GU/Prabhupada 0191 - કૃષ્ણ નિયંત્રણ – એ વૃંદાવનનું જીવન છે

From Vanipedia


કૃષ્ણ નિયંત્રણ – એ વૃંદાવનનું જીવન છે
- Prabhupāda 0191


Lecture on SB 6.1.52 -- Detroit, August 5, 1975

પ્રભુપાદ: કૃષ્ણની કૃપાથી, ગુરુની કૃપાથી, બંનેની... કોઈ એકની કૃપા મેળવવાનો પ્રયત્ન ના કરો ગુરુ કૃષ્ણ કૃપાય પાય ભક્તિ-લતા બીજ. ગુરુની કૃપા દ્વારા કૃષ્ણપ્રાપ્તિ થાય છે અને કૃષ્ણ સેઈ તોમાર, કૃષ્ણ દિતે પારો. ગુરુ પાસે જવા નો અર્થ છે તેમની પાસેથી કૃષ્ણની ભિક્ષા માંગવી. કૃષ્ણ સેઈ તોમાર. કારણકે કૃષ્ણ એ કૃષ્ણના ભક્ત છે. કૃષ્ણ સ્વામી છે. પણ કૃષ્ણને કોણ વશમાં કરી શકે? કૃષ્ણનો ભક્ત. કૃષ્ણ સર્વોચ્ચ નિયંત્રક છે, પણ તેઓ ભક્ત દ્વારા નિયંત્રિત છે. એટલે જ, કૃષ્ણ ભક્ત-વત્સલ છે. જેમ કે, એક વડીલ પિતા, એક ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ અને... એક વાર્તા છે કે પ્રધાન મંત્રી ગ્લેડસ્ટોનને મળવા માટે કોઈક આવ્યું. અને મિસ્ટર ગ્લેડસ્ટોને જણાવ્યુ કે “રાહ જુઓ, હું વ્યસ્ત છું.” માટે એણે કલાકો સુધી રાહ જોઈ, પછી એ આતુર બની ગયો: તે એમના બાળકને પીઠ પર રાખીને ઘોડો બન્યા હતા. તે એમના બાળકને પીઠ પર રાખીને ઘોડો બન્યા હતા. એ શું કરતાં હતા. જોયું? પ્રધાન મંત્રી, એ સમસ્ત બ્રિટિશ સામ્રાજ્યનું નિયંત્રણ કરે છે, પણ એ એક બાળક દ્વારા પ્રેમ વડે નિયંત્રિત છે. આ છે પ્રેમ.

તેવી જ રીતે, કૃષ્ણ સર્વોચ્ચ નિયંત્રક છે.

ઈશ્વર પરમ કૃષ્ણ
સચ્ચિદાનંદ વિગ્રહ
અનાદિર આદિર ગોવિંદ
સર્વ કારણ કારણમ
(બ્ર.સં. ૫.૧)

તેઓ સર્વોચ્ચ નિયંત્રક છે, પણ તે તેમના ભકત, શ્રીમતિ રાધારણી દ્વારા નિયંત્રિત છે. તે નિયંત્રિત છે. તો, એ સમજવું સહેલું નથી કે તેમની અને ભક્ત વચ્ચેની લીલાઓ... પરંતુ, કૃષ્ણ સ્વેચ્છાએ ભક્ત દ્વારા નિયંત્રિત થવા માટે સ્વીકૃતિ આપે છે. એ કૃષ્ણનો સ્વભાવ છે. જેમ કે માતા યશોદા. માતા યશોદા કૃષ્ણને નિયંત્રિત કરે છે, બાંધે છે: “તું ખૂબ તોફાની છું, હું તને બાંધી દઇશ.” માતા યશોદા પાસે એક લાકડી છે, અને કૃષ્ણ રડી રહ્યા છે, કૃષ્ણ રડી રહ્યા છે. આ વસ્તુઓનો તમે અભ્યાસ કરો. આ શ્રીમદ ભાગવતમમાં વર્ણવેલું છે. કુંતીની પ્રાર્થના, તે કેવી રીતે સમજે છે કે “મારા વ્હાલા કૃષ્ણ, તું સર્વોચ્ચ છે.” પરંતુ, માતા યશોદાની લાકડી હેઠળ જ્યારે તું રડી રહ્યો છે, તે દ્રશ્ય મારે જોવું છે.” તો કૃષ્ણ એટલા ભકત-વત્સલ છે કે તે સર્વોચ્ચ નિયંત્રક છે. પણ એક ભક્ત, જેમ કે માતા યશોદા, એક ભક્ત જેમ કે રાધારણી, ભક્તો જેમ કે ગોપીઓ, ભક્તો જેમ કે ગોપાળો, તેઓ કૃષ્ણને નિયંત્રિત કરી શકે છે. એ વૃંદાવનનું જીવન છે.

તો આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન તમને ત્યાં લઈ જવાનો પ્રયાસ કરે છે. મૂર્ખ લોકો, તેઓ વિચલિત થાય છે. તેઓ જાણતા નથી કે કૃષ્ણ ભાવનામૃત આંદોલનનું મહત્વ શું છે? તેઓ માનવજાત ને સૌથી ઉચ્ચ લાભ, પદ, આપવાની કોશિશ કરે છે. તેઓ ભગવાન સાથે એક થવાની કોશિશ નથી કરતાં, પણ તેઓ ભગવાનને નિયંત્રિત કરવાનો હક આપે છે. આ છે કૃષ્ણ ભાવનામૃત આંદોલન.

આપનો ખૂબ ખૂબ આભાર.

ભક્તો: જય!