GU/Prabhupada 0247 - વાસ્તવિક ધર્મ મતલબ ભગવાનને પ્રેમ કરવો



Lecture on BG 2.9 -- London, August 15, 1973

તો ભગવદ ગીતાના અંતમાં: સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ (ભ.ગી. ૧૮.૬૬). અને ભાગવત તે બિંદુથી પ્રારંભ થાય છે. તેથી ભગવદ ગીતા શ્રીમદ ભાગવતનો પ્રાથમિક અભ્યાસ છે. ભાગવત પ્રારંભ થાય છે, ધર્મ પ્રોઝ્ઝિત કૈતવ: અત્ર: "હવે,આ શ્રીમદ ભાગવતમાં, બધા પ્રકારના કપટી ધર્મોને બાહર કાઢી મુકવામાં આવેલા છે, પ્રોઝ્ઝિત." તો સંબંધ છે. સાચો ધર્મ એટલે કે ભગવાનને પ્રેમ કરવો. તે સાચો ધર્મ છે. તેથી ભાગવત કહે છે સ વૈ પુંસામ પરો ધર્મ યતો ભક્તિર અધોક્ષજે: (શ્રી.ભા. ૧.૨.૬) "તે પ્રથમ વર્ગનો ધર્મ છે." તેનો અર્થ નથી કે તમે આ ધર્મ કે બીજા ધર્મનું પાલન કરો. તમે કોઈ પણ ધર્મનું પાલન કરી શકો છો, તેમાં કોઈ વાંધો નથી, તે હિંદુ ધર્મ હોઈ શકે છે, કે ખ્રિસ્તી ધર્મ કે મુસ્લિમ ધર્મ, કોઈ પણ જે તમને ગમે. પણ આપણે કસોટી કરવી પડે. જેમ કે જે વિદ્યાર્થી એમ.એ. ની પરીક્ષામાં પાસ થઇ ગયો છે, કોઈ પણ પૂછતું નથી કે, "તમે કયા કોલેજથી તમારી પરીક્ષામાં પાસ થયા છો?" તમે એમ.એ. પરીક્ષામાં પાસ થયા છો ને? તે ઠીક છે." અને અમારી દ્રષ્ટિમાં મહત્વનું છે કે તમે ગ્રેજુએટ છો કે પોસ્ટ ગ્રેજુએટ. બસ. કોઈ પણ પૂછતું નથી કે, "કઈ કોલેજથી, કયા દેશમાં, કયા ધર્મથી, તમે તમારી એમ.એ ની પરીક્ષામાં પાસ થયા છો?" ના. તેવી જ રીતે, કોઈએ પણ પૂછવું ન જોઈએ, "તમે કયા ધર્મના છો?" આપણે જોવું જોઈએ શું તે આ કળાને શીખી ગયો છે, કેવી રીતે ભગવાનને પ્રેમ કરવું. બસ તેટલું જ. તે ધર્મ છે. કારણકે અહીં ધર્મ છે: સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ (ભ.ગી. ૧૮.૬૬). તે ધર્મ છે. ભાગવત કહે છે. ધર્મ પ્રોઝ્ઝિત કૈતવ: અત્ર: "બધા પ્રકારના કપટી ધર્મો ભાગવતમમાંથી બાહર કાઢી મુકવામાં આવેલા છે." માત્ર નીર્મત્સરાણામ, જે લોકો ભગવાનનો દ્વેષ નથી કરતા... "હું કેમ ભગવાનને પ્રેમ કરું? હું કેમ ભગવાનની પૂજા કરું? હું કેમ ભગવાનનો સ્વીકાર કરું?" તે બધા અસુરો છે. તેમના માટે જ, શ્રીમદ ભાગવતમ, તેમના માટે જ, જે વાસ્તવમાં પ્રેમ કરવા માટે ગંભીર છે. અહૈતુકી અપ્રતીહતા યયાત્મા સુપ્રસીદતી.

તો જીવનની સાચી સિદ્ધિ છે જ્યારે તમે શીખી ગયા છો કેવી રીતે ભગવાનને પ્રેમ કરવો. ત્યારે તમારું હ્રદય સંતુષ્ટ થાશે. યમ લબ્ધવા ચાપરમ લાભમ મન્યતે નાધીકમ તતઃ (ભ.ગી. ૬.૨૦-૨૩). જો તમને કૃષ્ણ કે ભગવાન મળી ગયા છે... કૃષ્ણ એટલે કે ભગવાન. જો તમારા પાસે ભગવાનનું બીજુ કોઈ નામ છે, તે પણ સ્વીકૃત છે. પણ, ભગવાન, પરમ ભગવાન, પરમ પુરુષ. જ્યારે તમને આ... કારણ કે આપણે કોઈકને પ્રેમ કરીએ છીએ. પ્રેમ કરવાની વૃત્તિ છે. દરેક વ્યક્તિમાં. પણ તે ગેરમાર્ગે દોરવાયેલી છે. તેથી કૃષ્ણ કહે છે, "આ બધી પ્રેમ કરવાની વસ્તુઓને લાત મારી દો. મને પ્રેમ કરવાનો પ્રયાસ કરો." સર્વ-ધર્માન પરિત્યજ્ય મામ એકમ (ભ.ગી. ૧૮.૬૬). આ રીતનો તમારો પ્રેમ ક્યારેય પણ તમને સંતુષ્ટ નહીં કરી શકે. યયાત્મા સુપ્રસીદતી. જો તમારે સાચી સંતુષ્ટિ જોઈએ છે, ત્યારે તમારે કૃષ્ણ કે ભગવાનને પ્રેમ કરવો જ પડશે. તે સંપૂર્ણ સિદ્ધાંત છે... અથવા વૈદિક સિદ્ધાંત. કે બીજો કોઈ પણ સિદ્ધાંત તમે લો. કારણકે અંતમાં, તમને જોઈએ છે પોતાની સંતુષ્ટિ, તમારા મનની પૂર્ણ સંતુષ્ટિ. તે માત્ર ત્યારે જ પ્રાપ્ત થાશે જ્યારે તમે ભગવાનને પ્રેમ કરશો. તેથી તે ધર્મ પ્રથમ વર્ગનો છે જે વ્યક્તિને શીખવાડે છે, પાત્રને પ્રશિક્ષણ આપે છે કેવી રીતે ભગવાનને પ્રેમ કરવો. તે પ્રથમ વર્ગનો ધર્મ છે.

સ વૈ પુંસામ પરો ધર્મો યતો ભક્તિર અધોક્ષજે (શ્રી.ભા. ૧.૨.૬). અને તે પ્રેમ કોઈ હેતુથી પ્રેરિત નથી. જેમ કે અહી ભૌતિક જગતમાં, "હું તને પ્રેમ કરું છું; તું મને પ્રેમ કરે છે." પાછળ કોઈ હેતુ છે. અહૈતુકી અપ્રતીહતા. અહૈતુકી, કોઈ હેતુ નહીં. અન્યાભીલાષીતા શૂન્યમ (ભ.ર.સિ. ૧.૧.૧૧). બીજા બધા ઈચ્છાઓને શૂન્ય બનાવો. શૂન્ય. તે ભગવદ ગીતામાં શીખાડવામાં આવશે.