GU/Prabhupada 0145 - આપણે કોઈક પ્રકારની તપસ્યા સ્વીકાર કરવી જ જોઈએ
Lecture on SB 3.12.19 -- Dallas, March 3, 1975
સ્વતંત્રતા આપમેળે આવતી નથી. જેમ કે તમે રોગી છો. તમને તાવ છે અથવા કોઈક દુખદ સ્થિતિમાં, કોઈ રોગ હેઠળ. તેથી તમારે થોડી તપસ્યા કરવી પડે. જેમ કે તમે તમારા શરીર પર કોઈ ફોલ્લાની વેદનાથી પીડાઈ રહ્યા છો. તે ખૂબજ દુઃખદાયક છે. પછી, તેને સારું કરવા માટે, તમારે શત્રક્રિયામાંથી પસાર થવું પડે, જો તમારે સારા થવું હોય તો. તેથી તપસ્યા. તે તપસ્યા છે. તપ એટલે દુઃખદાયક સ્થિતિ, તપ. જેમ કે તાપમાન. જો તમને ઊંચા તાપમાનમાં મુકવામાં આવે, ૧૧૦ ડિગ્રી, તો તે તમારા માટે ખૂબ અસહ્ય છે. તે ખૂબજ દુઃખદાયક છે. અમે ભારતીય માટે પણ- અમે ભારતમાં જન્મ્યા છીએ, ઉષ્ણકટિબંધીય વાતાવરણ - તોય, જયારે તાપમાન સો ડિગ્રીથી વધારે હોય, તે અસહ્ય બને છે. અને તમારા વિષે શું વાત કરવી? તમે જુદા જ તાપમાનમાં જન્મ્યા છો. તેવીજ રીતે, અમે નીચા તાપમાનને સહન કરી શકતા નથી. જો તે પચાસ ડિગ્રીથી નીચું હોય, તો તે અમારા માટે અસહ્ય છે. તો જુદા વાતાવરણ, જુદા તાપમાન છે. અને કેનેડામાં તેઓ શૂન્યથી ચાલીસ ડિગ્રી ઓછી સહન કરે છે. તેથી તે જીવનની જુદી પરિસ્થિતિનો સવાલ છે. પરંતુ આપણે ટેવાયેલા છે: ઊંચા તાપમાન, ઓછા તાપમાન, તીવ્ર ઠંડીમાં. પરંતુ આપણે જીવનની કોઈ પણ સ્થિતિ પ્રતિ તાલીમ પામી શકીએ છીએ. તે ક્ષમતા આપણી પાસે છે. બંગાળીમાં કહેવત છે, શરીરે ન મહાશય ય સહબે તય સય, એટલે કે "આ શરીર છે," એટલે કે, "તે કોઈ પણ પરિસ્થિતિને સહન કરી શકે, જો તમે તેનો અભ્યાસ કરો." તે એવું નથી કે, તમે ચોક્કસ પરિસ્થિતિમાં હોવ, અને જો તમને બદલવામાં આવે, તે એટલુંબધું અસહ્ય બને કે તમે જીવી ના શકો. ના. જો તમે અભ્યાસ કરો...
જેમ કે હાલના દિવસોમાં કોઈ જતું નથી. પહેલાના સમયમાં તેઓ હિમાલય પર્વત પર જતા હતા, અને ત્યાં ખૂબજ ઠંડી છે. અને તપસ્યા.. અભ્યાસ, પદ્ધતિ છે. ખૂબ કાળઝાળ ગરમીમાં સાધુ પુરુષો અથવા સંતો, તેઓ ચારે બાજુ અગ્નિ પ્રગટાવે. પહેલેથી ઊંચું તાપમાન છે, અને છતાય તેઓ ચારે બાજુ અગ્નિ કરતા અને ધ્યાન કરતા. આ તપસ્યા છે. આ તપસ્યાના ઉદાહરણ છે. ત્યાં સખત ગરમી છે અને તેઓ તેની વ્યવસ્થા કરશે. ત્યાં થીજાવતી, તીવ્ર ઠંડી છે, સો ડીગ્રીથી પણ ઓછી, અને તેઓ પાણીની નીચે જશે અને શરીરને અહિયાં સુધી રાખશે અને ધ્યાન કરશે. આ તપસ્યાના ઉદાહરણ છે. તપસ્યા. તેથી ભગવાનની સાક્ષાત્કાર માટે પહેલાના લોકો આ પ્રકારની સખત તપસ્યામાંથી પસાર થતા હતા, અને હાલના સમયમાં આપણે એટલા બધા પતિત છીએ, આપણે આ ચાર સિદ્ધાંતોને પણ સહન કરી શકતા નથી? શું તે ખુબ મુશ્કેલ છે? અમે થોડી તપસ્યા લાદી રહ્યા છે, કે "આ વસ્તુઓમાં પ્રવૃત ના થાઓ. અવૈધ યૌન સંબંધ નહીં, નશો નહીં, માંસાહાર નહીં, જુગાર નહીં." કૃષ્ણ ભાવનામાં આગળ વધવા માટે આ તપસ્યાની વસ્તુઓ છે. તેથી શું તે ખૂબ મુશ્કેલ છે? તે મુશ્કેલ નથી. જો કોઈ અભ્યાસ કરી, કાળઝાળ ઠંડીમાં ગળા સુધી પાણીમાં જાય, તેના કરતા અવૈધ યૌન સંબંધ અને માંસાહાર અને નશાને છોડવું વધુ અઘરું છે? અમે "સેક્સ નહીં" ની સલાહ આપતા નથી. અવૈધ સેક્સ. તો મુશ્કેલી ક્યાં છે? પરંતુ હાલનો યુગ એટલો નીચો પડી ગયો છે કે પ્રાથમિક તપસ્યા પણ આપણે અમલમાં મૂકી શકતા નથી, તે મુશ્કેલી છે.
