GU/Prabhupada 0151 - આપણે આચાર્યો પાસેથી શીખવું પડે



Lecture on SB 7.6.1 -- Madras, January 2, 1976

તો આપણે અલગ અલગ યોજનાઓ કરી રહ્યા છીએ પરંતુ તે સફળ નહીં થાય. એટલું મે કાલે રાત્રે સમજાવ્યું હતું, કે અાપણે સ્વતંત્ર વિચારીએ છે અને અાપણે સ્વતંત્ર ખુશ બનવા માટે ઘણી વસ્તુઓનુ આયોજન કરીએ છીએ. તે શક્ય નથી. તે શક્ય નથી. તે માયાનું ભ્રામક નાટક છે. દૈવી હી એષા ગુણ મયી મમ માયા દૂરત્યયા (ભ.ગી. ૭.૧૪). તમે વટાવી શકતા નથી. તો અંતિમ ઉકેલ શું છે? મામ એવ યે પ્રપદ્યન્તે માયામ એતામ તરંતિ તે (ભ.ગી. ૭.૧૪). જો અાપણે કૃષ્ણના શરણે આવીએ, તો અાપણે અાપણુ મૂળ પદ પ્રાપ્ત કરીએ છીએ. કૃષ્ણ ભાવનામૃતનો અર્થ એ નથી કે ઘણી વસ્તુઓ ચેતનામા રાખવા કરતાં... તે બધી પ્રદૂષિત ચેતનાઓ છે. વાસ્તવિક... આપણને ચેતના મળેલી છે, તે હકીકત છે, પરંતુ આપણી ચેતના પ્રદૂષિત છે. તેથી આપણે ચેતના શુદ્ધ કરવી પડે. ચેતનાને શુદ્ધ કરવાનો અર્થ એટલે ભક્તિ. નારદ પંચરાત્રમા રૂપ ગોસ્વામી ભક્તિની વ્યાખ્યા આપે છે,

અન્યાભીલાષીતા શૂન્યમ
જ્ઞાન કર્માદિ અનાવૃતમ
આનૂકલ્યેન કૃષ્ણાનુ
શીલનમ ભક્તિર ઉત્તમા
(ભ.ર.સિ. ૧.૧.૧૧)

પ્રથમ વર્ગની ભક્તિમા કોઈ અન્ય હેતુ નથી હોતો. અન્યાભીલાષીતા... કારણકે અહીં આ ભૌતિક વિશ્વમાં, પ્રકૃતિ નિયંત્રણ કરે છે પ્રકૃતે: ક્રિયમાણાની ગુણે: કર્માણી સર્વશ:, અહંકાર વિમૂઢાત્મા કર્તા.. (ભ.ગી. ૩.૨૭). આપણે પ્રકૃતિ, ભૌતિક પ્રકૃતિના સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છીએ. પરંતુ કારણકે અાપણે મૂર્ખ છીએ, અાપણે અાપણી સ્થિતિ, ગર્વ, મિથ્યા અહંકારને લીઘે ભૂલી ગયા છે. આપણને ખોટો ગર્વ છે: "હું ભારતીય છું . "હું અમેરિકન છું," "હું બ્રાહ્મણ છું," "હું ક્ષત્રિય છું." આ મિથ્યા અહંકાર છે. તેથી નારદ પંચરાત્ર કહે છે, સર્વોપાધી વિનીર્મુક્તમ (ચૈ.ચ. મધ્ય ૧૯.૧૭૦). તો વ્યક્તિએ મુક્ત બનવું પડે, આ બધી ઉપાધીઓમાથી મુક્ત, "હું ભારતીય છું," "હું અમેરિકન છું," "હું આ છું," "હું તે છું." "હું છું..." સર્વોપાધી વિનીર્મુક્તમ તત પરત્વેન નીર્મલમ. જ્યારે તે શુદ્ધ બની ગયો છે, નિર્મલમ, કોઈ ઉપાધિ વગર, કે "હું કૃષ્ણનો અંશ છું." અહમ બ્રહ્માસ્મિ.

