GU/Prabhupada 0210 - સંપૂર્ણ ભક્તિમાર્ગ ભગવાનની કૃપા ઉપર આધારિત છે



Lecture on SB 1.15.30 -- Los Angeles, December 8, 1973

તો જો તમારે ભગવદ ગીતા સમજવી છે, તો આપણે ઠીક તે રીતે સમજવી જોઈએ જેમ કે તે વ્યક્તિ કે જેણે સાક્ષાત સાંભળી છે. તેને કહેવાય છે પરંપરા પદ્ધતિ. ધારો કે મે મારા ગુરુ મહારાજ પાસેથી કઈ સાંભળ્યું છે, તો હું તમને તે જ વાત કહું. તો આ પરંપરા પદ્ધતિ છે. તમે કલ્પના ના કરી શકો કે મારા ગુરુ મહારાજે શું કહ્યું હતું. કે જો તમે થોડા પુસ્તક પણ વાંચો, તો પણ જ્યાં સુધી તમે મારી પાસેથી સમજો નહીં, તમે સમજી ના શકો. આને કહેવાય છે પરંપરા પદ્ધતિ. તમે કુદીને ઉપરના ગુરુ પાસે જઈ ના શકો, મારો કહેવાનો અર્થ છે, સૌથી નિકટના આચાર્યની ઉપેક્ષા કરીને, સૌથી નિકટવર્તી આચાર્ય. જેમ કે આપણું, આ... ચૈતન્ય મહાપ્રભુનો સંપ્રદાય; પણ આપણે શ્રી ચૈતન્ય મહાપ્રભુને સીધા સમજી નથી શકતા. તે શક્ય નથી. આપણને ગોસ્વામીઓના માધ્યમ દ્વારા સમજવું જોઈએ. તેથી તમને મળશે શ્રી ચૈતન્ય-ચરિતામૃતમાં અને દર અધ્યાયના અંતમાં, લેખક કહે છે, રૂપ રઘુનાથ પદે... તે શું છે? કૃષ્ણદાસ. રૂપ રઘુનાથ પદે સદા યાર આશ ચૈતન્ય-ચરિતામૃત કહે કૃષ્ણ-દાસ આ પદ્ધતિ છે. તેઓ એમ નથી કેહતા કે "મે ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુને સીધા સમજી લીધા છે." ના. તે સમજ નથી. તે મૂર્ખતા છે. તમે સમજી ના શકો કે શ્રી ચૈતન્ય મહાપ્રભુ શું છે. તેથી વારંવાર તેઓ કહે છે,

શ્રી રૂપ-રઘુનાથ પદે સદા યાર આશ
ચૈતન્ય-ચરિતામૃત કહે કૃષ્ણ-દાસ

"હું તે કૃષ્ણદાસ, કવિરાજ છું જે હંમેશા ગોસ્વામીઓના સંરક્ષણના અંતર્ગત છું."

આ પરંપરા પદ્ધતિ છે. તેવી જ રીતે, નરોત્તમ દાસ ઠાકુર પણ કહે છે, એઈ છાય ગોસાઈ જાર તાર મૂઈ દાસ, "હું તે વ્યક્તિઓનો દાસ છું જેણે છ ગોસ્વામીઓને તેમના સ્વામીના રૂપમાં માની લીધા છે. "હું બીજા કોઈનો દાસ થવાનો નથી જે (છ ગોસ્વામીઓની પદ્ધતિને) સ્વીકાર કરતો નથી..." તેથી અમે કહીએ છીએ, અથવા આપણે આપણા ગુરુને પ્રાર્થના અર્પણ કરીએ છીએ, રૂપાનુગ વરાય તે, રૂપાનુગ વરાય તે, કારણકે તે રૂપ ગોસ્વામીને સ્વીકાર કરે છે, તેથી આપણે તેમને ગુરુના રૂપમાં સ્વીકાર કરીએ છીએ, એવું નથી કે કોઈ વ્યક્તિ રૂપ ગોસ્વામી કરતા વધારે બની ગયો છે... ના. તાંદેર ચરણ સેબી ભક્ત સને વાસ. આ પરંપરા પદ્ધતિ છે.

