GU/Prabhupada 0180 - હરે કૃષ્ણ મંત્ર રોગનાશક છે



Lecture on SB 1.5.11 -- New Vrindaban, June 10, 1969

પ્રભુપાદ: વીનાપી પદ ચાતુર્યમ ભગવદ યશ: પ્રધાનામ વચ: પવિત્રમ ઈતી અહ તદ વાગ પવિત્ર ઈતી. તે ખૂબજ શુદ્ધ છે. શું કહેવાય છે? જંતુનાશક. આખા જગતને માયાના પ્રભાવનો ચેપ લાગ્યો છે, અને આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન, હરે કૃષ્ણ મંત્ર, જંતુનાશક છે. તે ચોક્કસ છે. જંતુનાશક. તદ વાગ વિસર્ગો જનતાઘ વિપ્લવ: (શ્રી.ભા. ૧.૫.૧૧). ભગવદ યશ: પ્રધાનામ વચ: પવિત્રમ ઈતી અહ તદ વાગ પવિત્ર ઈતી, સ ચાસૌ વાગ વિસર્ગો વચ: પ્રયોગ: જનાનામ સમૂહો જનતા, તસ્ય અઘમ વિપ્લવતી નાશયતી વિપ્લવ મતલબ તે નાશ કરે છે. કારણકે જંતુનાશક છે. ઉદાહરણ તરીકે, હવે આ કૃષ્ણ ભાવાનામૃત આંદોલન કેવી રીતે જંતુનાશક છે, તે આપણે આપી શકીએ, કે જેઓ તેને ગંભીરતાથી લે છે, તેઓ તરત જ પાપી ચેપને અટકાવે છે, ચાર સિદ્ધાંતો, નિયમન સિદ્ધાંતો, અવૈધ યૌન સંબંધ, નશો, જુગાર અને માંસાહાર.. તે કેવી રીતે જંતુનાશક છે. આ ચાર સિદ્ધાંતો પાપી પ્રવૃત્તિઓ વધારે છે. અન્ય તમામ પાપી પ્રવૃત્તિઓ એક પછી એક, એક પછી એક આવે છે. ચોરી, પછી છેતરપિંડી, પછી... ઘણીબધી અન્ય વસ્તુઓ આવશે જો આપણે આ ચાર સિદ્ધાંતોને અનુસરીશું. અને જો આપણે આ ચાર સિદ્ધાંતો બંધ કરીશું, તો પછી વધુ પાપી પ્રવૃત્તિઓ કરવા પર પૂર્ણ વિરામ થાય છે. તમને ખબર હોવી જ જોઈએ. અને તેની કેવી રીતે જાળવણી કરી શકાય? આ જંતુનાશક પદ્ધતિ દ્વારા, હરે કૃષ્ણ જપ. નહિતો, તે નહીં થાય, ખાલી સૈદ્ધાંતિક જ્ઞાન દ્વારા નહીં થાય.

તેથી તે ખરેખર, જંતુનાશક છે. જનતાઘ વિપ્લવ: તે વ્યક્તિની વધુ પાપી પ્રવૃત્તિઓ અટકાવે છે. અને જો આપણે ચાલુ રાખીએ, કે "ઠીક છે, મને હરે કૃષ્ણ જપની જંતુનાશક પદ્ધતિ મળી છે. તેથી હું પાપના આ ચાર સિદ્ધાંતો પર જઈ શકું છું, અને હું જંતુ(રહિત) થઈ જઈશ." જેમ તેઓ ખ્રિસ્તી ચર્ચમાં જાય છે, કન્ફેસ (કબૂલાત) કરવા. તે સાચું છે. કબૂલ કરવું તે જંતુનાશક છે. પરંતુ તમે તેને ફરીથી કેમ કરો છો? અર્થ શું છે? તમે ચર્ચ પર જાઓ, કબૂલાત કરો. તે ખૂબ જ સારું છે. હવે તમારી પાપી પ્રવૃત્તિઓ તટસ્થ થઈ જાય છે. તે બધું સારુ છે. પરંતુ શા માટે તમે ફરીથી કરો છો? જવાબ શું છે? હમ્મ? જો હું કોઇ ખ્રિસ્તી સજ્જન ને પુછું તો શક્ય જવાબ શું હશે: "તમે પાપી પ્રવૃત્તિઓ કરો છો, ઠીક છે, ચર્ચમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રતિનિધિ છે, અથવા તેના પ્રતિનિધિ, અથવા ભગવાન આગળ, કબૂલ કરો છો. તમારી બધી પાપી પ્રવૃત્તિઓ નાશ પામે છે, માફી મળી જાય છે. તે બધું સાચું છે. પરંતુ શા માટે તમે તે ફરીથી કરો છો?" શું જવાબ હશે?

નર-નારાયણ: તેઓ ફરી કબુલાત કરશે.

પ્રભુપાદ: તેઓ ફરી કબૂલાત કરશે. એનો અર્થ આ એક વ્યાપાર બની ગયો છે. કે "હું કરું..." તે વિચાર નથી. આપણી, આ ગુનાઓની યાદી તમે નોંધી છે, ગુનાઓની યાદી, કે જે નિષેધ કરે છે... નામ્નો બલાદ યસ્ય હી પાપ બુદ્ધિઃ જે કોઇ આવું વિચારે છે કે, "કારણકે મને આ જંતુનાશક પદ્ધતિ મળી છે, તેથી હું પાપી પ્રવૃત્તિઓ કરી શકું અને હું હરે કૃષ્ણ જપ કરીશ, અને તે નાશ પામશે," તે સૌથી મોટું પાપ છે.