GU/Prabhupada 0142 - આ ભૌતિક પ્રકૃતિના વધની ક્રિયાને રોકો



Lecture on SB 6.1.15 -- Denver, June 28, 1975

તો ત્યારે સૌથી પેહલા લોકો સમજતા નથી કે જીવનનો લક્ષ્ય શું છે. વર્તમાન સમયે તેઓ તેની પરવાહ જ નથી કરતા. તેમના પાસે કોઈ અંતર જ નથી કે પુણ્ય જીવન શું છે અને પાપમય જીવન શું છે. પણ આપણે આ વાતોમાં વિશ્વાસ ન કરતા હોય, પણ વસ્તુઓ તો તેમ જ છે. જેમ કે જો તમને કોઈ રોગ થાય છે, તો તે રોગ બહાર આવે છે. તમે વિશ્વાસ કરો કે વિશ્વાસ ના કરો, તેનો કોઈ અર્થ નથી. અહીં અમારા ડોક્ટર સાહેબ છે. તેમને ખબર છે કે જો તમને કોઈ રોગ થયો હોય તો તે બહાર આવશે. તો આપણે કેટલા બધા રોગમય ગુણો દ્વારા પ્રભાવિત થઈએ છીએ. ત્રણ ગુણો છે - સત્ત્વ ગુણ, રજો ગુણ, તમો ગુણ - અને આપણા ચેપ પ્રમાણે આપણને વિવિધ પ્રકારના શરીરનો સ્વીકાર કરવો પડે છે. કર્મણા દૈવ નેત્રેણ (શ્રી.ભા. ૩.૩૧.૧). આપણે દરેક, આપણે ભૌતિક પ્રકૃતિના ગુણોને આધીન કાર્ય કરીયે છીએ, અને આપણા સંગના અનુસરે આપણને એક વિશેષ પ્રકારનું શરીર સ્વીકાર કરવું પડે છે, તથા દેહાન્તર પ્રાપ્તિ: (ભ.ગી. ૨.૧૩). દુર્ભાગ્યવશ, કોઈ વિજ્ઞાન નથી, કોઈ કોલેજ નથી, કોઈ વિશ્વવિદ્યાલય નથી જ્યા પ્રકૃતિનું આ વિજ્ઞાન શીખવાડવામાં આવે, કેવી રીતે વસ્તુઓ ચાલી રહી છે. પ્રકૃતે: ક્રિયામાણાની ગુણૈઃ કર્માણિ સર્વશ: (ભ.ગી. ૩.૨૭). પ્રકૃતિ ત્યાં છે.

તો આપણે આ ભૌતિક જગતમાં છીએ આ રોગમય અવસ્થાના કારણે. આ આપણી સમસ્યા છે. આપણે મરવું જ પડશે. તે હકીકત છે. જો તમે કહો કે "હું મૃત્યુમાં વિશ્વાસ નથી કરતો," તે કોઈ યોગ્ય જવાબ નથી. મૃત્યુ તો આવશે જ. તમારે મરવું જ પડશે. તો આ રીતે આપણું જીવન ચાલી રહ્યું છે. તો આ મનુષ્ય જીવનમાં આપણે તેને સુધારી શકીએ છીએ. તે કૃષ્ણ ભાવનામૃતની પદ્ધતિ છે, કે જો આપણે આ વિવિધ પ્રકારના ભૌતિક પ્રકૃતિના ગુણોથી સાથેના આપણા સતત સંગને સુધારી શકીએ તો... અને આવા સંગના કારણે, આપણે એક શરીર સ્વીકાર કરીએ છીએ, પછી ફરી મરી જઇએ છીએ, ફરીથી બીજુ શરીર ધારણ કરીને ફરીથી મરી જવું. આ કાર્ય બંધ થઈ જશે. યદ ગત્વા ન નિવર્તન્તે (ભ.ગી. ૧૫.૬). કોઈ ન કોઈ રીતે જો તમે યોગ્ય બની જાવો પાછા ભગવદ ધામ જવા માટે, યદ ગત્વા, ત્યારે તમારે ફરી પાછું આવવું નહીં પડે, પણ તેઓ સમજતા નથી કે આ ભૌતિક બદ્ધ અવસ્થા હંમેશા કષ્ટમય છે. તેમણે સ્વીકાર કરી લીધું છે, "તે ખૂબ જ સરસ છે." પશુઓ. પશુઓ, જેમ કે કસાઈઘરમાં, પશુઓના કૈદખાનામાં, કેટલા બધા પશુઓ છે, અને દરેકની કતલ કરવામાં આવશે. બધાને ખબર છે. તે પણ જાણે છે, પશુઓ. પણ તેમની પશુ વૃત્તિના કારણે, તેઓ કઈ પણ કરી નથી શકતા. તેવી જ રીતે, આપણે પણ આ ભૌતિક જગતના કતલખાનામાં મુકાયેલા છે. તેને મૃત્યુ-લોક કહેવાય છે. બધાને ખબર છે કે તેનું મૃત્યુ થવાનું છે. આજે કે કાલે કે પચાસ વર્ષ પછી કે સો વર્ષ પછી, બધાને ખબર છે કે તેનું કતલ થવાનું છે. તે મરશે. મૃત્યુ એટલે કે કતલ. કોઈને પણ મરવું નથી. પશુઓને પણ, મરવાનું ગમતું નથી. પણ તેમને બળપૂર્વક મારવામાં આવે છે. તેને કતલ કહેવાય છે. તેવી જ રીતે, કોને મરવું છે? કોઈને પણ મરવું નથી. પણ પ્રકૃતિના નિયમના અનુસાર તેણે મરવું તો પડશે જ. તેને કતલખાનું કહેવાય છે. આખું ભૌતિક જગત કતલખાનું છે. આપણે તેનો સાક્ષાત્કાર કરવો જોઈએ. અને તેને મૃત્યુ-લોક કહેવાય છે. તો આ સમસ્યા છે. પણ તેઓ તેને ખૂબ ગંભીર રીતે નથી લેતા, જેમ કે પશુઓ. પશુઓ, તેઓ ખૂબ ગંભીરતાથી નથી લેતા. અને જો તેમને ખબર પણ હોય કે તે મરવાનું છે, તે કોઈ કદમ ઉઠાવી નથી શકતા.

