GU/Prabhupada 0201 - તમારૂ મૃત્યુ કેવી રીતે રોકવું



Lecture on CC Madhya-lila 20.102 -- Baltimore, July 7, 1976

તો આપણે જ્ઞાનની પાછળ છીએ, પણ કેટલી બધી વસ્તુઓથી આપણે અજાણ છીએ. તેથી સનાતન ગોસ્વામી આપણને શીખવાડે છે તેમના વ્યવહાર દ્વારા, કેવી રીતે ગુરુ પાસે જવું, અને તેમનો પ્રસ્તાવ મૂકે છે કે "હું આ રીતે કષ્ટો સહન કરું છું." તેઓ મંત્રી હતા, તેમને કષ્ટનો કોઈ પ્રશ્ન જ ન હતો. તેઓ ખૂબ સારી પરિસ્થિતિમાં હતા. તે તેમણે પહેલા જ સમજાવ્યું છે, કે ગ્રામ્ય-વ્યવહારે પંડિત, તાઈ સત્ય કરી માની (ચૈ.ચ. મધ્ય ૨૦.૧૦૦). "કેટલા બધા પ્રશ્નો છે જેનો જવાબ હું આપી ના શકું. કોઈ ઉકેલ નથી. છતાં, લોકો કહે છે કે હું ખૂબ વિદ્વાન વ્યક્તિ છું - અને હું તેને મૂર્ખતાપૂર્વક સ્વીકાર કરું છું." જ્યાં સુધી કોઈ ગુરુ પાસે નથી જતો કોઈ પણ વિદ્વાન વ્યક્તિ નથી. તદ વિજ્ઞાનાર્થમ સ ગુરુમ એવાભિગચ્છેત (મુ.ઉ. ૧.૨.૧૨). તેથી વૈદિક મત છે કે જો તમારે વિદ્વાન બનવું છે, તો તમે ગુરુ પાસે જાઓ, પ્રામાણિક ગુરુ પાસે, કહેવાતા ગુરુ પાસે નહીં.

તદ વિધિ પ્રણિપાતેન
પરિપ્રશ્નેન સેવયા
ઉપદેક્ષયન્તિ તે જ્ઞાનમ
જ્ઞાનીનસ તત્ત્વ દર્શિન:
(ભ.ગી. ૪.૩૪)

ગુરુ એટલે કે તે વ્યક્તિ જેને નિરપેક્ષ સત્યનું દર્શન કર્યું છે. તે ગુરુ છે. તત્ત્વ-દર્શિન:, તત્ત્વ એટલે કે નિરપેક્ષ સત્ય, અને દર્શિન: એટલે કે જેણે જોયું છે. તો આપણું આંદોલન, આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન, તે હેતુ માટે છે, નિરપેક્ષ સત્યને જોવા માટે, નિરપેક્ષ સત્યને સમજવા માટે, જીવનની સમસ્યાઓને જાણવા માટે અને તેનું સમાધાન પ્રાપ્ત કરવા માટે. આ વસ્તુઓ આપણી વિષય વસ્તુ છે. આપણી વિષય વસ્તુ ભૌતિક વસ્તુઓ નથી, કે એક યા બીજી રીતે તમે એક ગાડી અને સારુ ઘર અને સારી પત્નીને પ્રાપ્ત કરો, અને તમારી બધી સમસ્યાઓનું સમાધાન થઇ ગયું છે. ના. તે તમારી સમસ્યાઓનું સમાધાન નથી. સાચી સમસ્યા છે કેવી રીતે તમારા મૃત્યુને રોકવું. તે વાસ્તવિક સમસ્યા છે. પણ કારણકે તે ખૂબ જ મુશ્કેલ વિષય વસ્તુ છે, કોઈ પણ તેને અડતું નથી. "ઓહ, મૃત્યુ - આપણે શાંતિથી મરીશું." પણ કોઈ પણ શાંતિથી મરતું નથી. જો હું એક ચાકુ લઈને હું કહું કે, "હવે શાંતિથી મર," (હાસ્ય) સંપૂર્ણ શાંતિમય પરિસ્થિતિ તરત જ સમાપ્ત. તે રડવા લાગશે. તો આ વ્યર્થ છે, જો કોઈ કહે છે કે, "હું શાંતિથી મરીશ." કોઈપણ શાંતિથી નથી મરતું, તે શક્ય નથી. તેથી મૃત્યુ એક સમસ્યા છે. જન્મ પણ એક સમસ્યા છે. કોઈ પણ માતાના ગર્ભની અંદર શાંત નથી. તે હવા-બંધ, ભરેલી જગ્યા છે, અને આજકાલ ત્યાં મરવાનો ખતરો પણ છે. તો ત્યાં કોઈ શાંતિનો પ્રશ્ન જ નથી, જન્મ અને મૃત્યુ. અને પછી વૃદ્ધાવસ્થા. જેમ કે હું હવે વૃદ્ધ માણસ છું, મને કેટલા બધા કષ્ટો છે. તો વૃદ્ધ અવસ્થા. અને રોગ, દરેકને અનુભવ છે, માત્ર માથાનો દુખાવો પણ પર્યાપ્ત છે તમને કષ્ટ આપવા માટે. સાચી સમસ્યા છે આ જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને રોગ. તે વાક્ય કૃષ્ણ દ્વારા કહેવાયેલું છે, જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોશાનુદર્શનમ (ભ.ગી. ૧૩.૯). જો તમે બુદ્ધિશાળી છો, તમારે જીવનની આ ચાર સમસ્યાઓને ખૂબજ ભયાનક તરીકે લેવી જોઈએ.

તો તેમની પાસે કોઈ જ્ઞાન નથી; તેથી તેઓ આ પ્રશ્નોથી દૂર ભાગે છે. પણ આપણે આ પ્રશ્નોને ખૂબજ ગંભીરતાથી લઈએ છીએ. તે અંતર છે બીજા આંદોલનોમાં અને આ કૃષ્ણ ભાવનામૃત આંદોલનમાં. આપણું આંદોલન છે કેવી રીતે આ બધી સમસ્યાઓનું નિરાકરણ કરવું.