GU/Prabhupada 0253 - સાચું સુખ ભગવદ ગીતામાં વર્ણિત છે
Lecture on BG 2.8 -- London, August 8, 1973
પ્રદ્યુમ્ન:
- ન હી પ્રપશ્યામી મમાપનુદ્યાદ
- યત શોકમ ઉચ્છોશણમ ઇન્દ્રીયાણામ
- અવાપ્ય ભુમાવ અસપત્નમ રિદ્ધમ
રાજ્યમ સુરાણામ અપિ ચાધીપત્યમ
અનુવાદ: "મને કોઈ માર્ગ મળતો નથી જેનાથી હું આ શોકને દૂર કરી શકું જે મારા ઇન્દ્રિયોની સુખાવી રહ્યો છે. જો હું પૃથ્વી ઉપર અજોડ રાજ્ય પ્રાપ્ત કરું, સ્વર્ગમાં દેવતાઓના આધિપત્યના જેમ તો પણ હું તેને નાશ નથી કરી શકતો."
પ્રભુપાદ: ન હી પ્રપશ્યામી મમાપનુદ્યાદ. આ ભૌતિક અસ્તિત્વની સ્થિતિ છે. આપણે ક્યારેક મુશ્કેલીમાં હોઈએ છીએ. ક્યારેક નહીં. હમેશા, આપણે મુશ્કેલીમાં હોઈએ છીએ, પણ આપણે તેને ક્યારેક કહીએ છીએ, કારણકે મુશ્કેલીથી બહાર આવવા માટે, આપણે કોઈ પ્રયાસ કરીએ છીએ, અને તે પ્રયાસને સુખ કહેવામાં આવે છે. વાસ્તવમાં કોઈ સુખ નથી. પણ ક્યારેક, તે આશા સાથે કે: "આ પ્રયાસ દ્વારા, હું ભવિષ્યમાં સુખી બનીશ,"... જેમ કે કહેવાતા વૈજ્ઞાનિકો સ્વપ્ન જોઈ રહ્યા છીએ: "ભવિષ્યમાં અમે મૃત્યુરહિત બની જઈશું." કેટલા બધા, તેઓ સ્વપ્ન જોઈ રહ્યા છે. પણ જે લોકો બુદ્ધિશાળી છે, તેઓ કહે છે: "કોઈ પણ ભવિષ્ય ઉપર વિશ્વાસ ન કરો, કેટલું પણ સુખદ તે દેખાતું કેમ ન હોય."
તો તે વાસ્તવિક સ્થિતિ છે. ન હી પ્રપશ્યામી મમાપનુદ્યાદ. તેથી તે કૃષ્ણ પાસે આવ્યો છે: શિષ્યસ તે અહમ (ભ.ગી. ૨.૭). "હું, હવે હું તમારો શિષ્ય બની જાઉં છું." "કેમ તું મારી પાસે આવ્યો છે?" "કારણકે હું બીજા કોઈ વ્યક્તિને જાણતો નથી જે મને આ સંકટમય સ્થિતિથી બચાવી શકે." તે સાચી બુદ્ધિ છે. યત શોકમ ઉચ્છોશણમ ઇન્દ્રીયાણામ (ભ.ગી. ૨.૮). ઉચ્છોશણમ. જ્યારે આપણે ખૂબજ મુશ્કેલીમાં ફસાઈ જઈએ છીએ, ત્યારે તે આપણી ઇન્દ્રિયોને પણ સુખાવી નાખે છે. કોઈ ઇન્દ્રિય તૃપ્તિ પણ આપણને સુખી નથી બનાવી શકતી. ઉચ્છોશણમ ઇન્દ્રીયાણામ. અહી સુખ એટલે કે ઇન્દ્રિય તૃપ્તિ. વાસ્તવમાં આ સુખ નથી. સાચું સુખ ભગવદ ગીતામાં વર્ણિત છે: અતીન્દ્રીયમ, સુખમ અત્યન્તીકમ યત તત અતીન્દ્રીયમ (ભ.ગી.૬.૨૧). સાચું સુખ, અત્યંતિકમ, તે પરમ સુખ, તે ઇન્દ્રિયો દ્વારા નથી ભોગવામાં આવતું. અતીન્દ્રિય, ઇન્દ્રિયોની પરે, ઇન્દ્રિયોથી પરે. તે સાચું સુખ છે. પણ આપણે સુખને ઇન્દ્રિય ભોગના રૂપે લઇ લીધું છે. તો ઇન્દ્રિય તૃપ્તિ દ્વારા, કોઈ પણ સુખી નથી બની શકતું. કારણકે આપણે ભૌતિક અસ્તિત્વમાં છે. અને આપણી ઇન્દ્રિયો ખોટી ઇન્દ્રિયો છે. સાચી ઇન્દ્રિયો - આધ્યાત્મિક ઇન્દ્રિયો છે. તો આપણે આપણી આધ્યાત્મિક ચેતનાને ફરીથી જાગૃત કરવી જોઈએ. ત્યારે આધ્યાત્મિક ઇન્દ્રિયોથી આપણે આનંદ લઇ શકીએ છીએ. સુખમ અત્યન્તીકમ યત અતીન્દ્રિય (ભ.ગી.૬.૨૧. આ બધાને પાર કરીને. ઇન્દ્રિયોને પાર કરીને એટલે... આ ઇન્દ્રિયો, એટલે કે આવરણ. જેમ કે હું આ શરીર છું. વાસ્તવમાં, હું આ શરીર નથી. હું આત્મા છું. પણ આ મારા સાચા શરીર, આધ્યાત્મિક શરીરનું આવરણ છે. તેવી જ રીતે, આધ્યાત્મિક શરીરને આધ્યાત્મિક ઇન્દ્રિયો છે. તે નિરાકાર નથી. કેમ નિરાકાર? તે એક સામાન્ય- બુદ્ધિની વાત છે. જેમ કે જો તમારા પાસે, એક કે બે હાથ છે, તમારા પાસે બે હાથ છે. તેથી જ્યારે હાથ કોઈ કપડાથી ઢાકી દેવામાં આવે છે, ત્યારે કપડાને પણ હાથ આવી જાય છે. કારણકે મને હાથ છે, તેથી મારા વેશને પણ હાથ આવી જાય છે. કારણકે મને પગ છે, તેથી મારા વસ્ત્ર, આવરણને પણ પગ છે, પેન્ટ. તે સામાન્ય-બુદ્ધિની વાત છે. ક્યાંથી આ શરીર આવેલું છે? આ શરીરનું વર્ણન થયું છે: વાસાંસી, વસ્ત્રો. તો વસ્ત્ર એટલે કે તે શરીરના અનુસારે કપાય છે. તે વસ્ત્ર છે. એવું નથી કે મારુ શરીર વસ્ત્રના હિસાબે બનેલું છે. તે સામાન્ય જ્ઞાન છે. તો મારા શર્ટના હાથ છે, આ મારૂ સુક્ષ્મ શરીર અથવા સ્થૂળ શરીર છે, તેથી મૂળ રૂપે, અધ્યાત્મિક રૂપે, મને મારા હાથ અને પગ છે. નહિતો તે કેવી રીતે આવે છે? તમે કેવી રીતે વિકસિત થાઓ છો?