GU/Prabhupada 0179 - આપણે કૃષ્ણ માટે કામ કરવું જોઈએ



Lecture on SB 1.16.6 -- Los Angeles, January 3, 1974

આ માયવાદી તત્વજ્ઞાનીઓ, તેઓ જ્ઞાન દ્વારા, અટકળો કરીને, ઘણી ઉંચાઈ પર જાય છે, પણ તેઓ ફરી નીચે પડી જશે. શા માટે? અનાદ્રુત યુશ્માદ અંઘ્રય: (શ્રી.ભા. ૧૦.૨.૩૨) "કારણકે તેઓને તમારા ચરણ કમળનો આશ્રય મળતો નથી, તેથી તેઓ પતન પામશે." તે સુરક્ષિત નથી. કારણકે એક માણસ કોઇ ઇચ્છા વગર, કોઈપણ પ્રવૃત્તિ વગર રહી શકતો નથી. તે શક્ય નથી. એક માણસ, પશુ, કોઇ જંતુ પણ, તેણે કંઈક તો કરતું જ પડે. મને વ્યવહારુ અનુભવ છે. હું યુવાન હતો ત્યારે, મારા બાળકોમાંનો એક પુત્ર..., તે ખૂબ જ તોફાની હતો. તેથી ક્યારેક અમે તેને વાસણ રાખવાના ઘોડા પર મૂકી દેતા. તે નીચે ઉતરી ના શકતો. તેથી તે ખૂબ અગવડ અનુભવાતો કારણકે તેની પ્રવૃત્તિઓ ઘોડા પર અટકી જતી હતી. તેથી તમે પ્રવૃત્તિ બંધ ન કરી શકો. એ શક્ય નથી. તમારે વધારે સારી પ્રવૃત્તિ આપવી જોઈએ. પછી તમે બંધ થશો. પરમ દ્રષ્ટવા નીવર્તતે (ભ.ગી. ૨.૫૯).

તેથી આ કૃષ્ણ ભાવાનામૃત આંદોલન છે કે તમને વધારે સારી પ્રવૃત્તિ મળે. જેથી તમે ઉતરતી કક્ષાની પ્રવૃત્તિઓ છોડી શકો. નહિતો, ખાલી નકારવાથી, તે શક્ય નથી. આપણે કામ કરવું જ પડે. આપણે કૃષ્ણ ખાતર કામ કરવું જ જોઈએ. આપણે કૃષ્ણના મંદિરે જવું જોઈએ, અથવા આપણે કૃષ્ણના પુસ્તક વિતરણ માટે જવું જોઈએ, અથવા કૃષ્ણના કોઈક ભક્તને મળવા માટે જવું જોઈએ. તે સારુ છે. પણ તમે કામ કરવાનું બંધ કરી શકતા નથી. તે શક્ય નથી. પછી તમારું નિષ્ક્રિય મગજ દુષ્ટાત્માનું વર્કશોપ હશે. હા. પછી તમે નીચે પડી જશો, "પેલી સ્ત્રી પાસે કેવી રીતે જવું? પેલા પુરુષ પાસે કેવી રીતે જવું?" જો તમે કામ કરવાનું બંધ કરશો, તો પછી તમારે ઈન્દ્રિયતૃપ્તિ માટે ફરીથી કામ કરવું પડશે. બસ તેટલું જ. તેવી જ રીતે, તમે કોઇપણ ઇન્દ્રિય લો; તમે તેને અટકાવી નથી શકતા, પરંતુ તમે તેને સંલગ્ન કરી શકો છો. તે કૃષ્ણ ભવાનામૃત છે.