GU/Prabhupada 0239 - કૃષ્ણને સમજવા માટે વિશેષ ઇન્દ્રિયોની જરૂર પડે



Lecture on BG 2.3 -- London, August 4, 1973

તો આ સહાનુભૂતિ અર્જુનની સહાનુભૂતિની જેમ છે. આ સહાનુભૂતિ, હવે રાજ્ય હત્યારા પ્રત્યે સહાનુભૂતિ દાખવે છે તેને નહીં મારવા માટે. તે અર્જુન છે. તે હ્રદય-દૌર્બલ્યમ છે. તે કર્તવ્ય નથી. વ્યકિતએ ઉચ્ચ અધિકારી દ્વારા નિર્દિષ્ટ આદેશનું ખૂબ કડકાઈથી પાલન કરવું જોઈએ, વગર કોઈ વિચારના. તો આ હ્રદયની દુર્બળતા છે, આ પ્રકારની સહાનુભૂતિ. પણ સામાન્ય માણસ સમજી નથી શકતો. તેથી કૃષ્ણને સમજવા માટે, વ્યક્તિને વિશેષ ઇન્દ્રિયોની જરૂરત છે, વિશેષ ઇન્દ્રિયોની, સામાન્ય ઇન્દ્રિયોની નહીં. વિશેષ ઇન્દ્રિયો એટલે કે તમારે તમારી આંખોને કાઢીને બીજી આંખો મુકવી પડશે? ના. તમારે શુદ્ધ કરવું પડશે. તત પરત્વેન નીર્મલમ (ચૈ.ચ. મધ્ય ૧૯.૧૭૦). જેમ કે જો તમારી આંખોમાં કોઈ રોગ છે, તો તમે દવા લગાડો, અને જ્યારે સ્પષ્ટ થઇ જશે, ત્યારે તમે બધું સ્પષ્ટ રીતે જોઈ શકો છો; તેવી જ રીતે, આ જડ ઇન્દ્રિયો દ્વારા, આપણે સમજી નથી શકતા કૃષ્ણ શું છે. સેવોન્મુખે હી જિહવાદૌ સ્વયમ એવ સ્ફૂરતી અદઃ (ભ.ર.સિ. ૧.૨.૨૩૪). જેમ શ્રી કૃષ્ણ નામાદૌ, કૃષ્ણના નામ, રૂપ, ગુણ, ઈત્યાદી, આ જડ ઇન્દ્રિયો દ્વારા સમજી નથી શકતા, તો તે કેવી રીતે થવાનું છે? હવે, સેવોન્મુખે હી જિહવાદૌ. ફરી જિહવાદૌ, જીભથી શરુ થઈને, જીભનું નિયંત્રણ. જરા જુઓ, શું તે કઈ વિશેષ છે, કે "તમારે કૃષ્ણને સમજવા પડે તમારી જીભને નિયંત્રિત કરીને?" આ થોડું અદ્ભુત છે. કેવી રીતે? કૃષ્ણને સમજવા માટે મારે મારી જીભને નિયંત્રિત કરવી પડે? પણ, શાસ્ત્રનો નિર્દેશ છે: સેવોન્મુખે હી જિહવાદૌ, જિહવા એટલે કે જીભ. તો કૃષ્ણને જોવા માટે, કૃષ્ણને સમજવા માટે, તમારૂ પહેલું કાર્ય છે જીભને નિયંત્રિત કરવી. તેથી અમે કહીએ છીએ, માંસ ના ખાઓ, દારુ ના પીઓ. કારણકે તે જીભને નિયંત્રિત કરે છે. જીભ સૌથી શક્તિશાળી શત્રુ છે, વિકૃત રૂપમાં. અને આ ધૂર્તો તેઓ કહે છે, "ના, તમને જે ગમે તે તમે ખાઈ શકો છો. તેને ધર્મ સાથે કઈ લેવા દેવા નથી." પણ વૈદિક શાસ્ત્ર કહે છે, "અરે ધૂર્ત, સૌથી પેહલા તું તારી જીભને નિયંત્રિત કર. પછી તું સમજી શકીશ કે ભગવાન શું છે."

