GU/Prabhupada 0261 - ભગવાન અને ભક્ત, બંને એકજ સ્તર પર છે



Lecture -- Seattle, September 27, 1968

પ્રભુપાદ :હવે તમારા દેશમાં આ છોકરાઓ આ કૃષ્ણ ભાવનામૃત આંદોલનનો પ્રચાર કરવાનો પ્રયાસ કરે છે. તો તમને બધાને મારી નમ્ર વિનંતી છે કે કૃપા કરીને જીવનના આ સર્વોચ્ચ વરદાનને સમજવાનો પ્રયાસ કરો. માત્ર હરે કૃષ્ણ મંત્ર જપ કરવાથી, તમે ધીમે ધીમે કૃષ્ણ પ્રતિ એક દિવ્ય પ્રેમની લાગણી વિકસિત કરશો. અને જેવું તમે કૃષ્ણને પ્રેમ કરવાનું પ્રારંભ કરશો, તમારા બધા કષ્ટો... તેનો અર્થ છે કે તમને સંપૂર્ણ સંતુષ્ટિ મળશે. કષ્ટ કે ક્લેશ મનનો છે. એક માણસને ૬૦૦૦ ડોલર પ્રતિ માસ મળે છે; અને બીજા માણસને ૨૦૦ ડોલર મળે છે. પણ મે એક સજ્જનને જોયો છે કલકત્તામાં; તેને ૬૦૦૦ મળતા હતા દર માસે; છતાં તેણે આત્મહત્યા કરી હતી. આત્મહત્યા કરી. કેમ? કારણ કે તે ધનથી તેને પૂર્ણ સંતુષ્ટિ ન થઈ. તે બીજું કઈ મેળવવાનો પ્રયાસ કરતો હતો. તો આ ભૌતિક વાતાવરણ, ખૂબ ધન કમાઈને , તમને કદી પણ સંતુષ્ટિ નહીં મળે, કારણકે આપણે દરેક ઇન્દ્રિયોના દાસ છીએ. આ ઇન્દ્રિયોની સેવાના સ્તરને કૃષ્ણની સેવાના સ્તર પ્રતિ ફેરબદલ કરવું જોઈએ. અને ત્યારે તમારી બધા સમસ્યાઓ ઉકેલાઈ જશે.

આપનો ખૂબ ખૂબ આભાર. (ભક્તો પ્રણામ અર્પણ કરે છે) કોઈ પ્રશ્ન?

ભક્ત: પ્રભુપાદ, કૃષ્ણનું ચિત્ર નિરપેક્ષ છે, સાચું? તે કૃષ્ણ છે. તેવી જ રીતે એક શુદ્ધ ભક્તનું ચિત્ર પણ તે જ રીતે નિરપેક્ષ છે?

પ્રભુપાદ: ભક્તનું ચિત્ર?

ભક્ત: એક શુદ્ધ ભક્ત.

પ્રભુપાદ: હા.

ભક્ત: તે પૂર્ણ તે રીતે છે કે...

પ્રભુપાદ: હા.

ભક્ત: જેમ કે પ્રહલાદ મહારાજ અને નરસિંહદેવના ચિત્રમાં પણ... પ્રહલાદ ત્યાં એટલા જ છે જેટલા ભગવાન નરસિંહદેવ છે.

પ્રભુપાદ: હા. ભગવાન અને ભક્ત બંને એક જ સ્તર ઉપર છે. તેમાના દરેક. ભગવાન, તેમનું નામ, તેમના ગુણો, તેમના પાર્ષદો, તેમના આભૂષણો. બધું, તે નિરપેક્ષ છે. નામ ગુણ રૂપ લીલા પરી.. અને લીલાઓ. જેમ કે આપણે કૃષ્ણના વિશે ચર્ચા કરીએ છીએ, તો આ કૃષ્ણથી અભિન્ન છે. જ્યાં પણ હરે કૃષ્ણનો જપ થાય છે, તે હરે કૃષ્ણ, તે ધ્વનિ, કૃષ્ણથી અભિન્ન છે. બધું નિરપેક્ષ છે. તેથી કૃષ્ણનો શુદ્ધ ભક્ત કૃષ્ણથી અભિન્ન છે. તે એકસાથે એક અને ભિન્ન છે. અચિંત્ય-ભેદાભેદ-તત્ત્વ. આ સિદ્ધાંતને સમજવો જોઈએ, કે કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ શક્તિમાન છે, અને બધું, જે પણ આપણે જોઈએ છીએ, જે પણ આપણે અનુભવ કરીએ છીએ, તે બધું કૃષ્ણની અલગ અલગ શક્તિ છે. અને શક્તિ અને શક્તિમાન બન્ને જુદા ના થઈ શકે. તેથી તે બધા નિરપેક્ષ સ્તર ઉપર છે. માત્ર તે જ્યારે માયા કે અજ્ઞાન દ્વારા આવરિત થાય છે, તે ભિન્ન છે. બસ તેટલું જ.