GU/Prabhupada 0154 - તમારા શસ્ત્રો હમેશા ધારદાર રાખો



Room Conversation -- May 7, 1976, Honolulu

તમાલ કૃષ્ણ: તમારા ભગવદ દર્શનના માર્ક્સના વિશેના એક લેખમાં તમે માર્ક્સને એક વ્યર્થ વ્યક્તિ બતાવો છો, અને માર્ક્સવાદને બકવાસ બતાવો છો.

પ્રભુપાદ: હા, તેનો સિદ્ધાંત શું છે? તર્કશુદ્ધ વાદવિવાદ?

તમાલ કૃષ્ણ: તર્કશુદ્ધ વાદવિવાદવાળી ભૌતિકતા.

પ્રભુપાદ: તો,આપણે એક તર્કશુદ્ધ વાદવિવાદવાળી આધ્યાત્મિકતા લખી છે.

હરિ-સૌરી: હરિકેશ.

પ્રભુપાદ: હરિકેશ.

તમાલ કૃષ્ણ: હા, તેમણે અમને વાંચી સંભળાવી. તે પ્રચાર કરે છે, મારા ખ્યાલથી તે પૂર્વી યુરોપમાં હોય છે કોઈક વાર. અમને એક અહેવાલ મળ્યો છે. શું તેમણે તમને લખ્યું છે?

પ્રભુપાદ: હા. મેં તેને સાંભળ્યું હતું, પણ તે બરાબર તો છે ને?

તમાલ કૃષ્ણ: અહેવાલથી ખબર પડે છે કે તે ક્યારેક પૂર્વી યુરોપી દેશોમાં જાય છે. વધારે પડતા તે ઇંગ્લેન્ડ, જર્મની અને સ્કેંડીનેવિયામાં ધ્યાન આપે છે. તેની પાસે દળ છે, અને તે વક્તવ્યના કાર્યક્રમ કરે છે અને પુસ્તકોનું વિતરણ કરે છે. અને ક્યારેક તે કયા દેશમાં ગયા હતા?

ભક્ત: ચેકોસ્લોવાકિયા, હંગેરી, બુડાપેસ્ટ.

તમાલ કૃષ્ણ: તે અમુક સામ્યવાદી યુરોપી દેશોમાં જાય છે.

ભક્ત: તે તેમની ગાડીઓમાં ખોટા તળિયા મુકીને, તેની નીચે પુસ્તકો રાખે છે, જેનાથી સીમા પ્રદેશમાં તે દેખાય નહીં. ગાડીના નીચે બધા તમારા પુસ્તકો છે. જ્યારે તે દેશમાં આવે છે ત્યારે તે પુસ્તકોને આ વિદ્યાર્થીઓમાં વિતરિત કરે છે.

તમાલ કૃષ્ણ: ક્રાંતિ.

પ્રભુપાદ: તે ખૂબજ સરસ છે.

ભક્ત: ક્યારેક તે કહેતા હતા, કે જ્યારે તે બોલે છે, અનુવાદકર્તા તેમના કહેલા વાકયોનું અનુવાદ નથી કરતો કારણ કે...

તમાલ કૃષ્ણ: ક્યારેક તે ભૂલી જાય છે - સામાન્ય રીતે તે ખૂબજ ધ્યાનથી - ચુનેલા શબ્દો કહે છે. પણ તે કહે છે કે એક વાર કે બે વાર, જ્યારે તે સીધું કૃષ્ણ ભાવનામૃત કહે છે, અને અનુવાદકર્તા તેમની સામે જુએ છે અને ત્યાની ભાષામાં અનુવાદ નથી કરતો. ક્યારેક તે પોતાને ભૂલી જાય છે અને કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કેહવા લાગે છે. અને અનુવાદકર્તા ઓચિંતા તેના પ્રતિ જુએ છે. સામાન્ય રીતે તે બધું આટોપી લે છે.

પ્રભુપાદ: તેણે સરસ કાર્ય કર્યું છે.

તમાલ કૃષ્ણ: તે એક યોગ્ય વ્યક્તિ છે, ખૂબજ બુદ્ધિશાળી.

