GU/Prabhupada 0217 - દેવહુતિની એક પૂર્ણ નારીના રૂપે સ્થિત છે



Lecture on SB 3.28.1 -- Honolulu, June 1, 1975

તો આ રાજકુમારી, એટલે કે મનુની પુત્રી, કર્દમ મુનીની સેવા કરવા લાગી. અને યોગ આશ્રમમાં, ત્યાં એક ઝૂંપડી હતી, અને સારું ભોજન, કોઈ દાસી, એવું કઈ પણ ન હતું, તો ધીમે ધીમે તે ખૂબજ દૂબળી અને પાતળી બની ગઈ, અને તે ખૂબજ સુંદર હતી, રાજાની પુત્રી. તો કર્દમ મુનીએ વિચાર્યું કે "તેના પિતાએ મને તેને સોંપી, અને તે પોતાના સ્વાસ્થ્ય અને સૌન્દર્યમાં ક્ષીણ થઈ રહી છે. તો પતિ તરીકે, મારે તેના માટે કઈ કરવું જોઈએ." તો યોગ શક્તિ દ્વારા તેમણે એક મોટું વિમાન બનાવ્યું જેમાં એક શહેર હતું. તે યોગિક સિદ્ધિ છે. ૭૪૭ નહીં. (હાસ્ય) એટલું મોટું શહેર હતું, એક સરોવર હતું, બગીચો હતો, દાસીઓ હતી, મોટા, મોટા મહેલો અને આખી વસ્તુ આકાશમાં તરી રહી હતી, અને તેમણે તેને વિવિધ ગ્રહો બતાવ્યા. આ રીતે... તે ચોથા અધ્યાયમાં બતાવેલું છે, તમે તેને વાંચી શકો છો. તો એક યોગીના રૂપે તેમણે તેને બધી રીતે સંતુષ્ટ કરી. અને પછી તેને સંતાન જોઈતા હતા. તો કર્દમ મુનીએ તેનાથી નવ છોકરીઓ અને એક પુત્રની ઉત્પત્તિ કરી હતી, તે વચન સાથે કે "જેવા તને તારા સંતાનો પ્રાપ્ત થશે, ત્યારે હું જતો રહીશ." હું હમેશ માટે તારી સાથે નથી રહેવાનો." તો તે સમ્મત થઈ ગઈ હતી. તો સંતાનોની પ્રાપ્તિ પછી જેમાંથી કપિલદેવ, એક પુત્ર હતા, અને જ્યારે તેઓ મોટા થયા, તેમણે પણ કીધું, "મારા પ્રિય માતા, મારા પિતાએ ઘર છોડ્યું. હું પણ ઘરને છોડીશ. જો તમારે મારી પાસેથી કઈ ઉપદેશ લેવો છે, તો તમે લઇ શકો છો. પછી હું જતો રહીશ." તો જતાં પેહલા તેઓ પોતાની માતાને ઉપદેશ આપે છે.

હવે, દેવહુતિની સ્થિતિ છે કે તે એક આદર્શ નારી છે. તેને સારા પિતા, સારા પતિ અને શ્રેષ્ઠ પુત્ર પ્રાપ્ત થયા હતા. તો એક સ્ત્રીને જીવનમાં ત્રણ અવસ્થાઓ છે. પુરુષને દસ અવસ્થાઓ છે, આ ત્રણ અવસ્થાઓ એટેલે કે, જ્યારે તે જુવાન છે, તેણે પોતાના પિતાના સંરક્ષણમાં રેહવું જોઈએ. જેમ કે દેવહુતિ, જ્યારે તે મોટી થઇ ત્યારે, તેણે પોતાના પિતાને કહ્યું કે "મારે તે સજ્જન સાથે લગ્ન કરવા છે, તે યોગી." અને પિતાએ પણ તે આપ્યું. તો, જ્યા સુધી તેના લગ્ન ન થયા હતા, ત્યાર સુધી તે તેના પિતાના સંરક્ષણમાં રહી હતી. અને જ્યારે તેનો વિવાહ થયો, તે પોતાના યોગી પતિ સાથે રહી. અને તે કેટલી બધી રીતે કષ્ટમાં મુકાઈ હતી કારણકે તે રાજકુમારી હતી, રાજાની પુત્રી. અને આ યોગી, તે એક ઝૂંપડીમાં હતા, કોઈ ભોજન નહીં, કોઈ શરણ નહીં, એવું કશું નહીં. તો તેણે કષ્ટ ભોગવવું પડ્યું હતું. તો તેણે ક્યારેય પણ એવું ન હતું કહ્યું કે "હું રાજાની પુત્રી છું. હું ઘણા ઐશ્વર્યમય વાતાવરણમાં ઉછરી છું. હવે મને એવા પતિ પ્રાપ્ત થયા છે જે મને સારૂ ઘર, કે સારુ ભોજન નથી આપી શકતા. તેમને છૂટાછેડા આપી દઉં." ના. તે ક્યારેય પણ ન હતું થયું. તે સ્થિતિ હતી નહીં. "કોઈ પણ રીતે, મારા પતિ, તે કઈ પણ હોઈ શકે છે, કારણકે મે કોઈ સજ્જનને મારા પતિના રૂપે સ્વીકાર કર્યા છે, મારે તેમના સુખની વ્યવસ્થા કરવી જોઈએ, અને તેમની કઈ પણ સ્થિતિ છે, તેનો વાંધો નહીં." તે એક સ્ત્રીનું કર્તવ્ય છે. પણ તે વૈદિક ઉપદેશ છે. આજકાલ, જેવો થોડો પણ તફાવત, મતભેદ થાય છે, તરત જ છૂટાછેડા. બીજા પતિને શોધો. ના. તે રહી હતી. અને તેને સર્વોત્તમ પુત્ર પ્રાપ્ત થયો હતો, પરમ ભગવાન, કપિલ. તો આ ત્રણ અવસ્થાઓ છે. સ્ત્રીઓએ આકાંક્ષા કરવી જોઈએ... સૌથી પ્રથમ, તેના કર્મના આધારે તેને એક યોગ્ય પિતાની નીચે સ્થાન મળે છે. અને પછી એક યોગ્ય પતિની નીચે,અને પછી કપિલદેવની જેમ એક સારી સંતાનને પૈદા કરે છે.