GU/Prabhupada 0266 - કૃષ્ણ પૂર્ણ બ્રહ્મચારી છે



Lecture on BG 2.10 -- London, August 16, 1973

પ્રભુપાદ: તો ભીષ્મદેવે, રાજસૂય યજ્ઞમાં, કબૂલ કર્યું હતું કે "કોઈ પણ કૃષ્ણ કરતા વધારે શ્રેષ્ઠ બ્રહ્મચારી નથી. તે ગોપીઓની વચ્ચે હતા, જે બધી યુવાન છોકરીઓ હતી, પણ છતાં તેઓ બ્રહ્મચારી રહ્યા હતા. જો હું ગોપીઓ સાથે હોત તો, મને ખબર નથી કે, મારી પરિસ્થિતિ શું હોત." તો તેથી કૃષ્ણ પૂર્ણ બ્રહ્મચારી છે, ઋષિકેશ. અને આ મૂર્ખાઓ કહે છે કે કૃષ્ણ અનૈતિક છે. ના. કૃષ્ણ પૂર્ણ બ્રહ્મચારી છે. ધીર. ધીર એટલે કે જે વિચલિત નથી થતા ભલે વિચલિત થવાનું કારણ હોય છતાં. તો કૃષ્ણ તેવા બ્રહ્મચારી છે. તેના બદલે... તેમની, જુવાનીના પ્રારંભમાં, ૧૫, ૧૬ વર્ષની આયુમાં, ગામની બધી છોકરીઓ કૃષ્ણની મિત્ર હતી, અને તે બધા કૃષ્ણના સૌંદર્યથી આકર્ષિત હતા. તે ગામમાં કૃષ્ણ પાસે નાચવા માટે આવતા હતા. પણ તેઓ બ્રહ્મચારી હતા. તમે ક્યારેય પણ સાંભળશો નહીં કે કૃષ્ણએ કોઈ અવૈધ સંગ કર્યો હતો. ના. તેવું કોઈ વર્ણન નથી. નૃત્યનું વર્ણન હતું, પણ ગર્ભનિરોધક ગોળીનું નથી. ના. તેનું વર્ણન અહીં નથી. તેથી તેઓ ઋષિકેશ છે. ઋષિકેશ એટલે કે પૂર્ણ બ્રહ્મચારી. વિકાર-હેતુ, વિચલિત થવાનું કારના હોવા છતાં તે વિચલિત નથી થતા. તે કૃષ્ણ છે. તેમના પાસે હજારો અને હજારો ભક્તો છે, અને જો કોઈ ભક્તો, જો તેમને કૃષ્ણ પ્રેમીના રૂપે જોઈએ છે, કૃષ્ણ તેનો સ્વીકાર કરે છે, પણ તેમને પોતાને બીજા કોઈની પણ જરૂર નથી. તેમને જરૂર નથી. તેઓ આત્મારામ છે. તેમને બીજા કોઈની મદદની જરૂર નથી પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે. તેથી કૃષ્ણ ઋષિકેશ છે, ઈન્દ્રિયોના સ્વામી.

તો ઓછામાં ઓછા કૃષ્ણના ભક્તો... કૃષ્ણના ભક્તોના કેટલા બધા ઉદાહરણ છે. તેઓ પણ... કેમ બહુ? લગભગ બધા ભક્તો, તે ગોસ્વામીઓ છે, ઇન્દ્રિયોના સ્વામી. જેમ કે હરિદાસ ઠાકુર, તમને ખબર હશે. હરિદાસ ઠાકુર, તેઓ યુવાન હતા, અને ગામના જામીનદાર, તે મુસ્લિમ હતા. તો બધા હરિદાસ ઠાકુરને આદર્શ માનતા હતા, આટલા મહાન ભક્ત. તો તે જામીનદાર, ગામના જામીનદર, તે ખૂબજ દ્વેષી બની ગયા. તો તેણે એક વેશ્યાને પ્રવૃત્ત કરાવી હતી હરિદાસ ઠાકુરને પ્રદૂષિત કરવા માટે. અને તે રાત્રીની મધ્યમાં આવી હતી, ખૂબજ સારી રીતે વેશ પહેરીને, આકર્ષક. તે ખૂબજ યુવાન પણ હતી, સુંદર. તો તેણે રજૂઆત કરી કે "હું અહીં આવી છું, તમારા સૌંદર્યથી આકર્ષિત થઈને." હરિદાસ ઠાકુરે કહ્યું કે, "હા તે ઠીક છે. આવો, બેસો. મને મારો જપ પૂરો કરવા દો. પછી આપણે ભોગ કરીશું." તો તે બેસી ગઈ. પણ હરિદાસ ઠાકુર જપ કરી રહ્યા હતા, જપ કરી રહ્યા હતા... આપણે, આપણે સોળ માળા પણ જપ નથી કરી શકતા અને તેઓ ત્રણ વાર ચોસઠ માળા કરતા હતા. તે કેટલી થાય?

રેવતીનંદન: ૧૯૬.

પ્રભુપાદ: ૧૯૬ માળા. તે તેમનું એક માત્ર કાર્ય હતું. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ... તો ક્યારેક કોઈક હરિદાસ ઠાકુરનું અનુકરણ કરવા માગે છે. તો તે શક્ય નથી. તો હરિદાસ ઠાકુર, જ્યારે સવાર થઈ ગઈ, વેશ્યાએ કહ્યું "સાહેબ, હવે સવાર થઇ ગઈ." "હા, કાલે રાત્રે, હું... કાલે રાત્રે આવો. આજે હું મારો જપ પૂર્ણ ના કરી શક્યો." તે એક બહાનું હતું. આ રીતે ત્રણ રાતો પસાર થઈ ગઈ. પછી તે વેશ્યા બદલાઈ ગઈ, તેમના ચરણોમાં પડી ગઈ..., "સાહેબ, હું તમને પ્રદૂષિત કરવા આવી હતી. હવે મારી રક્ષા કરો, હું એટલી પતિત છું." તો હરિદાસ ઠાકુરે કહ્યું "હા, મને ખબર છે. હું તમે આવ્યા પછી તરત જ આ જગ્યાને છોડીને જઈ શકતો હતો, પણ મને જોઈતું હતું કે તમે મારી પાસે આવ્યા છો, તો તમે વૈષ્ણવ બની જાઓ." તો તે વેશ્યા એક મહાન ભક્તમાં પરિવર્તિત થઇ ગઈ (હરિદાસ ઠાકુરની) કૃપાથી... હરિદાસ ઠાકુરે કહ્યું કે "તમે અહીં આ જગ્યામાં બેસો. તમે આ તુલસીના છોડની સમક્ષ હરે કૃષ્ણનો જપ કરો. હવે હું આ જગ્યાને છોડીને બીજી જગ્યાએ જાઉં છું."