GU/Prabhupada 0238 - ભગવાન સારા છે, તેઓ સંપૂર્ણપણે સારા છે



Lecture on BG 2.3 -- London, August 4, 1973

તો અતઃ શ્રી કૃષ્ણ નામાદી ન ભવેદ ગ્રાહ્યમ ઇન્દ્રીયૈ: (ચૈ.ચ. મધ્ય ૧૭.૧૩૬). તો કૃષ્ણનું આ આચરણ, સાધારણ માણસ કેવી રીતે સમજી શકે? કારણકે તેની પાસે સાધારણ ઇન્દ્રિયો છે, તેથી તે ભૂલ કરે છે. કેમ કૃષ્ણ? કૃષ્ણનો ભક્ત, વૈષ્ણવ પણ. તે પણ કહેલું છે, વૈષ્ણવેર ક્રિયા મુદ્રા વિજ્ઞેહ ના બુઝાય (ચૈ.ચ. મધ્ય ૧૭.૧૩૬). એક વૈષ્ણવ આચાર્ય પણ, જે તેઓ કરે છે, સૌથી નિષ્ણાત બુદ્ધિશાળી વ્યક્તિ પણ સમજી નથી શકતો કેમ તેઓ તે કરે છે. તેથી આપણે ઉચ્ચ અધીકારીઓનું અનુકરણ ન કરવું જોઈએ, પણ આપણે ઉચ્ચ અધિકારીયો દ્વારા આપેલા આદેશનું પાલન કરવું પડે. તે શક્ય નથી. કૃષ્ણ અર્જુનને લડવા માટે ઉત્તેજિત કરે છે. તેનો અર્થ એવો નથી કે આપણે પણ તેવી રીતે ઉત્તેજિત કરી શકીએ છીએ, ના. તે અનૈતિક થશે. કૃષ્ણ માટે તે અનૈતિક નથી. તેઓ કઈ પણ કરે છે... ભગવાન સારા છે, ભગવાન સર્વ-રીતે સારા છે. આપણે તેનો સ્વીકાર કરવો જોઈએ. જે કઈ પણ તેઓ કરે છે, તે સર્વ-રીતે સારું છે. તે એક બાજુ છે. અને હું જે પણ અધિકારીના આદેશ વગર કરું છું, તે સંપૂર્ણ રીતે ખરાબ છે. તેમને કોઈના પાસેથી આદેશની જરૂર નથી. ઈશ્વર: પરમ કૃષ્ણ (બ્ર.સં. ૫.૧). તેઓ પરમ નિયામક છે. તેમને કોઈના ઉપદેશની જરૂર નથી. તેઓ જે કઈ પણ કરે છે, તે પૂર્ણ છે. તે કૃષ્ણની સમજૂતી છે. અને એવું નથી કે કૃષ્ણનો અભ્યાસ મારે પોતાની રીતે કરવો જોઈએ. કૃષ્ણ તમારી પરીક્ષા કે કસોટીનું પાત્ર નથી. તેઓ સર્વોપરી છે. તેઓ દિવ્ય છે. તેથી જે લોકોને દિવ્ય દ્રષ્ટિ નથી, તેઓ કૃષ્ણ વિશે ગેરસમજ કરે છે. અહી તેઓ પ્રત્યક્ષ ઉત્તેજિત કરે છે,

ક્લૈબ્યમ મા સ્મ ગમઃ પાર્થ
નૈતત ત્વયી ઉપપદ્યતે
ક્ષુદ્રમ હ્રદય દૌર્બલ્યમ
ત્યક્ત્વોત્તિષ્ઠ પરંતપ
(ભ.ગી. ૨.૩)

પરંતપ, આ શબ્દ, આ જ શબ્દ, નો પ્રયોગ થયો છે કે "તુ ક્ષત્રિય છું, તુ રાજા છું. તારું કર્તવ્ય છે ઉપદ્રવી લોકોને ઠપકો આપવો. તે તારું કર્તવ્ય છે. તુ ઉપદ્રવી લોકોને માફ ના કરી શકે." ભૂતકાળમાં રાજાઓ ખૂબ જ... રાજા પોતે નિર્ણય લેતો હતો. એક ગુનેગારને રાજાની સામે લાવવામાં આવતો હતો, અને જો રાજા તેને ઠીક માને, તે પોતાની તલવાર લઈને, તરત જ તેનું માથું કાપી નાખે. તે રાજાનું કર્તવ્ય હતું. ખૂબ પેહલા જ નહીં, લગભગ સો વર્ષો પેહલા કાશ્મીરમાં, રાજા, જેવો ચોરને પકડવામાં આવે, તેને રાજા સામે લઇ જવામાં આવે, અને જો તેને સાબિત થઈ જાય કે તે ચોર છે, તેણે ચોરી કરી છે, તરત જ રાજા પોતે તેના હાથ કાપી નાખતો. સો વર્ષો પેહલા પણ. તો બીજા બધા ચોરોને ધમકી મળતી, "આ તમારી સજા છે." તો કોઈ ચોરી ન કરતું. કાશ્મીરમાં કોઈ ચોરી, કોઈ ડકૈતી ન હતી. જો કોઈનું રોડ ઉપર કઈ ખોવાઈ ગયું હોય, તે ત્યાં જ રહેશે. કોઈ તેને અડશે નહીં. આદેશ હતો, રાજાનો આદેશ હતો, "જો રસ્તા ઉપર કોઈ વસ્તુ દેખરેખ વગર પડેલી છે, તમે તેને અડી ના શકો. જે માણસ તેને છોડી ગયો છે, તે આવશે; અને તે લેશે. તમે ના લઇ શકો." સો વર્ષો પેહલા પણ. તો આ મૃત્યુદંડની જરૂર છે આજકાલ મૃત્યુદંડ માફ છે, હત્યારાઓને ફાસી આપવામાં નથી આવતી. આ બધું ખોટું છે, બધી ધૂર્તતા. એક હત્યારાને મારવો જ જોઈએ. કોઈ દયા નહીં. કેમ એક મનુષ્યના હત્યારાને? એક પશુના હત્યારાને પણ તરત જ ફાસી આપવી જોઈએ. તે રાજ્ય છે. એક રાજા એટલો કડક હોવો જોઈએ.