હવે, અહીં પણ તે જ વાત કહેલી છે: અર્જુન, જેણે પ્રત્યક્ષ કૃષ્ણ પાસેથી સાંભળ્યું છે. ક્યારેક, અમુક લોકો કહે છે - તે ધૂર્તતા છે - કે "અર્જુને પ્રત્યક્ષ કૃષ્ણ પાસેથી સાંભળ્યુ, પણ અમે કૃષ્ણને અમારા પ્રત્યક્ષ જોઈ નથી શકતા, તો હું કેવી રીતે સ્વીકાર કરી શકું?" તે સાક્ષાત ઉપસ્થિતિનો પ્રશ્ન નથી, કારણકે તમને પૂર્ણ જ્ઞાન વિષે કોઈ ખ્યાલ જ નથી. કૃષ્ણના શબ્દ, ભગવદ ગીતા, કૃષ્ણથી અભિન્ન છે. તે કૃષ્ણથી અભિન્ન છે. જ્યારે તમે ભગવદ્ ગીતાને સાંભળો છો, તમે સીધા કૃષ્ણ પાસેથી સાંભળો છો, કારણ કે કૃષ્ણ અભિન્ન છે. કૃષ્ણ પૂર્ણ છે. કૃષ્ણ, કૃષ્ણનું નામ, કૃષ્ણનું રૂપ, કૃષ્ણના ગુણ, કૃષ્ણનો ઉપદેશ, કૃષ્ણનું બધું, તે બધું કૃષ્ણ છે. તે બધા કૃષ્ણ જ છે. આને સમજવું જ પડે. તે કૃષ્ણથી અલગ નથી. તેથી કૃષ્ણનું રૂપ અહીં છે, તે કૃષ્ણ છે. તે મૂર્તિ નથી. "તે એક સંગે મર્મરની મૂર્તિ છે." ના. તે કૃષ્ણ છે. તે તમારી સામે પ્રકટ થયા છે કારણકે તમે કૃષ્ણને જોઈ નથી શકતા. તમે પથ્થર, લાકડાને જોઈ શકો છો; તેથી તેઓ તે રૂપમાં પ્રકટ થયા છે. તમે વિચારો છો કે તે પથ્થર કે લાકડું છે, પણ તે પથ્થર કે લાકડું નથી; તે કૃષ્ણ છે. તેને કહેવાય છે નિરપેક્ષ સત્ય. તેવી જ રીતે કૃષ્ણના શબ્દો પણ કૃષ્ણથી અભિન્ન છે. જ્યારે કૃષ્ણના શબ્દો છે ભગવદ ગીતામાં, તે કૃષ્ણ છે.

જેમ કે દક્ષિણ ભારતનો બ્રાહ્મણ. જેવી તેણે તેની (ભગવદ્ ગીતાને) ખોલી... તે ભણેલો ન હતો, તે ભગવદ ગીતા વાંચી ન હતો શકતો. પણ તેના ગુરુ મહારાજે કહ્યું હતું કે "તું રોજ ભગવદ ગીતાના અઢાર અધ્યાય વાંચજે." તો તે ભ્રમિત થઇ ગયો હતો, કે "હું તો ભણેલો નથી, હું તો નથી... ઠીક છે, મને આપો...ભગવદ ગીતા." તો તે રંગનાથ મંદિરમાં હતો. તેને ભગવદ ગીતા લીધી અને ચાલુ કર્યું. તે વાંચી ના શક્યો. તો તેના મિત્રો જે તેને જાણતા હતા, તેઓ મજાક કરવા લાગ્યા, "હે બ્રાહ્મણ, તું કેવી રીતે ભગવદ ગીતા વાંચે છે?" તેણે જવાબ ન આપ્યો કારણકે તે જાણતો હતો કે તેના મિત્રો મજાક કરી રહ્યા હતા કારણ કે "હું જાણતો નથી... હું અભણ છું." પણ જ્યારે ચૈતન્ય મહાપ્રભુ આવ્યા, તેઓ પણ અચંબિત થયા, "અરે બ્રાહ્મણ, તું ભગવદ ગીતા વાંચે છે?" તેણે કહ્યું, "સાહેબ, હું તો અભણ છું. હું વાંચી નથી શકતો. તે શક્ય નથી. પણ મારા ગુરુ મહારાજે મને આદેશ આપ્યો છે વાંચવા માટે. હું શું કરી શકું? મેં આ પુસ્તક લીધી છે." તે ગુરુના વાક્યનો પાકો અનુયાયી છે. તે અભણ છે. તે વાંચી નથી શકતો. કોઈ શક્યતા નથી. પણ તેના ગુરુ મહારાજે આદેશ આપ્યો હતો, "તારે રોજ ભગવદ ગીતા વાંચવી જ જોઈએ, અઢાર અધ્યાય." હવે આ શું છે? તેને કહેવાય છે વ્યવસાયાત્મિકા બુદ્ધિ: હું અપૂર્ણ હોઈ શકું છું. તેનો કોઈ વાંધો નથી. પણ જો હું મારા ગુરુ મહારાજના શબ્દોનું પાલન કરવાનો પ્રયાસ કરું, ત્યારે હું પૂર્ણ બની જાઉં.

