GU/Prabhupada 0246 - જે પણ વ્યક્તિ કૃષ્ણનો ભક્ત બની જાય છે, તેના શરીરમાં બધા જ સદગુણો પ્રકટ થાય છે



Lecture on BG 2.9 -- London, August 15, 1973

આ ભૌતિક જગત, કહેવાતો પ્રેમ, સમાજ, મૈત્રી અને પ્રેમ - બધું જ તે ઇન્દ્રિય તૃપ્તિ ઉપર આધારિત છે, મૈથુનાદી, મૈથુનથી પ્રારંભ કરીને. યન મૈથુનાદી ગૃહમેધી સુખમ હી તુચ્છમ (શ્રી.ભા. ૭.૯.૪૫). તો જ્યારે વ્યક્તિ આ મૈથુનાદી-સુખમથી બહાર આવી જાય છે, ત્યારે તે મુક્ત બની જાય છે, સ્વામી, ગોસ્વામી. જ્યા સુધી વ્યક્તિ આ મૈથુન-ક્રિયાથી આસક્ત છે, કામવાસના, તે સ્વામી કે ગોસ્વામી નથી. સ્વામી એટલે કે જ્યારે વ્યક્તિ ઇન્દ્રિયોનો સ્વામી બને છે. જેમ કૃષ્ણ ઇન્દ્રિયોના સ્વામી છે, તેવી જ રીતે જ્યારે વ્યક્તિ કૃષ્ણ ભાવનાભાવિત બને છે ત્યારે તે પણ ઇન્દ્રિયોનો સ્વામી બને છે. એવું નથી કે ઇન્દ્રિયોને રોકવી પડે છે. ના. તેમને નિયંત્રિત કરવી જોઈએ. "જ્યારે મને જરૂર છે, ત્યારે હું તેનો પ્રયોગ કરીશ, નહિતો હું તેને વાપરીશ નહીં." તે ઇન્દ્રિયોનો સ્વામી છે. "હું ઇન્દ્રિયોના વશમાં આવીને કાર્ય નહીં કરું. ઇન્દ્રિયોએ મારા નિર્દેશન અનુસાર કાર્ય કરવું જોઈએ." તે સ્વામી છે.

તેથી અર્જુનને ગુડાકેશ કેહવાય છે. તે સ્વામી છે... તે પણ, જ્યારે તેને ગમે છે. તે કાયર નથી, પણ તે કૃપાળુ છે કારણકે તે ભક્ત છે. કારણકે તે કૃષ્ણનો ભક્ત છે... જે પણ કૃષ્ણનો ભક્ત બની જાય છે, બધા સદ-ગુણો તેના શરીરમાં પ્રકટ થાય છે. યસ્યાસ્તી ભક્તિર ભગવતી અકિંચન સર્વૈર ગુણેસ તત્ર સમાસતે સુરા: (શ્રી.ભા. ૫.૧૮.૧૨). બધા દિવ્ય ગુણો. તો અર્જુન, તે પણ... નહિતો તે કૃષ્ણના આટલો નિકટનો મિત્ર કેવી રીતે બની શકે જ્યા સુધી તે પણ એક જ અવસ્થા પર નથી? મિત્રતા ખૂબજ પાકી બની જાય છે જ્યારે બંને મિત્ર એક જ સ્તર ઉપર હોય. એક જ આયુ, એક જ શિક્ષણ, એક જ માન-પ્રતિષ્ઠા, એકજ સુંદરતા. જેટલી વધારે સમાનતા હોય, મિત્રતા એટલી પાકી હોય છે. તો અર્જુન પણ કૃષ્ણના સમાન સ્તર ઉપર છે. જેમ કે જો કોઈ રાજા કે રાણી કે રાષ્ટ્રપતિનો મિત્ર બને છે. તો તે સાધારણ વ્યક્તિ નથી. તે પણ તે જ પદનો હોવો જોઈએ. જેમ કે ગોસ્વામીઓ. ગોસ્વામીઓ, જ્યારે તેમણે પોતાનું પારિવારિક જીવન છોડી દીધું... તે શ્રીનિવાસ આચાર્ય દ્વારા વર્ણિત છે, ત્યકત્વા તુર્ણમ અશેષ મંડલ પતિ શ્રેણીમ સદા તુચ્છવત. મંડલ-પતિ, મોટા, મોટા નેતાઓ. મંડલ-પતિ. મોટા, મોટા નેતાઓ, જામીનદારો. મોટા, મોટા, મોટા માણસો. તે મંત્રી હતા. કોણ તેમના મિત્ર બની શકે છે જ્યાર સુધી તે પણ મોટા માણસ નથી? તો રૂપ ગોસ્વામીએ તેમનો સંગ છોડી દીધો. જેવા રૂપ ગોસ્વામી અને સનાતન ગોસ્વામી શ્રી ચૈતન્ય મહાપ્રભુથી પરિચિત થયા, તરત જ તેમણે નિર્ણય લીધો કે "અમે આ મંત્રીપદથી રાજીનામું આપીને શ્રી ચૈતન્ય મહાપ્રભુ સાથી જોડાઈ જઈશું તેમને મદદ કરવા માટે." તેમની સેવા કરવા માટે, તેમને મદદ કરવા માટે નહીં. શ્રી ચૈતન્ય મહાપ્રભુને કોઈની પણ મદદની જરૂર નથી. પણ જો આપણે તેમનો સંગ કરીને તેમની સેવા કરવાનો પ્રયાસ કરીશું, તો આપણું જીવન સફળ બનશે. જેમ કે કૃષ્ણ કહે છે...

