GU/Prabhupada 0270 - દરેક વ્યક્તિને સ્વાભાવિક વૃત્તિઓ હોય છે
Lecture on BG 2.7 -- London, August 7, 1973
પ્રદ્યુમ્ન: અનુવાદ, "હવે હું મારા કર્તવ્ય વિષે ભ્રમિત છું અને કમજોરીના કારણે મે બધા પ્રકારની ધીરજને ખોઈ દીધી છે. આ પરિસ્થિતિમાં, હું તમને પૂછું છું કે મને સ્પષ્ટ બતાવો કે મારા માટે શ્રેયસ્કર શું છે. હવે હું તમારો શિષ્ય છું, અને તમારા પ્રતિ એક શરણાગત આત્મા છું. કૃપા કરીને મને શિક્ષા આપો."
પ્રભુપાદ: આ ભગવદ ગીતામાં ખૂબજ મહત્વનો શ્લોક છે. તે જીવનનો મહત્વપૂર્ણ વળાંક છે. કાર્પણ્ય-દોષ. કૃપણ, દોષ એટલે કે ખામી. જ્યારે વ્યક્તિ તેના પદના અનુસાર કાર્ય નથી કરતો, તે ખામી છે. અને તેને કૃપણતા અથવા કંજુસાઈ કહેવાય છે. તો બધાને તેમના પ્રાકૃતિક લક્ષણો છે, સ્વભાવ. યસ્ય હી સ્વભાવસ્ય તસ્યાસો દુરતિક્રમ: સ્વભાવ, સ્વાભાવિક વૃત્તિઓ. તે એક સામાન્ય ઉદાહરણ છે, તે આપેલું છે, કે યસ્ય હી સ્વભાવસ્ય તસ્યાસો દુરતિક્રમ: એક... આદત બીજો સ્વભાવ છે. જેને, જે આદતી છે, કે વ્યક્તિનો સ્વભાવ, એક પ્રકારનું લક્ષણ, ખૂબ મુશ્કેલ છે તેને બદલવું. ઉદાહરણ આપેલું છે: શ્વા યદિ ક્રિયતે રાજા સ: કિમ ન સો ઉપરહનમ. જો તમે એક કૂતરાને રાજા બનાવશો, શું તેનો અર્થ તે છે કે તે જૂતાને ચાટશે નહીં? હા, કુતરાનો સ્વભાવ છે જૂતાને ચાટવું. તો ભલે તમે તેને એક રાજાના વેશમાં રાખો અને તેને રાજાના સિંહાસન ઉપર બિરાજિત કરો, છતાં, જેવો તે એક બુટને જોશે, તે તેના ઉપર કૂદશે અને ચાટવા લાગશે. તેને કહેવાય છે સ્વભાવ. કાર્પણ્ય-દોષ.
તો પશુ જીવનમાં, વ્યક્તિના સ્વભાવને બદલવાની કોઈ શક્યતા નથી, જે ભૌતિક શક્તિ, પ્રકૃતિ દ્વારા અપાયેલી છે. પ્રકૃતે: ક્રિયામાણાની (ભ.ગી. ૩.૨૭). કારણમ ગુણ સંગો અસ્ય, કારણમ ગુણ સંગો અસ્ય સદ-અસદ જન્મ યોનીશુ (ભ.ગી. ૧૩.૨૨). કેમ? દરેક જીવ ભગવાનનો અંશ છે. તેથી મૂળ રૂપે જીવનો સ્વભાવ ભગવાનના જેટલો જ સારો છે. બસ તે માત્રાનો પ્રશ્ન છે. ગુણ એક સમાન છે. ગુણ એક સમાન જ છે. મામૈવાંશો જીવ-ભૂત: (ભ.ગી. ૧૫.૭). તે જ ઉદાહરણ. જો તમે સમુદ્રનું એક ટીપું લેશો, તે ગુણ, રાસાયણિક રચના એક જ છે. પણ માત્રનો ભેદ છે. તે એક ટીપું છે, અને સમુદ્ર એક મહાન સાગર છે. તેવી જ રીતે, આપણે પણ કૃષ્ણના સમાન ગુણના જ છીએ. આપણે અભ્યાસ કરી શકીએ છીએ. કેમ લોકો કહે છે કે ભગવાન નિરાકાર છે? જો હું પણ તે જ ગુણનો છું, તો ભગવાન પણ એક વ્યક્તિ છે, તો તે કેવી રીતે નિરાકાર હોઈ શકે છે? જો, ગુણની રીતે, આપણે એક જ છીએ, ત્યારે હું વ્યક્તિગત રૂપે અનુભવું છું, તો કેમ ભગવાનનું વ્યક્તિત્વ નકારવું જોઈએ? તે બીજી મૂર્ખતા છે. જે નિરાકારવાદી ધૂર્તો છે, તે ભગવાનના સ્વભાવને સમજી નથી શકતા. બાઇબલમાં પણ કહેવાયેલું છે: "મનુષ્ય ભગવાનના રૂપને અનુસાર બનેલો છે." તમે ભગવાનનો ગુણ તમારા ગુણનો અભ્યાસ કરીને, કે બીજા કોઈન પણ ગુણનો અભ્યાસ કરીને, સમજી શકો છો. બસ અંતર માત્રાનો છે. મને કોઈ ગુણ છે, કોઈ ઉપયોગી ગુણ. આપણે પણ ઉત્પન્ન કરીએ છીએ, દરેક જીવ કઈક ઉત્પન્ન કરે છે. પણ તેનું ઉત્પાદન ભગવાનના ઉત્પાદનના સામે કઈ પણ નથી. તે અંતર છે. આપણે એક વિમાનનું ઉત્પાદન કરીએ છીએ. આપણે ખૂબ ગર્વ કરીએ છીએ કે: "હવે અમે સ્પુટનિકની શોધ કરી છે. તે ચંદ્ર ગ્રહ પર જાય છે." પણ તે પણ પૂર્ણ નથી. તે પાછું આવે છે. પણ ભગવાને કેટલા બધા ઉડતા ગ્રહો નિર્મિત કર્યા છે, લાખો અને કરોડો અને અબજો, ખૂબજ ભારી ગ્રહો. જેમ કે આ ગ્રહ ઉપર કેટલા બધા મોટા, મોટા પર્વતો છે, છતાં તે ઉડી રહ્યું છે. આ ભગવાનની શક્તિ છે. ગામ આવિષ્ય (ભ.ગી. ૧૫.૧૩). ભગવદ ગીતામાં તમને મળશે: અહમ ધારયામી ઓજસા (ભ.ગી. ૧૫.૧૩). કોણ આ મોટા મોટા ગ્રહોનું ધારણ-પોષણ કરે છે? આપણે ગુરુત્વાકર્ષણને કારણ બતાવીએ છીએ. અને શાસ્ત્રોમાં આપણને મળે છે કે તે સંકર્ષણ દ્વારા ધારણ થયેલું છે.