આ રહસ્ય છે. યસ્ય દેવે પરા ભક્તિર યથા દેવે તથા ગુરૌ (શ્વે. ઉ. ૬.૨૩). જો વ્યક્તિને પૂર્ણ પુરુષોત્તમ ભગવાનમાં દ્રઢ વિશ્વાસ છે, અને એટલી જ શ્રદ્ધા ગુરુમાં છે, યથા દેવે તથા ગુરૌ, ત્યારે શાસ્ત્રોનો મર્મ પ્રકટ થાય છે. તે શિક્ષા નથી. તે વિદ્વત્તા નથી. તે કૃષ્ણ અને ગુરુમાં શ્રદ્ધા છે. તેથી ચૈતન્ય ચરિતામૃત કહે છે ગુરુ-કૃષ્ણ કૃપાય પાય ભક્તિ લતા બીજ (ચૈ.ચ. મધ્ય. ૧૯.૧૫૧). શિક્ષણ દ્વારા નહીં, વિદ્વત્તા દ્વારા નહીં, ક્યારેય પણ નથી કેહવામાં આવ્યું. ચૈતન્ય મહાપ્રભુ કહે છે ગુરુ-કૃષ્ણ-કૃપાય પાય ભક્તિ લતા બીજ, ગુરુની કૃપા દ્વારા, કૃષ્ણની કૃપા દ્વારા. તે કૃપાનો પ્રશ્ન છે. તે વિદ્વત્તાનો કે પાંડિત્યનો કે ઐશ્વર્ય કે ધનનો પ્રશ્ન નથી. ના. સંપૂર્ણ ભક્તિ માર્ગ ભગવાનની કૃપા ઉપર આધારિત છે. તો આપણે કૃપા માટે પ્રયાસ કરવો જોઈએ. અથાપી તે દેવ પદાંબુજ દ્વય પ્રસાદ લેષાનુગ્રહિત એવ હી, જાનાતિ તત્ત્વમ... શ્રી.ભા. ૧૦.૧૪.૨૯). પ્રસાદ-લેશ, લેશ એટલે કે અંશ. જે વ્યક્તિએ ભગવાનની કૃપાનો એક નાનકડો અંશ પણ પ્રાપ્ત કર્યો છે, તે સમજી શકે છે. બીજા, ન ચાન્ય એકો અપિ ચિરમ વિચિન્વન. બીજા, તે લાખો વર્ષો માટે શુષ્ક ચિંતન કરી શકે છે. છતાં સમજવું શક્ય નથી. તો ભગવદ ગીતા તેના મૂળ રૂપે, અમે પ્રસ્તુત કરીએ છીએ, કારણકે અમે ભગવદ ગીતાને તેમ પ્રસ્તુત કરીએ છીએ જેમ અર્જુને સમજી હતી. અમે ડોકટોર રાધાકૃષ્ણન, આ પંડિત, તે પંડિત, આ ધૂર્ત, તે... ના. અમે ત્યાં જતાં નથી. તે અમારું કાર્ય નથી. તે પરંપરા છે.