GU/Prabhupada 0216 - કૃષ્ણ ઉત્તમ-વર્ગના છે, તેમના ભક્તો પણ ઉત્તમ-વર્ગના છે



Lecture on SB 1.7.47-48 -- Vrndavana, October 6, 1976

આ વૈષ્ણવનો ભાવ છે. પર-દુઃખ-દુઃખી. વૈષ્ણવ પર-દુઃખ-દુઃખી છે. તે વૈષ્ણવની યોગ્યતા છે. તે પોતાના કષ્ટો વિશે ધ્યાન નથી આપતો. પણ તે, એક વૈષ્ણવ, દુઃખી થાય છે જ્યારે બીજા કષ્ટમાં છે. તે વૈષ્ણવ છે. પ્રહલાદ મહારાજે કહ્યું હતું,

નૈવોદ્વીજે પર દુરત્યય વૈતારણ્યાસ
ત્વદ વીર્ય ગાયન મહામૃત મગ્ન ચિત્ત:
શોચે તતો વિમુખ ચેતસ ઇન્દ્રીયાર્થ
માયા સુખાય ભરમ ઉદ્વહતો વિમૂઢાન
(શ્રી.ભા. ૭.૯.૪૩)

પ્રહલાદ મહારાજને તેના પિતા દ્વારા કેટલું બધું કષ્ટ આપવામાં આવ્યું હતું, અને તેના પિતાને મારી નાખવામાં આવ્યા હતા. અને છતાં, જ્યારે તેમને ભગવાન નરસિંહદેવ દ્વારા વરદાન આપવામાં આવ્યુ, તેમણે તેનો સ્વીકાર ના કર્યો. તેમણે કહ્યું, સ વૈ વણિક. હે પ્રભુ, અમે રજો-ગુણ, તમો-ગુણના પરિવારમાં જન્મેલા છે. રજો-ગુણ, તમો-ગુણ. અસુર લોકો આ બે નીચ ગુણો દ્વારા પ્રભાવિત થાય છે, રજો-ગુણ અને તમો-ગુણ. અને જે લોકો દેવતા છે, તેઓ સત્ત્વ-ગુણ દ્વારા પ્રભાવિત થાય છે.

આ ભૌતિક જગતમાં ત્રણ ગુણ છે. સત્ત્વ ગુણ... ત્રિ-ગુણમયી. દૈવી હી એષા ગુણમયી (ભ.ગી. ૭.૧૪). ગુણમયી, ત્રિગુણમયી. આ ભૌતિક જગતમાં સત્ત્વ-ગુણ, રજો-ગુણ, તમો-ગુણ. તો જે લોકો સત્ત્વ-ગુણ દ્વારા પ્રભાવિત થાય છે, તે પ્રથમ વર્ગના છે. પ્રથમ વર્ગના એટલે કે આ ભૌતિક જગતમાં પ્રથમ વર્ગના. આધ્યાત્મિક જગતમાં નહીં. આધ્યાત્મિક જગત જુદું છે. તે નિર્ગુણ છે, કોઈ ભૌતિક ગુણ નહીં. ત્યાં કોઈ પ્રથમ-વર્ગ, દ્વિતીય-વર્ગ, તૃતીય-વર્ગ નથી. બધું પ્રથમ-વર્ગનું છે. તે નિરપેક્ષ છે. કૃષ્ણ પ્રથમ વર્ગના છે. તેમના ભક્તો પણ પ્રથમ વર્ગના છે. વૃક્ષો પ્રથમ-વર્ગના છે, પક્ષીઓ પ્રથમ-વર્ગના છે, ગાયો પ્રથમ-વર્ગની છે, વાંછરડાઓ પ્રથમ વર્ગના છે. તેથી તેને નિરપેક્ષ કેહવાય છે. કોઈ સાપેક્ષ દ્વિતીય-વર્ગ, તૃતીય-વર્ગ, ચતુર્થ-વર્ગ નો ખ્યાલ નહીં. ના. બધું પ્રથમ વર્ગનું છે. આનંદ-ચિન્મય-રસ-પ્રતીભાવીતાભી: (બ્ર.સં. ૫.૩૭). બધું આનંદ-ચિન્મય-રસથી બનેલું છે. કોઈ વર્ગીકરણ નથી. વ્યક્તિ દાસ્ય-રસમાં સ્થિત હોય, અથવા તે સાંખ્ય-રસમાં સ્થિત હોય, અથવા વાત્સલ્ય-રસ અથવા માધુર્ય-રસમાં, તે બધા એક છે. તેમાં કોઈ અંતર નથી. પણ વિવિધતા છે. તમને આ રસ ગમે છે, મને આ રસ ગમે છે, તે સ્વીકૃત છે.

તો, અહી આ ભૌતિક જગતમાં, તે ત્રણ રસ દ્વારા પ્રભાવિત થાય છે, અને પ્રહલાદ મહારાજ, હિરણ્યકશિપુના પુત્ર હોવાથી, તે પોતાને માનતા હતા કે "હું રજો ગુણ અને તમો ગુણ દ્વારા પ્રભાવિત થયો છું." તેઓ વૈષ્ણવ છે, તે ત્રણે ગુણોની પરે છે, પણ એક વૈષ્ણવ ક્યારેય તેના ગુણોનું અભિમાન નથી કરતો. વાસ્તવમાં, તે ક્યારે પણ અનુભવ નથી કરતો કે, તે ખૂબ ઉન્નત છે, તે ખૂબ જ્ઞાની છે. તે હમેશા વિચારે છે, "હું સૌથી નીચો છું."

તૃણાદ અપી સુનીચેન
તરોર અપી સહિષ્ણુના
અમાનીના માનદેના
કીર્તનીય સદા હરિ:
(ચૈ.ચ. આદિ ૧૭.૩૧)

આ વૈષ્ણવ છે.