GU/Prabhupada 0262 - હમેશા વિચારો કે આપણી સેવા પૂર્ણ નથી
Lecture -- Seattle, September 27, 1968
તમાલ કૃષ્ણ: પ્રભુપાદ, જ્યારે આપણને ખબર હોય કે સેવા કરવી જોઈએ અને આપણે સેવા કરવી છે, પણ સેવા એટલી ખરાબ છે.
પ્રભુપાદ: હા. ક્યારે પણ એમ વિચારતા નહીં કે સેવા પૂર્ણ છે. તે તમને પૂર્ણ અવસ્થામાં રાખશે. હા. આપણે હંમેશા વિચારવું જોઈએ કે આપણી સેવા પૂર્ણ નથી છે. હા. તે ખૂબ સરસ છે. જેમ કે શ્રી ચૈતન્ય મહાપ્રભુએ આપણને શીખવાડ્યું છે કે.. તેમણે કહ્યું છે, કે, "મારા પ્રિય મિત્રો, હું તમને કહું છું કે મને કૃષ્ણમાં થોડી પણ શ્રદ્ધા નથી. જો તમે કહો કે હું કેમ રડું છું, તેનો ઉત્તર છે કે માત્ર દેખાવો કરવા માટે કે હું એક મહાન ભક્ત છું. વાસ્તવમાં, મને કૃષ્ણ માટે થોડો પણ પ્રેમ નથી. આ રડવું માત્ર મારો દેખાવો છે, દેખાવો." "તમે એમ કેમ કહો છો?" "હવે, વાત એમ છે કે કૃષ્ણને જોયા વગર હું હજી પણ રહું છું. તેનો અર્થ છે કે મને કૃષ્ણ માટે થોડો પણ પ્રેમ નથી. હું હજી પણ જીવિત છું. મારે ખૂબ પેહલા મરી જવું જોઈતું હતું કૃષ્ણને જોયા વગર." તો આપણે પણ તેમ વિચાર કરવો જોઈએ. તે ઉદાહરણ છે. તમે કૃષ્ણની સેવા કરવામાં ગમે તેટલા પૂર્ણ હોવ, તમારે હંમેશા જાણવું જોઈએ કે... કૃષ્ણ અનંત છે, તો તમારી સેવા તેમને પૂર્ણ રીતે પહોંચી નથી શકતી. તે હંમેશા અપૂર્ણ રહેશે કારણકે આપણે સીમિત છીએ. પણ કૃષ્ણ ખૂબ જ દયાળુ છે. જો તમે શ્રદ્ધાથી થોડી પણ સેવા કરશો, તો તે સ્વીકાર કરશે. તે કૃષ્ણની સુંદરતા છે. સ્વલ્પમ અપિ અસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત (ભ.ગી. ૨.૪૦). અને જો કૃષ્ણ થોડી પણ સેવા તમારી પાસેથી સ્વીકાર કરશે, ત્યારે તમારું જીવન ધન્ય છે. તો તે શક્ય નથી કૃષ્ણને પૂર્ણ રીતે પ્રેમ કરવો, કૃષ્ણની સેવા કરવી, કારણકે તેઓ અનંત છે.
