GU/Prabhupada 0222 - આ આંદોલનને આગળ વધારવાનું છોડતા નહીં



His Divine Grace Srila Bhaktisiddhanta Sarasvati Gosvami Prabhupada's Disappearance Day, Lecture -- Los Angeles, December 9, 1968

તો આ એટલું સારું આંદોલન છે. અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયીશ્યામી મા શુચ: (ભ.ગી. ૧૮.૬૬). ભગવદ ગીતા કહે છે, ભગવાન કહે છે, લોકોના દુઃખો તેમના પાપમય કૃત્યોનાં કારણે છે. અજ્ઞાન. અજ્ઞાન પાપમય કૃત્યોનું કારણ છે. જેમ કે એક માણસ જાણતો નથી. ધારો કે મારા જેવો એક વિદેશી અમેરિકામાં આવે છે અને તે જાણતો નથી કે... કારણકે ભારતમાં....જેમ કે તમારા દેશમાં, વાહનો જમણી બાજુથી ચલાવવામાં આવે છે, ભારતમાં, મેં જોયું હતું કે લંડનમાં પણ, ગાડી ડાબી બાજુથી ચલાવામાં આવે છે. તો ધારો કે તે નથી જાણતો, તે ગાડી ડાબી બાજુ ચલાવશે અને તે કોઈ અકસ્માત કરશે, અને તેને પોલીસ દ્વારા પકડવામાં આવે છે. અને જો તે કહે છે, "સાહેબ, મને ખબર નથી કે ગાડી જમણી બાજુથી ચલાવવામાં આવે છે," તેનાથી તેને માફ નહીં કરવામાં આવે. કાનૂન દ્વારા તેને સજા આપવામાં જ આવશે. તો અજ્ઞાન કારણ છે પાપમય કૃત્યો માટે અથવા નિયમ ભંગ કરવા માટે. અને જેવુ તમે કોઈ પાપમય કૃત્ય કરો, તમારે તેનું પરિણામ ભોગવવું જ પડે. તો આખી દુનિયા અજ્ઞાનમાં છે, અને અજ્ઞાનના કારણે તે કેટલા બધા કર્મ અને તેના ફળો દ્વારા બદ્ધ થાય છે, સારા કે ખરાબ. આ ભૌતિક જગતમાં કઈ પણ સારું નથી; બધું ખરાબ જ છે.

તો આપણે કઈક સારું અને કઈક ખરાબ એમ નિર્મિત કર્યું છે. અહી.. કારણકે ભગવદ ગીતામાંથી આપણે સમજીએ છીએ કે આ જગ્યા દુ:ખાલયમ અશાશ્વતમ (ભ.ગી. ૮.૧૫) છે. તો આ જગ્યા દુઃખ માટે છે. તો કેવી રીતે તમે કહી શકો છો, આ દુઃખમય પરિસ્થિતિમાં, તમે કેવી રીતે કહી શકો છો, કે "આ સરસ છે" અથવા "આ ખરાબ છે." બધું જ ખરાબ છે. તો જે લોકો જાણતા નથી - ભૌતિક, બદ્ધ જીવન - તે કઈ નિર્માણ કરે છે, "આ સારું છે, આ ખરાબ છે," કારણકે તેમને ખબર નથી કે અહી બધું ખરાબ છે, કઈ પણ સારું નથી. વ્યક્તિ આ ભૌતિક જગત વિશે ખૂબજ નિરાશાવાદી હોવો જોઈએ. ત્યારે તે આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ કરી શકે છે. દુ:ખાલયમ અશાશ્વતમ (ભ.ગી. ૮.૧૫). આ જગ્યા માત્ર કષ્ટોથી ભરેલી છે, અને જો તમે વિશ્લેષણ કરીને અભ્યાસ કરશો, તો તમને માત્ર કષ્ટમય સ્થિતિ મળશે. તેથી આખી સમસ્યા છે કે આપણે આપણા ભૌતિક બદ્ધ જીવનને ત્યાગી દેવું જોઈએ, અને કૃષ્ણ ભાવનામૃતમાં આપણે આધ્યાત્મિક સ્તર સુધી ઉપર ઉઠવાનો પ્રયાસ કરવો જોઈએ. અને ત્યાંથી ભગવદ ધામમાં પ્રવેશ કરવા માટે યોગ્ય બનવું, યદ ગત્વા ન નિવર્તન્તે તદ ધામમ પરમમ મમ (ભ.ગી. ૧૫.૬), જ્યાં જઈને, કોઈ આ ભૌતિક જગતમાં પાછું નહીં આવે. અને તે છે ભગવાનનું પરમ ધામ.

તો આ વિવરણ ભગવદ ગીતામાં આપેલું છે, તો આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન અધિકૃત છે, ખૂબજ મહત્વપૂર્ણ છે. હવે, તમે અમેરિકી છોકરાઓ અને છોકરીઓ જેમણે આ આંદોલનને સ્વીકાર્યું છે, કૃપા કરીને તેને વધારે ગંભીરતાથી લેજો અને... આ ભગવાન ચૈતન્યનું લક્ષ્ય છે અને મારા ગુરુ મહારાજનું પણ અને અમે પણ તેને ગુરુ શિષ્ય પરંપરા દ્વારા અમલ કરવાનો પ્રયાસ કરીએ છીએ. તમે આગળ વધીને આવ્યા છો મને મદદ કરવા માટે. હું તમે બધાને વિનંતી કરું છું કે હું જતો રહીશ, પણ તમે રેહશો. આ આંદોલનને આગળ વધારવાનું છોડતા નહીં, અને તમને ભગવાન ચૈતન્ય આશીર્વાદ આપશે અને કૃષ્ણ કૃપામુર્તિ શ્રી શ્રીમદ ભક્તીસિદ્ધાંત સરસ્વતી ગોસ્વામી પ્રભુપાદ.

આપનો ખૂબ ખૂબ ધન્યવાદ.