GU/Prabhupada 0225 - નિરાશ ન થાઓ, ભ્રમિત ન થાઓ
Lecture at Engagement -- Columbus, may 19, 1969
માનવ સભ્યતાનું લક્ષ્ય છે પોતાને સમજવા માટે, હું કોણ છું તે જાણવા માટે, અને તેના પ્રકારે કાર્ય કરવા માટે. તો, ભાગવત કહે છે કે જો આપણે પોતાને સમજવાના સ્તર સુધી નથી પહોંચી શકતા, ત્યારે હું જે પણ કરું છું, તે માત્ર પરાજય છે, કે માત્ર સમય બગાડવો છે. તે જ સમયે ચેતાવણી છે, કે આપણે આપણા જીવનનો એક પણ ક્ષણ બગાડવો ન જોઈએ. કૃપા કરીને આ વૈદિક ઉપદેશોને સમજવાનો પ્રયાસ કરો, તે કેટલા સરસ છે. ચાણક્ય પંડિત નામના એક મહાન રાજનીતિજ્ઞ છે. તેઓ સમ્રાટ ચંદ્રગુપ્તના પ્રધાન મંત્રી હતા, જે ગ્રીસના મહાન એલેક્ઝાંડરના સમકાલીન હતા. તો, તેઓ સમ્રાટ ચંદ્રગુપ્તના પ્રધાન મંત્રી હતા અને તેમણે કેટલા બધા સામાજિક અને નૈતિક ઉપદેશો આપ્યા છે. તેમના એક શ્લોકમાં તેઓ કહે છે, આયુષ: ક્ષણ એકો અપિ ન લભ્ય: સ્વર્ણ કોટિભી: આયુષ:, "તમારા જીવનગાળામાં." ધારો કે તમે વીસ વર્ષના છો. આજ ૧૯મી મે છે, અને સાંજના ૪ વાગ્યા છે, હવે આ સમય ૧૯મી મે, ૧૯૬૯, સાંજના ચાર, જતાં રહ્યા. તમને આ સમય પાછો ક્યારેય પણ નહીં મળે ભલે તમે લાખો ડોલર પણ કેમ ખર્ચ કરવા માટે તૈયાર નથી. તમે સમજવાનો પ્રયાસ કરો. તેવી જ રીતે, તમારા જીવનનો એક ક્ષણ પણ વ્યર્થમાં ઉપયોગ થયો હોય, માત્ર ઇન્દ્રિય તૃપ્તિની વિષય વસ્તુમાં - ખાવા, ઊંઘવા, પ્રજનન અને સંરક્ષણ - તો તમને તમારા જીવનનું મૂલ્ય ખબર નથી. તમને તમારા જીવનનો એક ક્ષણ પણ પાછો નથી મળવાનો કેટલા લાખો ડોલરો આપવા છતાં પણ. જરા સમજવાનો પ્રયાસ કરો કેટલું મહત્વપૂર્ણ છે અને મૂલ્યવાન છે તમારું જીવન.
તો આપણું કૃષ્ણ ભાવનામૃત આંદોલન લોકોને તે જાણકારી આપવા માટે છે કે તેનું જીવન કેટલું મૂલ્યવાન છે, અને કેવી રીતે ઉપયોગ કરવો. આપણું આંદોલન છે સર્વે સુખીનો ભવંતુ: બધા સુખી થાઓ. માત્ર માનવ સમાજ નહીં, પણ પશુનો સમાજ પણ. આપણે બધાને સુખી જોવા છે. તે કૃષ્ણ ભાવનામૃત આંદોલન છે. અને તે વ્યવહારિક છે; તે સ્વપ્ન નથી. તમે સુખી બની શકો છો. તમે નિરાશ ન થાઓ, ભ્રમિત ન થાઓ. તમારા જીવનનું મૂલ્ય છે. તમે, આ જીવનમાં, તમારા શાશ્વત જીવનનો સાક્ષાત્કાર કરી શકો છો, શાશ્વત જીવન જ્ઞાન અને આનંદથી પૂર્ણ. તે સંભવ છે; તે અસંભવ નથી. તો અમે દુનિયામાં માત્ર આ સંદેશનો પ્રચાર કરી રહ્યા છીએ કે, "તમારું જીવન ખૂબજ મૂલ્યવાન છે. તેને બિલાડી અને કુતરાની જેમ બગાડો નહીં. તેનો પૂર્ણ રૂપે સદુપયોગ કરવાનો પ્રયાસ કરો." તે વાક્ય ભગવદ ગીતામાં છે. અમે ભગવદ ગીતા તેના મૂળ રૂપે પ્રકાશિત કરી છે. તેને વાંચવાનો પ્રયાસ કરો. ભગવદ ગીતાના ચોથા અધ્યાયમાં કહેલું છે કે, જન્મ કર્મ ચ મે દિવ્યમ યો જાનાતિ તત્ત્વત: (ભ.ગી. ૪.૯) જો વ્યક્તિ માત્ર તે સમજવાનો પ્રયાસ કરશે કે કૃષ્ણ શું છે, તેમનું કાર્ય શું છે, તેમનું જીવન શું છે, તેઓ ક્યા રહે છે, તેઓ શું કરે છે...,જન્મ કર્મ. જન્મ એટલે કે પ્રાકટ્ય અને અપ્રાકટ્ય; કર્મ મતલબ કાર્યો; દિવ્યમ - દિવ્ય. જન્મ કર્મ મે દિવયમ યો જાનાતી તત્ત્વત: કોઈ કૃષ્ણના પ્રાકટ્ય અને કર્મને પૂર્ણ રૂપે જાણે છે - ભાવથી નહીં પણ વૈજ્ઞાનિક અભ્યાસ દ્વારા - ત્યારે પરિણામ છે કે ત્યકત્વા દેહમ પુનર જન્મ નૈતિ મામ ઇતિ સો અર્જુન (ભ.ગી. ૪.૯). તો માત્ર કૃષ્ણને સમજવાથી, તમારે ફરી પાછા આ દુઃખમય ભૌતિક અવસ્થામાં પાછા આવાની કોઈ જરૂર નથી. તે વાસ્તવમાં સત્ય છે. તમારા જીવનમાં પણ, આ જીવનમાં, જો તમે સમજશો, તો તમે સુખી બનશો.