તો આપણી પરિસ્થિતિ એવી છે. મૃત્યુ-સંસાર-સાગરાત. તેષામ અહમ અનુકંપાર્થમ અહમ અજ્ઞાન-જમ તમ: તેષામ અહમ સમુદ્ધર્તા મૃત્યુ સંસાર સાગરાત (ભ.ગી. ૧૨.૭). તો આપણે આપણી પરિસ્થિતિને સમજવી જોઈએ. કોઈને પણ મરવું નથી, પણ તેની કતલ થાય છે. ફરીથી તેને બીજુ શરીર અપાય છે, બીજી તક. ફરીથી તેની કતલ થાય છે. તો આ પ્રકૃતિના ગુણો છે, ચાલી રહ્યું છે. દૈવી હી એશા ગુણ-મયિ મમ માયા દુરત્યયા (ભ.ગી. ૭.૧૪). આપણે ખૂબજ ગંભીરતાથી સમજવું જોઈએ, કે કેવી રીતે ભૌતિક પ્રકૃતિનો આ સંહાર રોકવો. તે બુદ્ધિ છે. નહિતો, બિલાડી અને કૂતરાની જેમ સુખી બનવું, "ઓહ, હું ખૂબજ સુખી છું ભોજન લઈને કુદકા મારતા મારતા, મને કોઈ વાંધો નથી કતલ થવા માટે," તે બહુ સારી બુદ્ધિ નથી. બુદ્ધિ છે કેવી રીતે આ ભૌતિક પ્રકૃતિની મારવાની પદ્ધતિને રોકવું. તે બુદ્ધિ છે. તેની ચર્ચા અહીં થાય છે.

તો કોઈ પણ આ કતલની પદ્ધતિથી બહાર આવી શકે છે ભક્તિમય સેવાની પદ્ધતિ દ્વારા. તે અહીં વ્યક્ત છે, કેચીત કેવલયા ભક્ત્યા (શ્રી.ભા. ૬.૧.૧૫). કેચીત. તે બહુ સામાન્ય નથી. ખૂબજ દુર્લભતાથી કોઈ કૃષ્ણ ભાવનામૃતમાં આવે છે. કેચીત કેવલયા ભક્ત્યા. માત્ર ભક્તિમય સેવા દ્વારા, વ્યક્તિ આ કતલ થવાની ભયાનક પરિસ્થિતિથી બહાર આવી શકે છે. કેચીત કેવલયા ભક્ત્યા (શ્રી.ભા. ૬.૧.૧૫). અને તેઓ કોણ છે? વાસુદેવ-પરાયણા:,કૃષ્ણના ભક્તો. કૃષ્ણનું નામ વાસુદેવ છે. તેઓ વસુદેવના પુત્ર છે એટલે તેમનું નામ વાસુદેવ છે. તો વાસુદેવ-પરાયણા: તો પરાયણા: એટલે કે, "અમારું અંતિમ લક્ષ્ય વાસુદેવ છે, બીજું કઈ પણ નથી." તેમને કહેવાય છે વાસુદેવ-પરાયણા: વાસુદેવ પરાયણા:, અઘમ ધુનવંતી. અઘમ એટલે કે આ ભૌતિક દૂષિત સંગ. આપણે હંમેશા આ ભૌતિક દોષોથી સંગ કરીયે છીએ. તો જો આપણે વાસુદેવ-પરાયણા: બની જઈએ... વાસુદેવ: સર્વમ ઈતિ સ મહાત્મા સુદુર્લભ (ભ.ગી. ૭.૧૯), તે જ વસ્તુ. અહીં કહેલું છે, કેચીત - મતલબ ખૂબજ દુર્લભ અવસ્થામાં. અને કૃષ્ણ પણ ભગવદ્ ગીતામાં કહે છે વાસુદેવ સર્વમ ઈતિ સ મહાત્મા સુદુર્લભ: (ભ.ગી. ૭.૧૯). સુદુર્લભ, ખૂબજ દુર્લભ.