પરંતુ જો તમારે ભગવાનનો સાક્ષાત્કાર કરવો હોય, જેમ કે અહી કહેવામાં આવ્યું છે, તપસ્યા, ફક્ત તપસ્યાથી, ફક્ત તપસ્યાથી, કોઈ પ્રાપ્તિ કરી શકે છે. નહીંતો નહીં. નહીં તો તે શક્ય નથી. તેથી આ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તપસ્યૈવ. તપસા ઈવ: "ફક્ત તપસ્યાથી". બીજા કોઈ ઉપાયો નથી. તપસા એવ પરમ. પરમ એટલે સર્વોચ્ચ. જો તમારે સર્વોચ્ચનો સાક્ષાત્કાર કરવો હોવ, તો પછી તમારે ચોક્કસ પ્રકારની તપસ્યાનો સ્વીકાર કરવો જ જોઈએ. નહીં તો તે શક્ય નથી. થોડી પ્રાથમિક તપસ્યા. જેમ કે એકાદશી. તે પણ તપસ્યાની વસ્તુ છે. ખરેખર એકાદશીના દિવસે આપણે કોઈ પણ ખોરાક લઈશું નહીં, પાણી પણ નહીં. પરંતુ આપણા સમાજમાં આપણે આટલું ચુસ્તતાથી કરતા નથી. આપણે કહીએ છીએ, “એકાદશી, તમે અનાજ ના લો. થોડું ફળ, દૂધ લો." આ તપસ્યા છે. તો આપણે આ તપસ્યા પાળી ના શકીએ? જો આપણે ખૂબ, ખૂબ સહેલાયથી પાળી શકાય તેવી તપસ્યાનો અમલ કરવા પણ તૈયાર નહીં થઈએ, તો આપણે કેવી રીતે ધIરી શકીએ ભગવદ ધામ પાછા જવું? ના, તે શક્ય નથી. તેથી અહી કહેવામાં આવ્યું છે, તપસ્યૈવ, તપસા એવ. એવ એટલે ચોક્કસ. તમારે કરવુ જ પડે. હવે, આ તપસ્યાના અમલથી, શું તમે હારનાર છો? તમે હારનાર નથી. હવે, જે કોઈ પણ બહારથી આવશે, તેઓ જોશે આપણા સમાજમાં, આપણા સભ્યો, છોકરાઓ અને છોકરીઓ. તેઓ કહે છે, " ચમકતા ચહેરાઓ." શું તેઓ નથી કહેતા? તેઓ તફાવત જુએ છે. એક પાદરી સIદા કપડામાં... હું લોસ એન્જેલસથી હવાઈ જઈ રહ્યો હતો. એક પાદરી, તેઓ વિમાનમાં મારી પાસે આવ્યા. તો તેમણે મારી પરવાનગી માંગી, "તમારી સાથે વાત કરી શકું?" "હા, શા માટે નહી?" તો તેમનો પ્રથમ સવાલ હતો કે "હું તમારા શિષ્યો ને ખૂબજ ચમકતા ચહેરાવાળા જોઉં છું. તે કઈ રીતે કરવામાં આવ્યું છે?" તે ગંભીર છે. તો નુકશાન ક્યાં છે? આ બધી પાપમય પ્રવૃતિઓને નકારવાનો અમલ કરવાથી આપણે ગુમાવનાર નથી. આપણે ખૂબજ સાદું જીવન જીવી શકીએ. આપણે જમીન પર બેસી શકીએ, આપણે જમીન પર ઊંઘી શકીએ. આપણે કોઈ વધારે રાચરચીલાની જરૂર નથી, કે નહીં મોટા પ્રમાણમાં ભવ્ય કપડાની. તેથી તપસ્યાની જરૂર છે. જો આપણે આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ કરવા માંગતા હોય, તો આપણે થોડા પ્રકારની તપસ્યા સ્વીકાર કરવી જોઈએ. કલિયુગમાં આપણે આવી સખત પ્રકારની તપસ્યા સ્વીકાર કરી શકીએ નહીં જેમ કે ઠંડીમાં, આપણે નીચે જઈએ, પાણીમાં, કોઈ વાર ડૂબતા અથવા કોઈ વાર અહિયાં સુધી, અને પછી ધ્યાન કરો અથવા હરે કૃષ્ણનું રટણ કરો. તે શક્ય નથી. ઓછામાં ઓછુ. તો તપસ્યા હોવી જ જોઈએ. તેથી આપણે આ શ્લોકથી નોંધવું જોઈએ કે થોડા પ્રકારની તપસ્યા જરૂરી છે જો આપણે ભગવાન પ્રાપ્તિ બાબતે ગંભીર હોઈએ. તે જરૂરી છે.