GU/Prabhupada 0259 - કૃષ્ણ પ્રેમના દિવ્ય સ્તર પર પુન:સ્થાપિત થાઓ



Lecture -- Seattle, September 27, 1968

શું આ સભામાં કોઈ પણ એવું કહી શકે છે કે તે કોઈનો પણ દાસ નથી? તેને હોવું જ પડે છે, કારણ કે તે તેની રચનાત્મક સ્થિતિ છે. પણ મુશ્કેલી છે કે આપણી ઇન્દ્રિયોની સેવા કરીને, આ મુશ્કેલીનો, કષ્ટોનો કોઈ ઉકેલ નથી. થોડાક સમય માટે, હું મારી જાતને સંતુષ્ટ રાખી શકું છું આ નશો કરીને, અને આ નશાના પ્રભાવમાં હું એમ વિચારી શકું છું કે "હું કોઈનો પણ દાસ નથી. હું મુક્ત છું," પણ તે કૃત્રિમ છે. જેવો ભ્રમ જતો રહેશે, તે હોશમાં આવે છે, ફરીથી દાસ. ફરીથી દાસ.

તો આ આપણી સ્થિતિ છે. પણ આ સંઘર્ષ કેમ છે? મારે સેવા કરવા માટે બાધ્ય થાવું પડે છે, પણ મારે સેવા કરવી નથી. તો શું ગોઠવણ છે? વ્યવસ્થા છે કૃષ્ણ ભાવનામૃત, કે જો તમે કૃષ્ણના દાસ બનશો, ત્યારે સ્વામી બનવાની તમારી ઈચ્છા, અને મુક્તિની તમારી અભિલાષા, બન્ને તરત જ પ્રાપ્ત થાય છે. જેમ કે અહી તમે એક ચિત્ર જોઈ શકો છો અર્જુન અને કૃષ્ણનું. કૃષ્ણ પરમ ભગવાન છે. અર્જુન એક જીવ છે, જીવ, મનુષ્ય, પણ તે કૃષ્ણ સાથે એક મિત્રના રૂપે પ્રેમ કરે છે. અને તેની મિત્રપ્રેમના બદલે, કૃષ્ણ તેના સારથિ, દાસ બની ગયા છે. તેવી જ રીતે, જો આપણે દરેક, જો આપણે કૃષ્ણને પ્રેમ કરવાના દિવ્ય સ્તર ઉપર પુન:સ્થાપિત થઈ જઈશું, ત્યારે સ્વામી બનવાની આપણી અભિલાષા પણ પૂર્ણ થઇ જાશે. તે વર્તમાન સમયે જ્ઞાત નથી, પણ જો આપણે કૃષ્ણની સેવા કરવા માટે સહમત થઈશું, તો ધીમે ધીમે આપણે જોઈશું કે કેવી રીતે કૃષ્ણ તમારી સેવા કરે છે. તે સાક્ષાત્કારનો પ્રશ્ન છે. પણ જો આપણને આ ભૌતિક જગતની સેવાથી બહાર આવવું છે, ઇન્દ્રિયોની સેવામાંથી, તો આપણે આ સેવાભાવ કૃષ્ણ પ્રતિ બદલવો પડશે. તેને કૃષ્ણ ભાવનામૃત કેહવાય છે.

કામાદીનામ કટી ના કતીધા પાલીતા દુર્નીદેશાસ
તેષામ મયી ન કરુણા જાતા ન ત્રાપ નોપશાન્તી:
(ઉત્ર્સુજયૈતાન અથ યદુ પતે) સામ્પ્રતમ અહમ લબ્ધ બુદ્ધિસ
ત્વામ આયાત: (શરણમ અભયમ મામ) નિયુન્ક્ષ્વાત્મા દાસ્યે
(ચૈ.ચ. મધ્ય ૨૨.૧૬)

એક ભક્ત કૃષ્ણને પ્રાર્થના કરે છે કે "આટલા સમય, મે મારી ઇન્દ્રિયોની સેવા કરી છે." કામાદીનામ. કામ એટલે કે ઇન્દ્રિયો, વાસના. "તો જે મને કરવું ન જોઈએ, છતાં, મારી ઇન્દ્રિયોના નિર્દેશન અનુસાર, મે કરી દીધું છે." વ્યક્તિએ કરવું જ પડે. જ્યારે કોઈ દાસ કે સેવક છે, ત્યારે તેણે બાધ્ય રૂપે કરવું જ પડે છે જે તેને કરવાની ઈચ્છા નથી. બળપૂર્વક. તો અહી, એક ભક્ત, તે સ્વીકાર કરે છે કે "મેં કર્યું છે, મારી કામવાસનાના આદેશ અનુસાર, એવું જે મારે ન કરવું જોઈએ, પણ મેં તે કરી દીધું છે." ઠીક છે, તમે કર્યું છે, તમે તમારી ઇન્દ્રિયોની સેવા કરો છો. તે ઠીક છે. "પણ મુશ્કેલી છે કે તેષામ કરુણા ન જાત ન ત્રાપ નોપશાન્તી: મેં એટલી બધી સેવા કરી છે, પણ હું જોઉ છું કે તે તૃપ્ત નથી. તે સંતુષ્ટ નથી. તે મારી મુશ્કેલી છે. ન તો ઇન્દ્રિય સંતુષ્ટ છે ન હું સંતુષ્ટ છું, કે ન તો ઇન્દ્રિયો મને સેવાથી રાહત કે નિવૃત્તિ આપવા માટે દયા કરે છે. તે મારી સ્થિતિ છે." જો મેં તે જોયું હતું, કે જો મે તે અનુભવ કર્યો હોત, "મે મારી ઇન્દ્રિયોની આટલા બધા વર્ષો સુધી સેવા કરી છે, હવે મારી ઇન્દ્રિયો સંતુષ્ટ છે..." ના. તે હજી પણ સંતુષ્ટ નથી. તે હજી નિર્દેશન આપે છે. હજી પણ નિર્દેશન આપે છે. "હું ખૂબ..." બેશક, તે ખૂબ સ્વાભાવિક છે, પણ હું અહી ખુલાસો કરીશ કે, કે મારા કોઈ વિદ્યાર્થીએ કહ્યું કે તેની માતા તેની વૃદ્ધાવસ્થામાં લગ્ન કરવાના હતા. જરા જુઓ. તેમના મોટા બાળકો છે. અને કોઈએ ફરિયાદ કરી કે તેની દાદીએ પણ લગ્ન કર્યા છે. કેમ? જરા જુઓ. પંચોતેર વર્ષની વૃદ્ધ અવસ્થામાં, પચાસ વર્ષની અવસ્થામાં, ઇન્દ્રિયો હજી પણ કેટલી પ્રબળ છે, કે તેમને નિર્દેશ મળે છે કે: "હા, તારે કરવું જ પડશે."