GU/Prabhupada 0187 - હમેશા તેજસ્વી પ્રકાશમાં રહો



Lecture on SB 2.8.7 -- Los Angeles, February 10, 1975

તો આ અજ્ઞાન ચાલી રહ્યું છે. તેથી ભવિષ્યમાં માર્ગદર્શન માટે, પરીક્ષિત મહારાજ આ પ્રશ્ન પૂછે છે, કે "કેવી રીતે જીવને આ શરીર મળ્યું છે, ભૌતિક શરીર? તે આપોઆપ છે, કોઈ પણ કારણ વગર, કે કોઈ કારણ સાથે છે?" પરંતુ કારણ સાથે... તે સમજાવવામાં આવશે. તે નથી... જ્યારે કારણ હોય છે... જેમકે તમને કોઈક રોગનો ચેપ લાગે તો, આપોઆપ તમે રોગથી પીડાતા હશો. તે આપમેળે આવશે. તે આપોઆપ છે. પરંતુ તમને ચેપ લાગવો, તે કારણ છે. જો તમે ચેપ ના લાગે તે માટે સાવધ બનો, તોપછી નિમ્ન જન્મ અથવા યાતનાનું કારણ તમે ટાળી શકો છો. તેથી આપણે આ સમાજની શરૂઆત કરી છે. સમાજ મતલબ કે તમને અહીં પ્રગતિ કરવાનું કારણ મળશે. જેમ ઘણા સમાજોમાં, સમાન વર્ગના માણસો હોય છે. "સમાન પિંછાવાળા પક્ષીઓ સાથે રહે." તેથી અહીં એક સમાજ છે. અહીં કોણ રહેશે? અહીં કોણ આવશે? કારણકે આ સમાજ મુક્તિ માટે છે... લોકો તેમના જીવનની ભૌતિક સ્થિતિને લીધે ખૂબ જ દુઃખી થાય છે. કોઇ ખુશ નથી. તે એક હકીકત છે. કારણકે તેઓ અજ્ઞાનમાં છે, તેઓ દુઃખને સુખ તરીકે સ્વીકારે છે. આને માયા કહેવામાં આવે છે. આને માયા કહેવામાં આવે છે.

યન મૈથુનાદિ-ગ્રહમેધિ-સુખમ હી તુચ્છમ (શ્રી.ભા. ૭.૯.૪૫). આ માયા સેક્સ જીવનમાં ખૂબ પ્રગટ થાય છે. તેઓ સેક્સ જીવન ખૂબ જ સરસ છે તેમ સ્વીકારે છે, પરંતુ તેના પછી, ઘણા દુખો હોય છે. કાયદેસર કે ગેરકાયદેસર છે, તેનો કોઈ મતલબ નથી. કાયદેસર દુઃખ કે ગેરકાયદેસર દુઃખ, પરંતુ તે તકલીફ છે. આપણે દરેક, આપણે જાણીએ છીએ. તેથી, બધા... ખરાબ સોદાનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા માટે. આપણને આ ભૌતિક શરીર મળ્યું છે. કારણ ત્યાં છે. કારણ છે કે આપણને આનંદ માણવો હતો અને કૃષ્ણની સેવા કરવી ગમતી ન હતી. આ કારણ છે. કૃષ્ણ-ભૂલિયા જીવ ભોગ વાંચ્છા કરે. આપણે કૃષ્ણની સેવા કરીએ છીએ. એટલે કે, મારા કહેવાનો અર્થ છે, આપણું સ્થાન, બંધારણીય સ્થાન, કૃષ્ણની સેવા કરવા માટે, પરંતુ ક્યારેક આપણે ઈચ્છીએ: "શા માટે હું કૃષ્ણની સેવા કરું? શા માટે હું આધ્યાત્મિક ગુરુની સેવા કરું? હું આનંદ કરીશ. હું આનંદ કરીશ." પરંતુ આનંદ કૃષ્ણની સેવા કરવામાં હતો, પરંતુ તે કૃષ્ણથી સ્વતંત્ર બની આનંદ માણવા માગતા હતો. તે પતનનું કારણ છે. કૃષ્ણની સાથે, તમે ખૂબ જ સરસ રીતે આનંદ માણી શકો છો. તમે ચિત્ર જોયા છે, કેટલી સરસ રીતે કૃષ્ણ સાથે ગોપીઓ નૃત્ય માણી રહી છે, આનંદ માણી રહી છે; ગોપાળો રમી રહ્યા છે, આનંદ માણી રહ્યા છે. કૃષ્ણ સાથે, તે તમારો વાસ્તવિક આનંદ છે. પરંતુ જ્યારે તમે કૃષ્ણ વિના આનંદ માણવા માંગો છો, તે માયા છે. તે માયા છે.

તેથી માયા હમેશા હોય છે, અને આપણે... કારણકે જ્યાં સુધી અંધકાર નથી હોતો, તમે પ્રકાશની ગુણવત્તાની કદર કરી ન શકો; તેથી કૃષ્ણે અંધકાર બનાવ્યો છે, માયા પણ, જેથી તમે પ્રકાશ શું છે તેની કદર કરી શકો. બે વસ્તુઓ જરૂરી છે. તેજ વિના, અંધકારની ગણના નથી કરી શકાતી, અને અંધકાર... અંધકાર વિના, તેજની પ્રશંસા કરી શકાતી નથી. બે વસ્તુઓ હોય છે, બાજુ બાજુમાં. જેમકે ત્યાં સૂર્યપ્રકાશ છે, અને અહીં પડછાયો છે, બાજુ બાજુમાં. તમે પડછાયાની અંદર રહી શકો; તમે પ્રકાશની અંદર રહી શકો. તે તમારી પસંદગી છે. જો આપણે અંધકારમાં રહીએ, તો પછી આપણું જીવન દુઃખી છે, અને આપણે પ્રકાશમાં રહીએ, તો તેજસ્વી... તેથી વૈદિક સાહિત્ય આપણને શિખવે છે, તમસી મા: "અંધારામાં ન રહો." જ્યોતિર ગમ: "પ્રકાશ તરફ જાઓ." તેથી આ પ્રયાસ, કૃષ્ણ ભાવનામૃત આંદોલન, લોકોને અંધકારથી પ્રકાશમાં લાવવાનો એક પ્રયાસ છે. તેથી આ તકનો દુરુપયોગ કરશો નહીં. એક યા બીજી રીતે, તમે આ આંદોલન સાથે સંપર્કમાં આવ્યા છો. આનો યોગ્ય રીતે ઉપયોગ કરો. અંધકાર તરફ જાઓ નહીં. હમેશા તેજસ્વી પ્રકાશમાં રહો.

તમારો ખૂબ ખૂબ આભાર.