પ્રભુપાદ: તો આ રીતે... તમે બધા બુદ્ધિશાળી છો, તમે યોજના બનાવી શકો છો. લક્ષ્ય છે કેવી રીતે પુસ્તકોનું વિતરણ કરવું. તે પ્રથમ વસ્તુ છે. ભાગવતમાં તે ખૂબ ચિત્રાત્મક રૂપથી વર્ણવેલું છે, કે આપણી પાસે આ શરીર છે, અને વિવિધ અંગો છે. જેમ કે અર્જુન રથ ઉપર બેઠા છે. સારથી છે, અને ઘોડા, અને લગામ છે. ક્ષેત્ર છે, અને બાણ છે અને ધનુષ છે. તેને ચિત્રાત્મક રૂપે વર્ણવેલું છે. તો આનો ઉપયોગ થઇ શકે છે આ કૃષ્ણ ભાવનામૃતના શત્રુઓને મારવા માટે અને પછી આ બધું સાધન સરંજામ, રથ, આપણે છોડી દઈશું... જેમ કે યુદ્ધ પછી, માત્ર વિજય, પછી તમે તેમને મારી દો. અને તેવી જ રીતે આ શરીર છે, અને મન છે, અને ઇન્દ્રિયો પણ છે. તો તેનો ઉપયોગ કરો આ ભૌતિક અસ્તિત્વ ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે. અને પછી આ શરીરનો ત્યાગ કરો ભગવદ ધામ જવા માટે.

તમાલ કૃષ્ણ: શું ભક્ત, જેમ તમે હમેશા અમને ઉત્સાહ આપો છો આગળ વધવા માટે...

પ્રભુપાદ: તમારા શસ્ત્રોને વધારે ધારધાર બનાવો. તે પણ વર્ણિત છે. ગુરુની સેવા કરવાથી, તમે હમેશા તમારા શસ્ત્રોને ધારદાર રાખી શકો છો. અને કૃષ્ણથી મદદ લો. ગુરુના શબ્દો શાસ્ત્રને ધારદાર બનાવે છે. અને યસ્ય પ્રસાદાદ ભગવત...અને જ્યારે ગુરુ મહારાજ પ્રસન્ન છે, ત્યારે કૃષ્ણ તરતજ મદદ કરશે. તેઓ તમને શક્તિ આપે છે. ધારોકે તમારી પાસે તલવાર છે, ધારદાર તલવાર, પણ જો તમારી પાસે કોઈ શક્તિ નથી, તો તમે તલવારનું શું કરશો? કૃષ્ણ તમને શક્તિ આપશે, કેવી રીતે લડવું અને શત્રુઓને મારવા. બધું વર્ણવેલું છે. તેથી ચૈતન્ય મહાપ્રભુએ (કહ્યું હતું) ગુરુ-કૃષ્ણ કૃપાય (ચૈ.ચ. મધ્ય ૧૯.૧૫૧), ગુરુના આદેશાનુસાર તમારા શસ્ત્રને ધારદાર બનાવો અને પછી કૃષ્ણ તમને શક્તિ આપશે, અને તમે વિજય પ્રાપ્ત કરી શકશો. મને લાગે છે આ ચિત્રાત્મક સમજૂતી મે કાલે રાત્રે આપી હતી. અહી એક શ્લોક છે, અચ્યુત બલ, અચ્યુત બલ. શું પુષ્ટ કૃષ્ણ છે અહી?

હરિ-સૌરી: પુષ્ટ કૃષ્ણ?

પ્રભુપાદ: આપણે કૃષ્ણના સૈનિકો છે, અર્જુનના સેવકો. માત્ર આપણે તે હિસાબે કાર્ય કરવું જોઈએ, ત્યારે તમે તમારા શત્રુઓને સમાપ્ત કરી શકો છો. તેમની પાસે કોઈ શક્તિ નથી, ભલે તેમની સંખ્યા સો ગણી છે. જેમ કે કુરુઓ અને પાંડવો. તેમની પાસે કોઈ શક્તિ ન હતી, યત્ર યોગેશ્વર કૃષ્ણ: (ભ.ગી.૧૮.૭૮). કૃષ્ણને તમારા પક્ષમાં રાખો, ત્યારે બધું સફળ થશે. તત્ર શ્રીર વિજયો.