એક પદ્ધતિ છે, ગંગાની પૂજા માટે ભારતમાં. ગંગા નદીને ખૂબજ પવિત્ર નદી માનવામાં આવે છે ભારતમાં. તો તેઓ ગંગાની પૂજા કરે છે, ગંગા નદીની. ગંગાથી જળ લઈને તેને અર્પણ કરે છે. જો એક આટલો નાનકડો ઘડો, ઘડો અથવા તમારા હાથ જેટલું, તમે ગંગાથી થોડું જળ લઈને અને ભક્તિથી અને મંત્રથી તમે ગંગાને જળ અર્પણ કરો. તો તમે ગંગાથી એક પ્યાલો જળ લઈને ગંગાને જ અર્પણ કરો, શું છે, નફો કે નુકસાન કે લાભ ગંગા માટે? જો તમે ગંગાથી એક પ્યાલો જળ લો અને ફરીથી તેમને જ અર્પણ કરો, તો ગંગાને શું લાભ અને ફાયદો છે? પણ તમારી પદ્ધતિ, તમારી શ્રદ્ધા, માતા ગંગા માટે તમારો પ્રેમ, "માતા ગંગા, હું તમને આ થોડું જળ અર્પણ કરું છું," તે સ્વીકૃત છે. તેવી જ રીતે, કૃષ્ણને અર્પણ કરવા માટે આપણી પાસે શું છે? બધું કૃષ્ણની સંપત્તિ છે. હવે આપણે આ ફળો કૃષ્ણને અર્પિત કર્યા છે. શું આ ફળ આપણા છે? કોણે આ ફળોનું ઉત્પાદન કર્યું છે? શું મેં તેનું ઉત્પાદન કર્યું છે? શું કોઈ પણ માણસનું એવું મગજ છે કે તે ફળ, ધાન્ય, દૂધનું ઉત્પાદન કરી શકે? તેઓ ખૂબ મહાન વૈજ્ઞાનિક છે. તો તેમને ઉત્પાદન કરવા દો. ગાય ઘાસ ખાય છે અને તમને દૂધ આપે છે. તો હવે, વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા, કેમ તમે ઘાસને દૂધમાં બદલી નથી શકતા? છતાં પણ ધૂર્તો સ્વીકાર નહીં કરે કે ભગવાન છે. તમે જોયું? તેઓ એટલા બધા ધૂર્ત બની ગયા છે: "વિજ્ઞાન." અને તમારૂ વિજ્ઞાન શું છે, બકવાસ? તમે જુઓ છો કે ગાયો ઘાસ ખાય છે અને તમને દૂધ આપે છે. કેમ તમે તમારી પત્નીને આપતા નથી અને દૂધ પ્રાપ્ત કરો? કેમ તમે તેની ખરીદી કરો છો? પણ જો તમે આ ઘાસ એક માણસને આપશો, તો તે મરી જાશે.
તો બધું, કૃષ્ણના નિયમો, કે ભગવાનના નિયમો, કાર્ય કરે છે. અને છતાં તેઓ કહે છે કે "ભગવાન મરી ગયા છે. કોઈ ભગવાન નથી. હું ભગવાન છું." તમે આમ કરો તેમ કરો. તેઓ એટલા બધા ધૂર્ત અને મૂર્ખ બની ગયા છે. કેમ તેઓ આ સભામાં નથી આવતા? "ઓહ, સ્વામીજી ભગવાન વિશે વાતો કરે છે, જૂની વસ્તુઓ. (હાસ્ય) ચાલો કઈ નવું શોધ કરીએ." તમે જોયું? અને જો કોઈ આ બધુ બકવાસ બોલશે, ત્યારે "ઓહ, તે.." તેણે ચાર કલાક શૂન્ય ઉપર વાત કરી. તમે જુઓ. કોઈ વ્યક્તિ મોન્ટ્રિયલમાં, એક સજ્જન, "સ્વામીજી, તે એટલા અદભુત છે, તેમણે ચાર કલાક સુધી શૂન્ય ઉપર વાત કરી." તેઓ એટલા મૂર્ખ છે કે તેઓ ચાર કલાક માટે શૂન્ય ઉપર સાંભળવા માગતા હતા. તમે જોયું? (હાસ્ય) શૂન્યનો શું મૂલ્ય છે? અને તમે તમારો સમય બગાડો છો, ચાર કલાક? છેવટે, તે શૂન્ય છે. તો લોકોને આ જોઈએ છે. લોકોને આ જોઈએ છે. જો અમે સરળ વાત કરીશું - "ભગવાન મહાન છે. તમે સેવક છો, શાશ્વત સેવક. તમારે પાસે કોઈ શક્તિ નથી. તમે હંમેશા ભગવાન ઉપર આધારિત છો. માત્ર તમારૂ દાસત્વ ભગવાન પ્રતિ સમર્પિત કરો, તમે સુખી રેહશો."-"ઓહ, આ બહુ સારું નથી." તો તેમને છેતરાઈ જવું છે. તેથી કેટલા બધા છેતરપિંડી કરનાર લોકો આવે છે અને છેતરીને જતાં રહે છે, બસ તેટલું જ. લોકોને છેતરાઈ જવું છે. તેમને સરળ વસ્તુઓ નથી જોઈતી.