GU/Prabhupada 0242 - મૂળ સંસ્કૃતિની દિશામાં પાછું ફરવું ખૂબ જ મુશ્કેલ છે
Lecture on BG 2.3 -- London, August 4, 1973
પ્રભુપાદ: કાલે જ આપણે વાંચી રહ્યા હતા કે, જ્યારે મનુ, વૈવસ્વત મનુ, કર્દમ મુનિ, તે પ્રાપ્ત કરી રહ્યા છે, "સાહેબ, મને ખબર છે કે તમારું પ્રવાસ કરવું શું છે, એટલે કે તમે...," તેને શું કેહવાય છે, તેને શું કેહવાય છે, પરીક્ષા લેવી?
ભક્ત: તપાસ
પ્રભુપાદ: તપાસ, હા, તપાસ. "તમારું પ્રવાસ કરવું એટલે કે તપાસ કરવું કે વર્ણાશ્રમ... કે બ્રાહ્મણ એક બ્રાહ્મણની જેમ કાર્ય કરે છે, ક્ષત્રિય ક્ષત્રિયની જેમ કાર્ય કરે છે." તે રાજાનો પ્રવાસ છે. રાજાનો પ્રવાસ કોઈ મોજ માટે નથી કે સરકારના ખર્ચે ક્યાંય પણ જઈને પાછુ આવવું. ના. તે.. ક્યારેક રાજા જોતા હતા કે વર્ણાશ્રમ ધર્મનું પાલન થઇ રહ્યું છે કે નહીં, બરાબર રીતે જળવાય છે કે નહીં, કે પછી કોઈ વ્યક્તિ ફક્ત હિપ્પીની જેમ સમય બરબાદ કરી રહ્યો છે. ના, તે ના થઈ શકે. તે ના થઈ શકે. હવે તમારી સરકારમાં તપાસ છે કે કોઈ રોજગાર વગર ના હોય. પણ કેટલી બધી વસ્તુઓની વ્યવહારિક રૂપે તપાસ કરવામાં નથી આવતી. પણ તે સરકારનું કર્તવ્ય છે બધુ જોવું. વર્ણાશ્રમાચરવતા, બધા લોકો બ્રાહ્મણની જેમ વ્યવહાર કરે છે. માત્ર મિથ્યા રૂપે તમે બ્રાહ્મણ બનો મિથ્યા રૂપે તમે ક્ષત્રિય બનો - ના. તમારે કરવું જ પડે. તો તે રાજાનું કર્તવ્ય હતું, સરકારનું કર્તવ્ય હતું. હવે બધુ ઉલટ-ફેર થઇ ગયું છે. કોઈ પણ વસ્તુનો વ્યવહારિક ઉપયોગ નથી. તેથી ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું છે, કલૌ...
- હરેર નામ હરેર નામ
- હરેર નામૈવ કેવલમ
- કલો નાસ્તિ એવ નાસ્તિ એવ નાસ્તિ
- એવ ગતિર અન્યથા
- (ચૈ.ચ. આદિ ૧૭.૨૧)
તે ખૂબ જ મુશ્કેલ છે મૂળ સંસ્કૃતિની પદ્ધતિ પર જવું.
તો એક વૈષ્ણવ માટે, જેમ કે હું કાલે સમજાવતો હતો કે, ત્રિ-દશ-પુર આકાશ પુષ્પાયતે દુર્દાન્તેન્દ્રીય કાલ-સર્પ-પટલી. તો ઇન્દ્રિયોને વશમાં કરવું, તે દુર્દાન્ત છે. દુર્દાન્ત એટલે કે દુષ્કર. ઇન્દ્રિયોને નિયંત્રિત કરવું ખૂબ જ, ખૂબ જ મુશ્કેલ છે. તેથી યોગ પદ્ધતિ, ધ્યાન યોગ પદ્ધતિ - માત્ર અભ્યાસ કરવા માટે કે કેવી રીતે ઇન્દ્રિયોને નિયંત્રિત કરવી. પણ એક ભક્ત માટે... તે... જેમ કે જીભ. જો તે માત્ર હરે કૃષ્ણ મંત્રના જપ માટે અને કૃષ્ણના પ્રસાદ ગ્રહણ કરવા માટે સંલગ્ન થાય છે, ત્યારે આખી વસ્તુ પૂર્ણ થાશે, પૂર્ણ યોગી. પૂર્ણ યોગી. તો એક ભક્ત માટે, ઇન્દ્રિયોની સાથે કોઈ પણ મુશ્કેલી નથી. કારણકે ભક્તને ખબર છે કેવી રીતે દરેક ઇન્દ્રિયને ભગવાનની સેવામાં વાપરવી. ઋષિકેણ ઋષિકેશ સેવનમ (ચૈ.ચ. મધ્ય ૧૯.૧૭૦). તે ભક્તિ છે. ઋષીક એટલે કે ઇન્દ્રિયો. જ્યારે ઇન્દ્રિયો માત્ર કૃષ્ણ, ઋષિકેશની સેવા માટે વપરાય છે, ત્યારે યોગાભ્યાસ કરવાની કોઈ જરૂર નથી. આપમેળે તે કૃષ્ણની સેવામાં જોડાઈ જાય છે. તેમને બીજી કોઈ પ્રવૃત્તિ નથી. તે સર્વોચ્ચ છે. તેથી કૃષ્ણ કહે છે,
- યોગીનામ અપિ સર્વેશામ
- મદ-ગતેન-અંતર આત્મના
- શ્રદ્ધાવાન ભજતે યો મામ
- સ મે યુક્તતમો મત:
- (ભ.ગી. ૬.૪૭)
"એક પ્રથમ-વર્ગનો યોગી તે છે જે હમેશા મારું ચિંતન કરે છે." તેથી આ હરે કૃષ્ણ મંત્રનો જપ, જો આપણે માત્ર તેને સાંભળીએ અને જપ કરીએ, પ્રથમ વર્ગનો યોગી. તો આ વિધિ છે. કૃષ્ણ ઈચ્છે છે કે અર્જુન "કેમ તું આ મનની દુર્બળતામાં પડેલો છે?" તું મારા સંરક્ષણમાં છે. હું તને આદેશ આપું છું લડવા માટે. કેમ તું તેને માનતો નથી?" આ તાત્પર્ય છે.
આપનો ખૂબ ખૂબ ધન્યવાદ.