GU/Prabhupada 0254 - વૈદિક જ્ઞાન ગુરુ દ્વારા સમજાવવામાં આવે છે
Lecture on BG 2.8 -- London, August 8, 1973
તો મૂળ રૂપે આપણે બધા વ્યક્તિઓ છીએ, કોઈ પણ નિરાકાર નથી. કૃષ્ણ પણ કહે છે... તેઓ કહેશે કે: "આ સૈનિકો, રાજાઓ, તું અને હું, હે મારા પ્રિય અર્જુન, તેવું નથી કે ભૂતકાળમાં આપણું અસ્તિત્વ ન હતું. ન તો ભવિષ્યમાં આપણું અસ્તિત્વ પૂરું થઇ જાશે." તો આ વિશેષ ઉપદેશ કૃષ્ણનો, કે: "હું, તું, આ બધા રાજાઓ અને સૈનિકો જે અહી ઉપસ્થિત છે, તેઓ હતા. જેમ અત્યારે આપણે અસ્તિત્વમાં છીએ ,વ્યક્તિગત લોકો; તેવી જ રીતે તેઓ અસ્તિત્વમાં હતા, વ્યક્તિગત રીતે. અને ભવિષ્યમાં પણ આપણે વ્યક્તિગત રીતે અસ્તિત્વમાં રહીશું." તો નિરાકારનો પ્રશ્ન જ ક્યાં છે? આ વ્યર્થ નિર્વિશેષવાદિઓ, શૂન્યવાદીઓ. તેથી, સિદ્ધાંત છે, કે વસ્તુઓને સત્યમાં સમજવા માટે, વ્યક્તિએ જેમ અર્જુને કૃષ્ણનો સંપર્ક કર્યો હતો તે રીતે સંપર્ક કરવો જોઈએ. શિષ્યસ તે અહમ: (ભ.ગી. ૨.૭) "હવે હું તમારો શિષ્ય છું. તમે મને બસ શીખવાડો. સાધી મામ પ્રપન્નમ. હું શરણાગત થાઉં છું. હું તમારી સાથે સમાન સ્તર ઉપર વાત નથી કરતો."
ગુરુને સ્વીકાર કરવું એટલે કે જે પણ ગુરુ કહે છે, તે તમારે સ્વીકાર કરવું પડે. નહિતો, ગુરુ ન બનાવો. તે કોઈ ફેશન નથી. તમે તૈયાર હોવા જોઈએ. તેને પ્રપન્નમ કેહવાય છે. તદ વિદ્ધિ પ્રણિપાતેન (ભ.ગી. ૪.૩૪). તમે સમજી શકો છો માત્ર શરણાગતિ દ્વારા, ગુરુની પરીક્ષા કરીને નહીં. "હું તેમની પરીક્ષા લઈશ, તેમને, તેમને કેટલું ખબર છે?" તો પછી ગુરુ બનાવવાનો શું મતલબ છે? ના. તેથી અર્જુન કહે છે: "તમારા સિવાય બીજો કોઈ નથી જે મને આ વ્યાકુળ પરિસ્થિતીમાં સંતુષ્ટ કરી શકે." યત શોકમ ઉચ્છોશણમ ઇન્દ્રીયાણામ (ભ.ગી. ૨.૮). "મારી ઇન્દ્રિયો સુખાઈ રહી છે." કારણકે બાહરી ઇન્દ્રિયો... વાસ્તવમાં તે ઇન્દ્રિયો નથી. સાચી ઇન્દ્રિયો અંદર છીએ. ઋષિકેણ ઋષિકેશ સેવનમ (ચૈ.ચ. મધ્ય ૧૯.૧૭૦). આપણને કૃષ્ણ, ઋષિકેશની સેવા કરવી જોઈએ... કૃષ્ણ સત્ય છે અને આપણે તે સત્યના સ્તર ઉપર પહોંચવું પડે. ત્યારે આપણે કૃષ્ણની સેવા કરી શકીએ છીએ. ઋષિકેણ. તત પરત્વેન નીર્મલમ. જ્યારે આપણી ઇન્દ્રિયો શુદ્ધ બની જાય છે. ઇન્દ્રિયાણી પરાણી આહુર ઇન્દ્રીયેભ્ય: પરમ મન: મનસસ તુ પરો બુદ્ધિર (ભ.ગી. ૩.૪૨). આ વિવિધ સ્તર છે. જીવનનો શારીરિક ખ્યાલ મતલબ ઇન્દ્રિયો. પણ જ્યારે તમે આ ઇન્દ્રિયોને પાર કરી જાઓ, ત્યારે તમે માનસિક સ્તર ઉપર આવો છો. જ્યારે તમે માનસિક સ્તરને પાર કરો છો, ત્યારે તમે બુદ્ધિના સ્તર ઉપર આવો છો. જ્યારે તમે બુદ્ધિના સ્તરને પણ પાર કરો છો, ત્યારે તમે આધ્યાત્મિક સ્તર ઉપર આવો છો. તે આધ્યાત્મિક રૂપ છે.
