GU/Prabhupada 0243 - એક શિષ્ય ગુરુ પાસે આધ્યાત્મિક પ્રકાશ માટે આવે છે



Lecture on BG 2.9 -- London, August 15, 1973

પ્રદ્યુમ્ન: અનુવાદ, "સંજયે કહ્યું: આવી રીતે કહીને, અર્જુને, જે શત્રુઓને હરાવનાર છે, કૃષ્ણને કહ્યું, "ગોવિંદ, હું લડીશ નહીં,' અને મૌન થઈ ગયો." પ્રભુપાદ: પાછલા શ્લોકમાં, અર્જુને કહ્યું હતું કે "લડવામાં કોઈ લાભ નથી કારણકે વિરોધી પક્ષમાં બધા મારા સગા સંબંધીઓ છે, અને તેમને મારીને, જો હું વિજયી પણ બનીશ, તો તેમાં શું લાભ છે?" તે આપણે અનુભવ કર્યું છે, કે તેવા પ્રકારનો ત્યાગ, અજ્ઞાનના કારણે થાય છે. વાસ્તવમાં, તે બહુ બુદ્ધિશાળી મત નથી. તો આ રીતે, એવમ ઉક્ત્વા, "એવું કહીને, 'તો લડવામાં કોઈ લાભ નથી.' " એવમ ઉક્ત્વા, "આમ કહીને," ઋષિકેશમ, તે ઇન્દ્રિયોના સ્વામી સાથે વાત કરે છે. અને પાછલા શ્લોકમાં તેણે કહ્યું હતું કે, શિષ્યસ તે અહમ પ્રપન્નમ (ભ.ગી. ૨.૭) "હું તમારો શરણાગત શિષ્ય છું." તો કૃષ્ણ ગુરુ બને છે, અને અર્જુન તેમનો શિષ્ય. પેહલા તેઓ મિત્રોના જેમ વાતો કરી રહ્યા હતા. પણ મિત્રોની જેમ વાતો કરવાથી કોઈ ગંભીર પ્રશ્નનો ઉકેલ ના આવી શકે. જ્યારે કોઈ ગંભીર વિષય વસ્તુ છે, તેની ચર્ચા અધિકારીઓ વચ્ચે થવી જોઈએ.

તો ઋષિકેશમ, મેં ઘણી વાર સમજાવ્યું છે. ઋષિક એટલે કે ઇન્દ્રિયો, અને ઈશ એટલે કે તેના સ્વામી. ઋષિક-ઈશ, બન્ને મળે છે. ઋષિકેશ. તેવી જ રીતે, અર્જુન પણ. ગુડાક ઈશ. ગુડાક એટલે કે અંધકાર, અને ઈશ... અંધકાર એટલે કે અજ્ઞાન.

અજ્ઞાન તિમીરાન્ધસ્ય
જ્ઞાનાન્જન શલાકયા
ચક્ષુર ઉન્મિલીતમ યેન
તસ્મૈ શ્રી ગુરવે નમ:

ગુરુનું કર્તવ્ય છે... એક શિષ્ય, ગુરુ પાસે જ્ઞાન માટે આવે છે. દરેક વ્યક્તિ જન્મથી મૂર્ખ છે. દરેક વ્યક્તિ. મનુષ્યો પણ, કારણકે તે પશુ યોનીથી મનુષ્ય યોનીમાં પ્રવેશ કરે છે. તો જન્મ સમાન છે, અજ્ઞાનમાં, પશુઓની જેમ. તેથી, ભલે વ્યક્તિ મનુષ્ય હોય, તેને શિક્ષણની જરૂર છે. પશુ શિક્ષણ નથી પ્રાપ્ત કરી શકતું, પણ એક મનુષ્ય શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે. તેથી શાસ્ત્ર કહે છે, નાયમ દેહો દેહ ભાજામ નૃલોકે કષ્ટાન કામાન અર્હતે વિદ ભુજામ યે (શ્રી.ભા. ૫.૫.૧). મે ઘણી વાર આ શ્લોકનું ઉચ્ચારણ કર્યું છે, અને હવે... મનુષ્ય કરતા નીચેની યોનીઓમાં, આપણે ખૂબ મેહનત કરવી પડે છે, માત્ર જીવનની ચાર જરૂરતો માટે: આહાર, નિદ્રા, પ્રજનન અને સંરક્ષણ. ઇન્દ્રિય તૃપ્તિ. મુખ્ય ઉદ્દેશ્ય છે ઇન્દ્રિય તૃપ્તિ. તેથી વ્યક્તિએ ખૂબ મેહનત કરવી પડે છે. પણ આ મનુષ્ય જીવનમાં કૃષ્ણ, આપણને કેટલા બધા સુવિધાઓ અને બુદ્ધિ આપે છે. આપણે આપનું જીવન ખૂબજ સુખદ બનાવી શકીએ છીએ, પણ કૃષ્ણ ભાવનામૃતમાં સંપૂર્ણતા પ્રાપ્ત કરવાના હેતુથી. તમે સુખી રહો. તેમાં કોઈ વાંધો નથી. પણ પશુઓના જેમ ના રહો, માત્ર ઇન્દ્રિય તૃપ્તિને વધારતા. મનુષ્યનો પરિશ્રમ છે સુખી બનવા માટે, પણ તે સુખી રેહવા માગે છે ઇન્દ્રિય તૃપ્તિ માટે. તે આધુનિક સભ્યતાની ભૂલ છે. યુક્તાહાર-વિહારશ ચ યોગો ભવતી સિદ્ધિ. ભગવદ ગીતામાં કહેલું છે યુક્તાહાર. હા, તમારે ખાવું જ જોઈએ, તમારે ઊંઘવું જ જોઈએ, તમારે ઇન્દ્રિયોને સંતુષ્ટ કરવી જ જોઈએ, તમારે રક્ષણની વ્યવસ્થા પણ કરવી જોઈએ - જેટલું શક્ય હોય તેટલું, તમારા ધ્યાનને વધુ પથભ્રષ્ટ ન કરવું. આપણે ખાવું પડશે, યુક્તાહાર. તે હકીકત છે. પણ અત્યાહાર નહીં. રૂપ ગોસ્વમીએ તેમના ઉપદેશામૃતમાં સલાહ આપેલી છે,

અત્યાહાર પ્રયાસશ ચ
પ્રજલ્પો નિયમાગ્રહ:
લૌલ્યમ જન સંગશ ચ
શદ્ભીર ભક્તિર વિનશ્યતી
(ઉપદેશામૃત ૨)

જો તમારે આધ્યાત્મિક ચેતનામાં વિકાસ કરવો છે - કારણકે તે જીવનનું એકમાત્ર લક્ષ્ય છે - તો તમારે વધુ ન ખાવું જોઈએ, અત્યાહાર, કે વધારે સંગ્રહ કરવો. અત્યાહાર પ્રયાસશ ચ પ્રજલ્પો નિયમાગ્રહ: તે આપણો સિદ્ધાંત છે.