GU/Prabhupada 0272 - ભક્તિ દિવ્ય છે



Lecture on BG 2.7 -- London, August 7, 1973

તો આ કાર્યો છે, મૂર્ખ કાર્યો. પણ જ્યારે વ્યક્તિ સત્વગુણમાં સ્થિત છે, ત્યારે તે શાંત હોય છે. તે સમજી શકે છે કે જીવનનું મૂલ્ય શું છે, વ્યક્તિએ કેવી રીતે જીવવું જોઈએ. જીવનનું લક્ષ્ય શું છે, જીવનનું ધ્યેય શું છે. તે જીવનનું લક્ષ્ય બ્રહ્મને સમજવું છે. બ્રહ્મ જાનાતિ ઇતિ બ્રાહ્મણ. તેથી સદગુણ એટલે કે બ્રાહ્મણ. તેવી જ રીતે, ક્ષત્રિય. તો તે ગુણ-કર્મ વિભાગશ: છે. ગુણ. ગુણોને ધ્યાનમાં રાખવા જોઈએ. શ્રી કૃષ્ણે તેથી કહ્યું હતું: ચાતુર વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણ-કર્મ-વિભાગશ: (ભ.ગી. ૪.૧૩). આપણે કોઈ ગુણને પકડી લીધો છે. તે ખૂબ મુશ્કેલ છે. પણ આપણે તરત જ આ બધા ગુણોને પાર કરી શકીએ છીએ. તરત જ? કેવી રીતે. ભક્તિ યોગની પદ્ધતિ દ્વારા. સ ગુણાન સમતિત્યૈતાન બ્રહ્મ-ભૂયાય કલ્પતે (ભ.ગી. ૧૪.૨૬). જો તમે આ ભક્તિ-યોગ વિધિનું પાલન કરશો, ત્યારે તમે પ્રભાવિત નહીં થાઓ આ કોઈ પણ ગુણો દ્વારા, સત્ત્વ, રજસ કે તમસ. તે પણ ભગવદ ગીતામાં વ્યક્ત છે: મામ ચ અવ્યાભચારીણી ભક્તિ-યોગેન સેવતે. જે પણ કૃષ્ણની ભક્તિમય સેવામાં સંલગ્ન છે, અવ્યભિચારીણી:, કોઈ ચૂક વગર, નિષ્ઠાપૂર્વક, શ્રદ્ધામય ભક્તિ, તેવો વ્યક્તિ, મામ ચ અવ્યભિચારીણી યોગેન ,મામ ચ અવ્યભિચારેણ યોગેન ભજતે મામ સ ગુણાન સમતીત્યૈતાન (ભ.ગી. ૧૪.૨૬). તરત જ, તે બધા ગુણોથી દિવ્ય બની જાય છે. તો ભક્તિમય સેવા આ ભૌતિક ગુણોની હેઠળ નથી. તે દિવ્ય છે. ભક્તિ દિવ્ય છે. તેથી તમે કૃષ્ણ કે ભગવાનની ભક્તિ વગર સમજી ના શકો. ભક્ત્યા મામ અભિજાનાતિ (ભ.ગી. ૧૮.૫૫). માત્ર ભક્ત્યા મામ અભિજાનાતિ. નહિતો, તે શક્ય નથી. ભક્ત્યા મામ અભિજાનાતી યાવાન યસ ચાસમી તત્ત્વતઃ સાચામાં, સત્યમાં, જો તમારે સમજવું છે કે ભગવાન શું છે, ત્યારે તમારે આ ભક્તિમાર્ગને અપનાવવો પડશે, ભક્તિમય સેવા. ત્યારે તમે પાર કરશો. તેથી, શ્રીમદ ભાગવતમમાં, નારદજી કહે છે કે: ત્યક્ત્વા સ્વ-ધર્મમ ચરણામ્બુજમ હરેર (શ્રી.ભા. ૧.૫.૧૭). જો કોઈ પણ, લાગણીથી પણ, તેનો સ્વધર્મ તેના ગુણના અનુસાર છોડી દે છે... તેને કહેવાય છે સ્વધર્મ... સ્વધર્મ એટલે કે પોતાનો ધર્મ કે જે તેણે તેના ગુણો અનુસાર પ્રાપ્ત કર્યો છે. તેને કહેવાય છે સ્વધર્મ. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય,શુદ્ર, તે વિભાજીત છે ગુણ-કર્મ-વિભાગશ: (ભ.ગી. ૪.૧૩), ગુણ અને કર્મને આધારે.

તો અહીં અર્જુન કહે છે કાર્પણ્ય-દોષપહત: સ્વભાવ: (ભ.ગી. ૨.૭): "હું ક્ષત્રિય છું." તે સમજે છે કે: "હું ખોટું કરું છું. હું લડવાની મનાઈ કરું છું. તેથી, તે કાર્પણ્ય-દોષ છે, કૃપણતા છે." કૃપણતા એટલે કે મારી પાસે કોઈ ધન છે, પણ હું તેને ખર્ચ નથી કરતો, તેને કહેવાય છે કૃપણતા. તો કૃપણતા, બે પ્રકારના લોકો છે, બ્રાહ્મણ અને શુદ્ર. બ્રાહ્મણ અને શૂદ્ર. બ્રાહ્મણ એટલે કે તે કૃપણ નથી. તેની પાસે અવસર છે, આ મનુષ્ય શરીરનો મહાન અવસર પ્રાપ્ત છે, કેટલા લાખો રૂપિયાની કિંમતનું આ મનુષ્ય શરીર... પણ તે તેનો સદુપયોગ નથી કરતો. માત્ર જુએ છે: "હું કેટલો સુંદર છું." બસ તેટલું જ. બસ તમારી સુંદરતા કે ધનનો સદુપયોગ કરો, આ મનુષ્ય જીવન... તે બ્રાહ્મણ છે, ઉદાર હોવું.