GU/Prabhupada 0182 - તમે પોતાને તે સ્વચ્છ અવસ્થામાં રાખો
Lecture on SB 2.3.15 -- Los Angeles, June 1, 1972
એક લાભ છે કે, કૃષ્ણના વિષે સાંભળવાથી, વ્યક્તિ ધીમે ધીમે નિષ્પાપ બની જાય છે, માત્ર સાંભળવાથી. જ્યાર સુધી આપણે પાપી નથી, આપણે આ ભૌતિક જગતમાં નથી આવતા. તો આપણે પાછા ભગવદ ધામ જવા પેહલા નિષ્પાપ બનવું જ પડે. કારણકે ભગવાનનું ધામ... ભગવાન શુદ્ધ છે, ધામ શુદ્ધ છે. કોઈ અશુદ્ધ વ્યક્તિ ત્યાં નથી રહી શકતો. તો વ્યક્તિએ શુદ્ધ બનવું પડે. તે ભગવદગીતામાં વ્યક્ત છે. યેષામ અંત ગતમ પાપમ (ભ.ગી. ૭.૨૮). "જે વ્યક્તિ તેના જીવનના બધા પાપોની પ્રતિક્રિયાથી મુક્ત થઈ ગયો છે," યેષામ ત્વ અંત ગતમ પાપમ જનાનામ પુણ્ય કર્મણામ (ભ.ગી. ૭.૨૮), "અને હમેશા પુણ્ય કાર્યોમાં યુક્ત છે, કોઈ પાપમય કાર્યો નથી..." તો આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન છે કે વ્યક્તિને એક અવસર આપવામાં આવે છે બધા પાપમય કાર્યોથી મુક્ત થવા માટે અને પોતાને સુરક્ષિત રાખવા માટે: અવૈધ યૌન સંબંધ નહીં, નશો નહીં, માંસાહાર નહીં, જુગાર નહીં. જો આપણે આ નિયમોનું પાલન કરીએ, ત્યારે દીક્ષા પછી, મારા બધા પાપો ધોવાઈ ગયા છે. અને જો હું પોતાને તે ધોવાઈ ગયેલી સ્થિતિમાં રાખીશ, તો ફરીથી પાપમય બનવાનો પ્રશ્ન ક્યાં છે?
પણ એક વાર તમે ધોવાઇ ગયા, તમે સ્નાન કરો, ફરીથી તમે માટી લઈને પોતાના શરીર ઉપર નાખશો - તે ક્રિયા મદદ નહીં કરે. જો તમે કહેશો, "હું ફરીથી ધોઈશ અને ફરીથી માટી નાખીશ", ત્યારે તમારા ધોવાનો અર્થ શું છે? ધોઈ નાખો. અને એક વાર ધોવાયા પછી, પોતાને તે ધોવાઇ ગયેલી સ્થિતિમાં રાખો. તે જરૂરી છે. તો તે શક્ય બનશે જો તમે સતત કૃષ્ણના સંપર્કમાં રહેશો તેમના વિશે સાંભળવાથી. બસ. તમારે શુદ્ધ રહેવું પડશે. અને તે છે પુણ્ય શ્રવણ કિર્તન: જો તમે કૃષ્ણ વિશે સાંભળશો, તો પુણ્ય, તમે હમેશા પુણ્ય અવસ્થામાં રેહશો. પુણ્ય શ્રવણ કિર્તન: ક્યાં તો તમે જપ કરો કે... તેથી અમારી ભલામણ છે કે તમે હમેશા હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે/હરે રામ હરે રામ રામ રામ હરે હરે નો જપ કરો. તો આપણે હમેશા ધ્યાન રાખવું જોઈએ ફરીથી પાપમય કાર્યોમાં પતિત ના થઈએ તે માટે. દરેક વ્યક્તિએ ધ્યાન રાખવું જોઈએ, અને પોતાને આ જપની ક્રિયામાં રાખવા જોઈએ. પછી તે ઠીક છે. તો શ્રુણવતામ સ્વ કથા કૃષ્ણ પુણ્ય શ્રવણ કિર્તન: (શ્રી.ભા. ૧.૨.૧૭). અને ધીમે ધીમે, જેવી રીતે તમે કૃષ્ણ વિશે સાંભળતા જશો, તમારા હ્રદયની બધી અસ્વચ્છ વસ્તુઓ સાફ થઈ જશે.
અસ્વચ્છ વસ્તુઓ છે કે "હું આ ભૌતિક શરીર છું; હું અમેરિકન છું; હું ભારતીય છું; હું હિંદુ છું; હું મુસ્લિમ છું; હું આ છું; હું તે છું." આ બધા આત્માના વિવિધ પ્રકારના આવરણ છે. આવરણ-મુક્ત આત્મા પૂર્ણ રૂપે જાગૃત છે કે "હું ભગવાનનો શાશ્વત સેવક છું." બસ. વ્યક્તિને બીજી કોઈ ઓળખ નથી. તેને મુક્તિ કેહવાય છે. જ્યારે વ્યક્તિ તે સમજ ઉપર આવે છે કે "હું કૃષ્ણ, ભગવાનનો નિત્ય દાસ છું, અને મારૂ એક જ કર્તવ્ય છે તેમની સેવા કરવી," તેને મુક્તિ કેહવાય છે. મુક્તિનો અર્થ નથી કે તમને બીજા બે હાથ અને પગ હશે. ના. તેજ વસ્તુ, બસ તે સાફ થઇ જશે. જેમ કે એક માણસ તાવથી પીડિત છે. કેટલા બધા લક્ષણ છે, પણ જેવો તાવ જતો રહે છે, ત્યારે બધા લક્ષણો જતાં રહે છે. તો આપણો, આ તાવ ભૌતિક જગતમાં ઇન્દ્રિય તૃપ્તિ છે. ઇન્દ્રિય તૃપ્તિ. તે તાવ છે. તો જ્યારે આપણે કૃષ્ણ ભાવનામૃતમાં યુક્ત થઈશું, ત્યારે આ ઇન્દ્રિય તૃપ્તિનું કાર્ય બંધ થશે. તે અંતર છે. તે કસોટી છે કેવી રીતે તમે કૃષ્ણ ભાવનામૃતમાં પ્રગતિ કરો છો.