તો આને કેહવાય છે વૈદિક ઉપદેશ - પૂર્ણ. જો તમે તમારી જીભને નિયંત્રિત કરશો, ત્યારે તમે તમારા પેટને નિયંત્રિત કરશો, ત્યારે તમે તમારી જનનેદ્રિયને નિયંત્રિત કરશો. રૂપ ગોસ્વામી ઉપદેશ આપે છે,

વાચો વેગમ મનસો ક્રોધ વેગમ
જીહ્વા વેગમ ઉદરોપસ્થ વેગમ
એતાન વેગાન યો વિષહેત ધીર:
સર્વામ અપિ મામ સ પૃથ્વીમ સ શિષ્યાત
(ઉપદેશામૃત ૧)

આ ઉપદેશ છે, કે જે પણ જીભને નિયંત્રિત કરવા માટે સમર્થ બન્યો છે, મનને નિયંત્રણ કરવા માટે, ક્રોધને નિયંત્રિત કરવા માટે, પેટને નિયંત્રિત કરવા માટે અને જનનેદ્રિયને નિયંત્રિત કરવા માટે - જો આ છ પ્રકારના નિયંત્રણ છે, તો તે ગુરુ બનવા માટે યોગ્ય છે; તે સંપૂર્ણ વિશ્વભરમાં શિષ્ય બનાવા માટે યોગ્ય છે. અને જો તમે તમારી જીભને નિયંત્રિત નથી કરી શકતા, જો તમે તમારા ક્રોધને નિયંત્રિત નથી કરી શકતા, તમે તમારા માનસિક તર્ક-વિતર્કને નિયંત્રિત નથી કરી શકતા, તો તમે કેવી રીતે ગુરુ બની શકો? તે શક્ય નથી. પૃથ્વીમ સ શિષ્યાત. જેણે તે કર્યું... તેને ગોસ્વામી કેહવાય છે, ગોસ્વામી કે સ્વામી, ઇન્દ્રિયોનો સ્વામી. આ છ પ્રકારને નિયંત્રિણનો સ્વામી.

તો શરૂઆત છે જીભ. સેવોન્મુખે હી જિહવાદૌ સ્વયમ એવ સ્ફુરતી અદઃ (ભ.ર.સિ ૧.૨.૨૩૪). સેવા. જીભ ભગવાનની સેવામાં વપરાઈ શકે છે. કેવી રીતે? તમે હરે કૃષ્ણનો જપ કરો, હમેશા ગુણગાન કરો. વાચાંસી વૈકુંઠ ગુણાનુવર્ણને (શ્રી.ભા. ૯.૪.૧૮-૨૦). વાચાંસી, એટલે કે વાત કરવું. વાત કરવું જીભનું કાર્ય છે, અને સ્વાદ કરવો તે જીભનું કાર્ય છે. તો જીભને ભગવાનની સેવામાં લગાડો, ગુણગાન કરીને. જ્યારે પણ... તમે સંકલ્પ કરો કે "જ્યારે પણ હું વાત કરીશ, હું માત્ર વાત કરીશ, કૃષ્ણનું ગુણગાન કરવા માટે, તેનાથી વધારે નહીં." તે જીભનું નિયંત્રણ છે. જો તમે તમારી જીભને કઈ વ્યર્થ વાતો કરવા નહીં દો, ગ્રામ્ય-કથા.... ક્યારેક આપણે સાથે બેસીએ છીએ. આપણે કેટલી વ્યર્થ વાતો કરીએ છીએ. તેને નિયંત્રિત કરવું જોઈએ. "હવે મેં મારી જીભને ભગવાનની સેવા માટે સંલગ્ન કરી છે, તો હવે હું ઇન્દ્રિય તૃપ્તિ વિશે કઈ પણ વાત નહીં કરું." આ જીભનું નિયંત્રણ છે. "જે કૃષ્ણને અર્પિત નથી તેવું હું કઈ નહીં ખાઉ." તે જીભનું નિયંત્રણ છે. તો આ નાની પદ્ધતિઓ છે, પણ તેમનું મૂલ્ય ખૂબ, ખૂબ મહાન છે, તો કૃષ્ણ તે તપસ્યા દ્વારા પ્રસન્ન થશે, અને તેઓ પ્રકટ કરશે. તમે સમજી ના શકો. તમે કૃષ્ણને જોઈ નથી શકતા. તમે કૃષ્ણને આદેશ ન આપી શકો કે, "હે કૃષ્ણ, કૃપા કરીને આવો, તમારી વાંસળી લઈને નાચતા નાચતા. હું તમને જોઈશ." આ આદેશ છે. કૃષ્ણ તમારા આદેશના પાત્ર નથી. તેથી ચૈતન્ય મહાપ્રભુ આપણને શિક્ષા આપે છે, આશ્લીશ્ય વા પાદ રતામ પિનશ્ટુ મામ મર્મ-હતામ કરોતુ વા અદર્શનમ (ચૈ.ચ. અંત્ય ૨૦.૪૭).