કૃષ્ણ ભગવદ ગીતાનો પ્રચાર કરવા માટે આવ્યા હતા. સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ (ભ.ગી. ૧૮.૬૬). તે તેમનો ઉદ્દેશ્ય હતો, કે "આ ધૂર્તો એટલી બધી વસ્તુઓના દાસ બની ગયા છે: સમાજ, મૈત્રી, પ્રેમ, ધર્મ, આ અને તે, કેટલી બધી વસ્તુઓ, રાષ્ટ્રીયતા, સંપ્રદાય. તો આ ધૂર્તોએ આ વ્યર્થ કાર્યો છોડવા જોઈએ." સર્વ ધર્માન પરિત્યજ્ય: "આ બધું વ્યર્થ છોડી દો. માત્ર મને શરણાગત બની જાઓ." આ ધર્મ છે. નહિતો, કેમ કૃષ્ણ ઉપદેશ આપે છે સર્વ-ધર્માન પરિત્યજ્ય, (ભ.ગી. ૧૮.૬૬) "તમે બધી ધાર્મિક પદ્ધતિઓને છોડી દો?" તેઓ આવ્યા હતા - ધર્મ-સંસ્થાપનાર્થાય (ભ.ગી. ૪.૮). તે ધાર્મિક સિદ્ધાંતોને ફરી સ્થાપિત કરવા માટે આવ્યા હતા. હવે તેઓ કહે છે, સર્વ-ધર્માન પરિત્યજ્ય: "બધું છોડી દો." તેનો અર્થ છે કે કૃષ્ણ ભાવનામૃત વગરનું કઈ પણ, તે કપટી ધર્મ છે. તે ધર્મ નથી. ધર્મ એટલે કે ધર્મમ તુ સાક્ષાદ ભગવત પ્રણીતમ (શ્રી.ભા. ૬.૩.૧૯), પરમ ભગવાનનો આદેશ. જો આપણને ખબર નથી કે પરમ ભગવાન કોણ છે, જો આપણને ખબર નથી કે પરમ ભગવાનનો આદેશ શું છે, તો ધર્મ ક્યાં છે? તે ધર્મ નથી. તે ધર્મના નામે ચાલી શકે છે, પણ તે કપટ છે.