GU/Prabhupada 0269 - ધૂર્ત અર્થઘટનથી તમે ભગવદ ગીતાને સમજી ના શકો



Lecture on BG 2.10 -- London, August 16, 1973

તો કૃષ્ણને ઋષિકેશના રૂપે સમજવાનો પ્રયાસ કરો. તો ઋષિકેશ, કૃષ્ણ, હસવા લાગ્યા કે "આ મારો મિત્ર છે, નિત્ય પાર્ષદ છે અને તે આવી કમજોરી પ્રદર્શિત કરે છે. સૌથી પેહલા તે ઉત્સાહિત હતો કે હું તેનો રથ લઈ જાઉં, સેનયોર ઉભયોર મધ્યે (ભ.ગી. ૨.૧૦). હવે વિષીદન્તન, હવે તે શોક કરે છે." તો... આપણે બધા તેવા મૂર્ખો છીએ. અર્જુન મૂર્ખ નથી... અર્જુનને ગુડાકેશ કહીને વર્ણિત કરવામાં આવ્યો છે. હવે તે કેવી રીતે મૂર્ખ હોઈ શકે? પણ તે મૂર્ખ બનવાનું એક પાત્ર ભજવી રહ્યો છે. જો તે આ મૂર્ખ બનવાનું પાત્ર નહીં ભજવે, તો આ ભગવદ ગીતા કેવી રીતે શ્રી કૃષ્ણના મુખમાંથી નીકળે? અને કારણકે તે એક ભક્ત છે, તે પૂર્ણ રીતે તેની ભૂમિકા નિભાવે છે કે કૃષ્ણ તેને ઉપદેશ આપે છે. તો આદર્શ ગુરુ અને આદર્શ શિષ્ય, અર્જુન. આપણને તેમની પાસેથી શીખવું જોઈએ... આપણી પરિસ્થિતિ... અર્જુન આપણા જેવા સામાન્ય મનુષ્યનું પ્રતિનિધિત્વ કરે છે, અને કૃષ્ણ ઋષિકેશ છે, તેમનો ઉપદેશ આપે છે, પૂર્ણ ઉપદેશ. જો આપણે સ્વીકારીશું, જો આપણે ભગવદ ગીતાને વાંચીશું અર્જુનની જેમ સમજવા માટે, જે આદર્શ શિષ્ય છે, અને જો આપણે કૃષ્ણના, આદર્શ શિક્ષકના, ઉપદેશને સ્વીકાર કરીશું, તો આપણે સમજવું જોઈએ કે આપણે ભગવદ ગીતાને સમજ્યા છીએ. મારા શુષ્ક માનસિક ચિંતન દ્વારા, ધૂર્ત અર્થઘટન દ્વારા, પોતાની વિદ્વત્તા દેખાડીને, તમે ભગવદ ગીતાને સમજી ના શકો. તે શક્ય નથી. શરણાગત. તેથી ભગવદ ગીતામાં એમ કહેવાયેલું છે કે, તદ વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા (ભ.ગી. ૪.૩૪). તો આપણે શરણાગત થવું જોઈએ, જે રીતે અર્જુન શરણાગત થયો. શિષ્યસ તે અહમ સાધી મામ પ્રપન્નમ: (ભ.ગી. ૨.૭) "હું તમને શરણાગત થાઉં છું. હું તમારો શિષ્ય બનું છું." શિષ્ય બનવાનો અર્થ છે શરણાગત થવું, સ્વેચ્છાથી ગુરુની શિક્ષા, સલાહ, આજ્ઞાને સ્વીકાર કરવી. તો અર્જુને પહેલા જ તેને સ્વીકાર કરી લીધો. જો કે તે કહે છે કે ન યોત્સ્યે, "કૃષ્ણ, હું લડીશ નહીં." પણ સ્વામી, જ્યારે તે બધું સમજાવશે, ત્યારે તે લડશે. માલિકનો આદેશ. નથી લડવું, તે તેની પોતાની ઇન્દ્રિય તૃપ્તિ છે. અને લડવું, ભલે તેને પોતાને લડવાની કોઈ ઈચ્છા નથી, તે સ્વામીના સંતોષ માટે. તે ભગવદ ગીતાનો સાર છે.

તો કૃષ્ણ, અર્જુનને જોઈને, વિશીદંતમ, ખૂબજ પ્રભાવિત થયા, શોક કરી રહ્યા છે, કે તે તેનું કર્તવ્ય કરવા માટે તૈયાર નથી. તેથી આગળના શ્લોકમાં તેઓ શરૂઆત કરે છે કે, અશોચ્યન અન્વશોચસ ત્વમ પ્રજ્ઞા વાદાંશ ચ ભાષસે: (ભ.ગી. ૨.૧૧). "મારા પ્રિય અર્જુન, તું મારો મિત્ર છે. કોઈ વાંધો નહીં, માયા ખૂબ શક્તિશાળી છે. મારા વ્યક્તિગત મિત્ર હોવા છતાં, તું મિથ્યા દયાથી ઓત-પ્રોત થઈ ગયો છે. તો મને જરા સાંભળ." તેથી તેમણે કહ્યું, અશોચ્યન: "તું એવા વિષય ઉપર શોક કરી રહ્યો છો જે જરા પણ સારું નથી." અશોચ્ય. શોચ્ય એટલે કે શોક, અને અશોચ્ય એટલે કે વ્યક્તિએ શોક ન કરવો જોઈએ. અશોચ્ય. તો અશોચ્યન અન્વશોચસ ત્વમ પ્રજ્ઞા વાદાંશ ચ ભાષસે. "પણ તું મારી સાથે ખૂબજ શિક્ષિત વિદ્વાનની જેમ વાત કરે છે." કારણકે તેણે વાતો કરી છે. પણ તે વાતો સાચી છે. જે અર્જુને કહ્યું છે, કે વર્ણ-શંકર, જ્યારે સ્ત્રીઓ પ્રદૂષિત થાય છે, જનતા વર્ણ-શંકર બને છે, તે હકીકત છે. જે પણ અર્જુને કહ્યું છે લડાઈથી બચવા માટે, તો તે વાતો સાચી છે. પણ આધ્યાત્મિક સ્તર પરથી... તે વાતો સાચા હોઈ પણ શકે અને ના પણ હોઈ શકે, પણ આધ્યાત્મિક સ્તર પર, તે બહુ મહત્વપૂર્ણ ના ગણી શકાય. તેથી અશોચ્યન અન્વશોચસ ત્વમ. કારણકે તેનો શોક જીવનના શારીરિક ખ્યાલ પર હતો. તે જીવનનો શારીરિક ખ્યાલ, કૃષ્ણના ઉપદેશોની શરૂઆતમાં જ, તેની નિંદા થયેલી છે. અશોચ્યન અન્વશોચસ ત્વમ: (ભ.ગી. ૨.૧૧) "તું જીવનના શારીરિક ખ્યાલ પર શોક કરે છે." કારણકે જે પણ જીવનના શારીરિક ખ્યાલમાં લીન છે, તે પશુથી વધુ સારો નથી.