વિવિધ સ્તર અને પગથિયાઓ છે. સ્થૂળ શારીરિક સ્તરે આપણે પ્રત્યક્ષ-જ્ઞાનની માગ કરીએ છીએ. પ્રત્યક્ષ એટલે કે સાક્ષાત અનુભવ. વિવિધ સ્તરના જ્ઞાન છે. પ્રત્યક્ષ, અપરોક્ષ, પ્રત્યક્ષ, અપ્રત્યક્ષ, પરોક્ષ, અપરોક્ષ, અધોક્ષજ, અપ્રકૃત. જ્ઞાનના આ વિવિધ સ્તર છે. તેથી, જે જ્ઞાન શારીરિક સ્તર ઉપર મેળવી શકાય છે, પ્રત્યક્ષ પ્રમાણ, તે સાચું જ્ઞાન નથી. તેથી, આપણે આ વૈજ્ઞાનિકો, કહેવાતા વૈજ્ઞાનિકોને પડકાર આપી શકીએ છીએ. તેમના જ્ઞાનનો મૂળ સિદ્ધાંત છે શારીરિક સ્તર ઉપર, પ્રત્યક્ષ, પ્રયોગોથી પ્રાપ્ત જ્ઞાન. પ્રયોગોથી પ્રાપ્ત જ્ઞાન એટલે કે આ સ્થૂળ ઇન્દ્રિયો દ્વારા પ્રાપ્ત જ્ઞાન. તે પ્રાયોગિક છે. પ્રત્યક્ષ. બધા કહે છે: "અમે ભગવાનને જોતાં નથી." ભગવાન એવી વિષય વસ્તુ નથી કે તે તમે સાક્ષાત પ્રત્યક્ષ અનુભવ દ્વારા જોઈ શકો. ભગવાનનું બીજુ નામ છે અનુભાવ. અનુભાવ. જેમ કે આ ઓરડામાં આપણે સૂર્યને પ્રત્યક્ષ જોઈ નથી શકતા. પણ આપણને ખબર છે કે સૂર્ય છે. દિવસનો સમય છે. તમને કેવી રીતે ખબર છે? તમે જોઈ નથી રહ્યા. પણ બીજી પદ્ધતિઓ છે જેના દ્વારા તમે અનુભવ કરી શકો છો. તેને કહેવાય છે અપરોક્ષ. પ્રત્યક્ષ, પરોક્ષ, અપરોક્ષ. આ રીતે કૃષ્ણ ભાવનામૃત એટલે કે અધોક્ષજ અને અપ્રકૃત, ઇન્દ્રિયોની પરે. તેથી, ભગવદ ગીતામાં કહેલું છે: અધોક્ષજ. જ્યાં સાક્ષાત અનુભવ નથી પહોંચી શકતો. તો જ્યાં સાક્ષાત અનુભવ નથી પહોંચી શકતો, તો તમે કેવી રીતે અનુભાવનો અનુભવ કરી શકો? તે શ્રોત-પંથ છે. તે શ્રુતિ છે. તમારે વેદોથી જ્ઞાન મેળવવું જોઈએ. અને વૈદિક જ્ઞાન ગુરુ દ્વારા સમજાવવામાં આવે છે. તેથી વ્યક્તિએ કૃષ્ણને પરમ ગુરુના રૂપે અથવા તેમના પ્રતિનિધિની શરણ લેવી જોઈએ. ત્યારે આ બધા કષ્ટો, અર્થાત અજ્ઞાન, ને વિખેરી શકાય છે. યત શોકમ ઉચ્છોશણમ ઇન્દ્રીયાણામ (ભ.ગી. ૨.૮).