GU/Prabhupada 0144 - આને માયા કેહવાય છે



Sri Isopanisad, Mantra 2-4 -- Los Angeles, May 6, 1970

પ્રકૃતે: ક્રિયામાણાની
ગુણૈ: કર્માણિ સર્વશ:
અહંકાર વિમૂઢાત્મા
કર્તાહમ ઇતિ મન્યતે
(ભ.ગી.૩.૨૭)

ભક્તો માટે, કૃષ્ણ સ્વયમ પોતે ભાર ઉઠાવે છે, અને સામાન્ય જીવો માટે, ભાર માયા ઉઠાવે છે, માયા પણ કૃષ્ણની સેવક પ્રતિનિધિ છે. જેમ કે સારા નાગરિકો, તે પ્રત્યક્ષ સરકાર દ્વારા રક્ષિત થાય છે, અને ગુનેગારો, તેઓ જેલ વિભાગના માધ્યમથી સરકાર દ્વારા રક્ષિત છે, જેલના વિભાગ દ્વારા. તેમની પણ દેખરેખ થઇ રહી છે. જેલમાં સરકાર કેદીઓની દેખરેખ રાખે છે કે તેઓને ખૂબ તકલીફ નથી - તેમને પર્યાપ્ત ભોજન મળે; જો તેમને રોગ થયો હોય તો તેમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવે છે. બધી દેખરેખ છે, પણ સજાની હેઠળ. તેવી જ રીતે, આપણે આ ભૌતિક જગતમાં, અહીં રક્ષણ તો ચોક્કસ છે, પણ એક સજાના રૂપમાં. જો તમે આ કરશો, તો લાફો. જો તમે તેમ કરશો, તો લાત. જો તમે આમ કરશો, તો આ... આ ચાલી રહ્યું છે. તેને કહેવાય છે ત્રય-તાપ. પણ માયાના પ્રભાવમાં આપણને લાગે છે કે આ માયાની લાત, આ માયાનો લાફો, આ માયાના મારો, તે ખૂબજ સરસ છે. તમે જોયું? તેને કહેવાય છે માયા. અને જેવુ તમે કૃષ્ણ ભાવનામૃતમાં આવો છો, ત્યારે કૃષ્ણ તમારી દેખભાળ કરે છે. અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિશ્યામિ મા શુચઃ (ભ.ગી. ૧૮.૬૬). કૃષ્ણ, જેવુ તમે શરણાગત થાઓ છો, કૃષ્ણનો પેહલો શબ્દ છે, "હું તમારી દેખરેખ કરીશ. હું તમારી રક્ષા કરીશ, બધા પાપમય પરિણામોથી." આપણા જીવનમાં પાપમય પરિણામોનો ઢેર પડેલો છે, આ ભૌતિક જગતમાં કેટલા બધા જન્મોજન્મથી. અને જેવુ તમે કૃષ્ણને શરણાગત થશો, કૃષ્ણ તમારી રક્ષા કરશે અને તેઓ વ્યવસ્થા કરશે કેવી રીતે તમારા બધા પાપમય પરિણામોને ગોઠવવા. અહમ ત્વામ સર્વ પાપેભ્યો મા શુચઃ કૃષ્ણ કહે છે, "સંકોચ ના કરો." જો તમે વિચાર કરશો કે, "ઓહ, મે કેટલા બધા પાપમય કાર્યો કર્યા છે. કેવી રીતે કૃષ્ણ મને બચાવશે?" ના. કૃષ્ણ સર્વ-શક્તિમાન છે. તેઓ તમારી રક્ષા કરી શકે છે. તમારૂ કર્તવ્ય છે તેમને શરણાગત થવું, વગર કોઈ સંશયના, તેમની સેવા માટે તમારું જીવન સમર્પિત કરો, અને આ રીતે તમારું જીવન રક્ષિત થશે.