GU/Prabhupada 0188 - જીવનની બધી મુશ્કેલીઓનો અંતિમ ઉકેલ



Lecture on SB 2.3.17 -- Los Angeles, July 12, 1969

વિષ્ણુજન: પ્રભુપાદ, તમે વર્ણવ્યું કે ભગવાન કારણ છે, મૂળ કારણ, અને કારણકે કોઈ ભગવાનને જાણતુ નથી, તો લોકો માટે એ કેવી રીતે શક્ય છે કે તેઓ જાણે કે તેઓ નિયંત્રિત છે? તેઓ કેવી રીતે જાણે કે તેઓ નિયંત્રિત છે કારણકે કોઈ કૃષ્ણને જાણતું નથી અને તેઓ મૂળ કારણ છે? તેઓ કેવી રીતે જાણી શકે કે કૃષ્ણને કારણે જ બધી વસ્તુઓ થાય છે?

પ્રભુપાદ: તમને કેવી રીતે ખબર પડે કે તમે રાજ્ય દ્વારા નિયંત્રિત છો? તમને કેવી રીતે ખબર પડે?

વિષ્ણુજન: રાજ્યની ન્યાય પુસ્તિકા હોય છે.

પ્રભુપાદ: તેથી આપણી પાસે ન્યાય પુસ્તિકાઓ છે. અનાદિ બહિર્મુખ જીવ કૃષ્ણ ભૂલી ગેલા, અતએવ કૃષ્ણ વેદ પુરાણે કરિલા. કારણકે તમે કૃષ્ણને ભૂલી ગયા છો, તેથી કૃષ્ણે તમને ઘણી બધી પુસ્તકો, વૈદિક સાહિત્ય આપ્યા છે. તેથી હું ભાર આપતો હતો, અર્થહીન સાહિત્ય વાંચનમાં તમારો સમય બગાડો નહીં. માત્ર આ વૈદિક સાહિત્યમાં તમારું મન કેન્દ્રિત કરો. પછી તમને ખબર પડશે. આ પુસ્તકો શા માટે છે? ફક્ત તમને કાયદા અનુસાર રહેવા માટે યાદ કરાવવા. પણ જો તમે લાભ નહીં લો, તો પછી તમે તમારા જીવનનો દુરુપયોગ કરી રહયા છો. આ પ્રચાર કાર્ય, આ પુસ્તકોનું પ્રકાશન, સાહિત્ય, મેગેઝીન, આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન, બધું તમને યાદ કરાવવા માટે છે કે કેવી રીતે આપણે નિયંત્રિત છીએ, સર્વોચ્ચ નિયંત્રક કોણ છે, કેવી રીતે તમારું જીવન સફળ થઈ શકે, કેવી રીતે તમે આ નિયંત્રિત જીવનમાંથી રાહત મેળવી શકો, કેવી રીતે તમે સ્વતંત્ર જીવન મેળવી શકો. આ જ આંદોલન છે. આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન તેજ હેતુ માટે છે; અન્યથા, આ આંદોલનની ઉપયોગિતા શું છે? તે માત્ર એક કામચલાઉ સાંત્વના આપવા માટેની "ફિલસૂફી" નથી. તે જીવનની તમામ સમસ્યાઓનો અંતિમ ઉકેલ છે, આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન. અને આ જપ તે હ્રદયની પગદંડી છે, જ્યાં તમને આ સંદેશ પ્રાપ્ત થશે. ચેતો દર્પણ માર્જનમ (ચૈ.ચ. અંત્ય ૨૦.૧૨), હ્રદયની સફાઈ. પછી તમે સંદેશ પ્રાપ્ત કરવા સક્ષમ થશો. તેથી આપણી પ્રક્રિયા ખૂબ જ વૈજ્ઞાનિક છે, અધિકૃત છે, અને જે કોઈપણ તેને લે છે તેને ધીમે ધીમે ખ્યાલ પડશે, અને તે ઉન્નત થશે. આમાં કોઈ શંકા નથી.