણ છેતરાશો નહીં. તો કૃષ્ણને સ્વીકાર કરવાનો પ્રયત્ન કરો. આ ખોટુ ભ્રામક સેવક કે દીકરા કે પિતા કે પ્રેમીને ત્યાગી દો. તમે છેતરાઈ જશો.