આ છે અહમ બ્રહ્માસ્મિ. કૃષ્ણ પરબ્રહ્મ છે. તેમનું વર્ણન શ્રીમદ ભગવદગીતામાં થયેલું છે, અર્જુન...પરમ બ્રહ્મ પરમ ધામ પવિત્રમ પરમમ ભવાન પુરુષમ શાશ્વતમ આદ્યમ (ભ.ગી. ૧૦.૧૨). અર્જુને માન્યું અને કહ્યું, "તમે સર્વ અધિકારીઓ દ્વારા માન્ય છો." પ્રહલાદ મહારાજ એક મહાજન છે. મે મહાજનો વિષે કહેલું છે. બ્રહ્મા મહાજન છે, ભગવાન શિવ મહાજન છે, અને કપિલ મહાજન છે, કુમાર, ચાર કુમાર, તેઓ મહાજન છે, અને મનુ મહાજન છે. તેવી જ રીતે, પ્રહલાદ મહારાજ એક મહાજન છે. જનક મહારાજ મહાજન છે. બાર મહાજનો છે. તો અર્જુને પુષ્ટિ આપી કે "તમે કહો છો, પોતે, કે તમે પરમ ભગવાન છો," મત્તઃ પરતરમ નાન્યત (ભ.ગી. ૭.૭), "અને ભગવદ ગીતાની ચર્ચા ઉપરથી હું પણ તમને પરબ્રહ્મના રૂપે સ્વીકાર કરું છું. અને તે જ નહીં, બધા મહાજનો, તે પણ તમને સ્વીકાર કરે છે." તાજેતરમાં, રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય, અને બધા આચાર્યો, તેઓ પણ કૃષ્ણને સ્વીકારે છે. શંકરાચાર્ય પણ, તે કૃષ્ણને સ્વીકારે છે... સ ભગવાન સ્વયમ કૃષ્ણ: તો કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના રૂપે બધા આચાર્યો દ્વારા સ્વીકૃત છે.

તો આપણે આચાર્યો પાસેથી શીખવું જોઈએ, કોઈ સામાન્ય માણસથી કે સ્વયમથી બનેલો આચાર્યથી નહીં. ના. તે નહીં ચાલે. જેમ કે.... ક્યારેક અદાલતમાં આપણે બીજા અદાલતમાંથી અપાયેલો કોઈ નિર્ણય આપીએ છે અને તેને ખૂબજ ગંભીરતાથી મનાય છે કારણકે તે અધિકૃત છે. આપણે નિર્ણયને રચી નથી શકતા. તેવી જ રીતે, આચાર્યોપાસનમ, ભગવદ ગીતામાં તેની ભલામણ થઇ છે. આપણે આચાર્યો પાસે જવું જોઈએ. આચાર્યવાન પુરુષો વેદા: "જે વ્યક્તિએ પરંપરામાં આચાર્યને સ્વીકાર કર્યા છે, તે વાસ્તવિકતાને જાણે છે." તો બધા આચાર્યો, તેઓ કૃષ્ણ, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર, ને સ્વીકાર કરે છે. નારદ, તેઓ સ્વીકાર કરે છે, વ્યાસદેવ, તેઓ સ્વીકાર કરે છે, અને અર્જુન પણ સ્વીકાર કરે છે, જેણે પોતે કૃષ્ણ પાસેથી ભગવદ ગીતા સાંભળેલી છે. અને બ્રહ્મા. કાલે કોઈએ પૂછ્યું હતું કે "દ્વાપરયુગની પેહલા શું કૃષ્ણનું નામ હતું?" ના, તે હતું જ. શાસ્ત્રોમાં કૃષ્ણ છે. વેદોમાં, અથર્વ વેદમાં અને બીજામાં, કૃષ્ણનું નામ છે. અને બ્રહ્મ-સંહિતામાં - બ્રહ્મા તેમણે બ્રહ્મ સંહિતા લખેલી છે - ત્યાં સ્પષ્ટ રૂપે સમજાવવામાં આવ્યું છે, ઈશ્વર: પરમ: કૃષ્ણ: સચ્ચિદાનંદ વિગ્રહ: (બ્ર.સં. ૫.૧), અનાદિર આદી: અનાદિર આદીર ગોવિંદ: સર્વ કારણ કારણમ (બ્ર.સં. ૫.૧). અને કૃષ્ણ પણ કહે છે, મત્તઃ પરતરમ નાન્યત કિન્ચીદ અસ્તિ ધનંજય (ભ.ગી. ૭.૭). અહમ સર્વસ્ય પ્રભવ: (ભ.ગી. ૧૦.૮). સર્વસ્ય એટલે કે બધા દેવતાઓ સહીત, બધા જીવો, બધું. અને વેદાંત કહે છે, જન્માદિ અસ્ય યતઃ (શ્રી.ભા. ૧.૧.૧). તો કૃષ્ણ પૂર્ણ પરમ પુરુષ છે, ઈશ્વર: પરમમ, બ્રહ્માથી. તેઓ વૈદિક જ્ઞાનના વિતરક છે, અને કૃષ્ણ પણ કહે છે, વેદૈશ ચ સર્વૈર અહમ એવ વેદ્યઃ (ભ.ગી. ૧૫.૧૫). તે અંતિમ લક્ષ્ય છે.