GU/Prabhupada 0211 - આપણું મિશન છે શ્રી ચૈતન્ય મહાપ્રભુની ઇચ્છાને સ્થાપિત કરવી



Lecture on CC Adi-lila 1.4 -- Mayapur, March 28, 1975

તમે કૃષ્ણ ભાવનામૃતની પરે શ્રી ચૈતન્ય મહાપ્રભુની કૃપા વગર કૂદી નથી શકતા. અને શ્રી ચૈતન્ય મહાપ્રભુના માધ્યમથી જવું એટલે કે છ ગોસ્વમીઓના દ્વારા જવું. આ પરંપરાની પદ્ધતિ છે. તેથી નરોત્તમ દાસ ઠાકુર કહે છે,

એઈ છાઈ ગોસાઈ જાર તાર મુઈ દાસ
તા સબાર પદ રેણુ મોર પંચ ગ્રાસ

આ પરંપરા પદ્ધતિ છે. તમે કૂદી નથી શકતા. તમારે પરંપરા પદ્ધતિ દ્વારા જ જવું જોઈએ. તમારે પોતાના ગુરુ મહારાજના માધ્યમ દ્વારા છ ગોસ્વામીઓ સુધી પહોંચવું પડશે. અને ગોસ્વામીઓના માધ્યમથી તમારે શ્રી ચૈતન્ય મહાપ્રભુ સુધી પહોંચવું પડશે, અને શ્રી ચૈતન્ય મહાપ્રભુના માધ્યમથી તમારે કૃષ્ણ સુધી પહોંચવું પડશે. આ રીત છે. તેથી નરોત્તમ દાસ ઠાકુરે કહ્યું છે એઈ છાઈ ગોસાઈ જાર તાર મુઈ દાસ. આપણે દાસોના દાસ છીએ. આ ચૈતન્ય મહાપ્રભુની શિક્ષા છે, ગોપી ભર્તુ: પદ કમલયોર દાસ દાસાનુદાસ (ચૈ.ચ. મધ્ય ૧૩.૮૦). જેટલા વધારે તમે દાસોના દાસ બનશો, તમે વધારે સિદ્ધ છો. અને એકાએક તમારે સ્વામી બનવું છે તો તમે નરકમાં જશો, બસ. તેમ ન કરો. આ ચૈતન્ય મહાપ્રભુની શિક્ષા છે. જો તમે દાસના દાસના દાસ, તેવી રીતે જશો ત્યારે તમે વધારે ઉન્નત છો. અને જો તમે તેવું વિચારશો કે તમે સ્વામી છો, ત્યારે તમે નરકમાં જાઓ છો. આ પદ્ધતિ છે. દાસ-દાસાનુદાસ. શ્રી ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું છે. તો દાસ, દાસ, દાસ, સો વાર દાસ, તેનો અર્થ છે કે તે ઉન્નત છે. તે ઉન્નત છે. અને જે સીધો સ્વામી બનવાનો પ્રયાસ કરે છે, ત્યારે તે નરકમાં છે.

તો અનાર્પિત-ચરીમ ચિરાત (ચૈ.ચ. આદિ ૧.૪). તો આપણે હમેશા શ્રીલ રૂપ ગોસ્વામીના ઉપદેશને યાદ રાખવો જોઈએ. તેથી આપણે પ્રાર્થના કરીએ છીએ, શ્રી ચૈતન્ય મનોભીષ્ઠમ સ્થાપિતમ યેન ભૂતલે. આપણું લક્ષ્ય છે શ્રી ચૈતન્ય મહાપ્રભુની ઈચ્છાને સ્થાપિત કરવું. તે આપણું કાર્ય છે. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે. શ્રીલ રૂપ ગોસ્વામીએ તે કરી દીધું છે. તેમણે આપણને કેટલા બધા ગ્રંથો આપ્યા છે, વિશેષ કરીને ભક્તિ-રસામૃત સિંધુ, જે અમે અંગ્રેજી ભાષામાં "નેકટર ઓફ ડિવોશન" નામે પ્રકાશિત કર્યું છે, ભક્તિના વિજ્ઞાનને સમજવા માટે. આ શ્રીલ રૂપ ગોસ્વામીનું સૌથી શ્રેષ્ટ યોગદાન છે, કેવી રીતે ભક્ત બનવું. કેવી રીતે ભક્ત બનવું. તે કોઈ ભાવુકતા નથી; તે એક વિજ્ઞાન છે. આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન એક મહાન વિજ્ઞાન છે. યદ વિજ્ઞાન સમન્વીતમ. જ્ઞાનમ મે પરમમ ગુહ્યમ યદ વિજ્ઞાન સમન્વીતમ (શ્રી.ભા. ૨.૯.૩૧). તે ભાવુકતા નથી. જો તમે તેને ભાવુકતાના રૂપે લેશો, તો તે ઉપદ્રવ મચાવશે. તે શ્રીલ રૂપ ગોસ્વામીનો ઉપદેશ છે. તેમણે કહ્યું છે,

શ્રુતિ સ્મૃતિ પુરાણાદિ
પંચરાત્રીકી વિધિમ વિના
ઐકાંતિકી હરેર ભક્તિર
ઉત્પાતાયૈવ કલ્પતે
(ભ.ર.સિ. ૧.૨.૧૦૧)