GU/Prabhupada 0152 - એક પાપી વ્યક્તિ કૃષ્ણ ભાવનાભાવિત ન બની શકે



Lecture on BG 1.31 -- London, July 24, 1973

દરેકને આ ગૃહ-ક્ષેત્ર-સુત-આપ્ત વિત્તૈ: (શ્રી.ભા ૫.૫.૮) થી સુખી બનવું છે, ગૃહસ્થ જીવન, અને થોડી જમીન લઈને. તે દિવસોમાં કોઈ ઉદ્યોગ ન હતો. તેથી ઉદ્યોગની જરૂર નથી, જમીન. જો તમને જમીન મળશે, તો તમે તમારું અન્ન ઉત્પાદન કરી શકશો. પણ વાસ્તવમાં તે આપણું જીવન છે. અહી ગામમાં કેટલી બધી જમીન ખાલી છે, પણ તેઓ પોતાનું અન્ન ઉત્પાદન નથી કરતા. તે પોતાનું ભોજન ગાયને બનાવે છે, બિચારી ગાયો, તેને મારીને તેને ખાઈ જવું. તે સારું નથી. ગૃહ-ક્ષેત્ર. તમે ગૃહસ્થ બનો, પણ તમે તમારું ભોજન જમીનથી ઉત્પાદન કરો, ગૃહ-ક્ષેત્ર. અને જ્યારે તમે અન્નનું ઉત્પાદન કરશો, પછી સંતાનને ઉત્પન્ન કરશો, ગૃહ-ક્ષેત્ર-સુત-આપ્ત-વિત્ત. ભારતમાં ગામમાં, હજી પણ, પદ્ધતિ છે, ગરીબ લોકોમાં, ખેડૂતોમાં, કે જો ખેડૂત ગાયને ખવડાવા માટે ભોજન નથી રાખી શકતો, તો તે લગ્ન ના કરી શકે. જોરુ અને ગોરુ. જોરુ એટલે પત્ની, અને ગોરુ એટલે ગાય. તો વ્યક્તિને પત્ની ત્યારેજ રાખવી જોઈએ જ્યારે તે ગાયને પણ રાખી શકે. જોરુ અને ગોરુ. કારણકે જો તમે પત્નીને રાખશો, ત્યારે તમને તરતજ સંતાનો થશે. પણ જો તમે તેમને ગાયનું દૂધ નથી આપી શકતા, ત્યારે બાળકો માંદા હશે, સ્વસ્થ નહીં રહે. તેમણે પૂરતું દૂધ પીવું જોઈએ. તેથી ગાયને માતા કેહવાય છે. કારણકે એક માતાએ છોકરાને જન્મ આપ્યો છે, બીજી માતા દૂધ આપે છે.

તો બધા લોકો ગોમાતાના કૃતજ્ઞ હોવા જોઈએ, કારણકે તે આપણને દૂધ આપે છે. તો શાસ્ત્રના અનુસાર સાત માતા છે. આદૌ માતા, સાચી માતા, જેના શરીરથી મે જન્મ લીધો છે. આદૌ માતા, તે માતા છે. ગુરુ-પત્ની, શિક્ષકની પત્ની. તે પણ માતા છે. આદૌ માતા, ગુરુ-પત્ની, બ્રાહ્મણી. બ્રાહ્મણની પત્ની, તે પણ માતા છે. આદૌ માતા ગુરુ-પત્ની બ્રાહ્મણી રાજ-પત્નીકા, રાણી માતા છે. તો કેટલી થઈ? આદૌ માતા ગુરુ-પત્ની બ્રાહ્મણી રાજ-પત્નિકા, પછી ધેનુ. ધેનુ એટલે કે ગાય. તે પણ માતા છે. અને ધાત્રી. ધાત્રી એટલે કે નર્સ. ધેનુ ધાત્રી તથા પૃથ્વી, પૃથ્વી પણ. પૃથ્વી પણ માતા છે. સામાન્ય રીતે લોકો માતૃભૂમિનું ધ્યાન રાખે છે, જ્યાં તે જન્મ લે છે. તે સરસ છે. પણ તે લોકોએ ગોમાતાનું પણ ધ્યાન રાખવું જોઈએ. પણ તેઓ માતાનું ધ્યાન નથી રાખતા. તેથી તેઓ પાપી છે. તેથી તેમણે કષ્ટ ભોગવવો પડશે. યુદ્ધ, ચેપી રોગ, દુકાળ થશે જ. જેવા લોકો પાપી બની જાય છે, તરતજ પ્રકૃતિનો પ્રકોપ સ્વાભાવિક રૂપે આવે છે. તમે તેનાથી બચી ના શકો.

તેથી કૃષ્ણ ભાવનામૃત આંદોલન એટલે કે બધી સમસ્યાઓનું સમાધાન. લોકોને શીખવાડવું કે પાપી ન બનવું. કારણકે પાપી વ્યક્તિ કૃષ્ણ ભાવનાભાવિત ન બની શકે. કૃષ્ણ ભાવનાભાવિત બનવું એટલે કે વ્યક્તિએ તેના પાપમય કાર્યો છોડવા જ પડે.