GU/Prabhupada 0273 - આર્ય-સમન એટલે કે કૃષ્ણ-ભાવનાભાવિત વ્યક્તિ



Lecture on BG 2.7 -- London, August 7, 1973

તે બ્રાહ્મણ છે, ઉદાર હોવું. અને... એતદ વિદિત્વા પ્રયાતી સ બ્રાહ્મણ:, જે વ્યક્તિ જાણે છે... તેથી પ્રહલાદ મહારાજ કહે છે: દુર્લભમ મનુષ્યમ જન્મ અધૃવમ અર્થદમ (શ્રી.ભા. ૭.૬.૧). તેઓ તેમના વર્ગમિત્રોમાં પ્રચાર કરી રહ્યા હતા. તેઓ એક આસુરીક પરિવારમાં જન્મ્યા હતા, હિરણ્યકશિપુ. અને તેમના વર્ગમિત્રો પણ, તે જ જાતિના હતા. તો પ્રહલાદ મહારાજે તેમને સલાહ આપી હતી કે, "મારા પ્રિય ભાઈઓ, ચાલો કૃષ્ણ ભાવનામૃતને કેળવીએ." તો બીજા છોકરાઓ, તે કૃષ્ણ ભાવનામૃતના વિશે શું જાણે છે...? પ્રહલાદ મહારાજ જન્મથી જ મુક્ત છે તો તેમણે કહ્યું હતું કે: "આ કૃષ્ણ ભાવનામૃત શું છે?" તેઓ સમજી શકતા ન હતા. તો તેઓ તેમને આશ્વાસન આપતા હતા કે: દુર્લભમ મનુષ્યમ જન્મ તદ અપિ અધૃવમ અર્થદમ. આ મનુષ્ય જન્મ દુર્લભમ છે. લબ્ધવા સુદુર્લભમ ઇદમ બહુ સંભવાન્તે (શ્રી.ભા. ૧૧.૯.૨૯). આ મનુષ્ય શરીર ભૌતિક પ્રકૃતિ દ્વારા અપાયેલું એક મહાન વરદાન છે. લોકો એટલા મૂર્ખ અને દુર્જન છે. તેઓ સમજી નથી શકતા કે આ મનુષ્ય જીવનનું લક્ષ્ય શું છે. તે આ શરીરને પ્રવૃત્ત કરે છે ઇન્દ્રિય તૃપ્તિ માટે બિલાડી અને કુતરાના જેમ. તેથી શાસ્ત્ર કહે છે: "ના, આ મનુષ્ય દેહ ભૂંડ અને કૂતરાની જેમ વ્યર્થ બગાડવા માટે નથી." નાયમ દેહો દેહ ભાજામ નૃલોકે. બધાને શરીર પ્રાપ્ત છે, ભૌતિક શરીર. પણ નૃલોકે, આ માનવ સમાજમાં, આ શરીરને બગાડવું ન જોઈએ. નાયમ દેહો દેહ-ભાજામ નૃલોકે કષ્ટાન કામાન અર્હતિ વિદ ભુજામ યે (શ્રી.ભા. ૫.૫.૧). આ મનુષ્ય શરીર, દિવસ અને રાત માહેનત કરવી, માત્ર ઇન્દ્રિય તૃપ્તિ માટે. તે ભૂંડ અને કુતરાનું કાર્ય છે. તેઓ પણ તે જ કાર્ય કરે છે, દિવસ અને રાત, માત્ર ઇન્દ્રિય તૃપ્તિ માટે સખત મહેનત કરે છે. તો, તેથી મનુષ્ય સમાજમાં એક વર્ગની પદ્ધતિ હોવી જોઈએ. તેને કહેવાય છે વર્ણાશ્રમ-ધર્મ. તે વૈદિક પદ્ધતિ છે. તેને વાસ્તવમાં આર્ય-સમાજ કહેવાય છે. આર્ય-સમાજનો અર્થ એમ નથી કે તમે ધૂર્ત અને મૂર્ખ બની જાઓ અને ભગવાનના અસ્તિત્વને જ નકારો. ના. તે અનાર્ય છે. જેમ કે કૃષ્ણે અર્જુનને ઠપકો આપ્યો: અનાર્ય-જુષ્ટ. "તું એક અનાર્યની જેમ વાત કરે છે." જે વ્યક્તિ કૃષ્ણ ભાવનાભાવિત નથી, તે અનાર્ય છે. અનાર્ય. આર્ય એટલે કે જે વ્યક્તિ કૃષ્ણ ભાવનામૃતમાં ઉન્નત છે. તો વાસ્તવમાં આર્ય-સમાન એટલે કે કૃષ્ણ ભાવનાભાવિત વ્યક્તિ. નહિતો, ઢોંગી, ઢોંગી આર્ય-સમાન. કારણકે અહીં ભગવદ ગીતામાં, કૃષ્ણ અર્જુનને ઠપકો આપતા કહે છે, કારણકે તે લડવાની મનાઈ કરે છે, કારણકે તેને ખબર નથી કે તેનું કર્તવ્ય શું છે, ફરીથી અર્જુન અહીં માને છે કે કાર્પણ્ય દોષોપહત સ્વભાવ (ભ.ગી. ૨.૭). "હા, હું અનાર્ય છું. હું અનાર્ય બની ગયો છું. કારણ કે હું મારુ કર્તવ્ય ભૂલી ગયો છું."

તો વાસ્તવમાં આર્ય સમાજ એટલે કે કૃષ્ણ ભાવનાભાવિત સમાજ, આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનાભાવિત સમાજ... તે આર્ય છે. બનાવટી નથી. તો અહીં, અર્જુન સમજાવે છે, પોતાની પરિસ્થિતિ પ્રસ્તુત કરે છે: "હા, કાર્પણ્ય દોષો. કારણકે હું મારા કર્તવ્યને ભૂલી જાઉં છું, તેથી ઉપહત-સ્વભાવ:, હું મારા પ્રાકૃતિક સ્વભાવોના કારણે ભ્રમિત છું." એક ક્ષત્રિયએ હંમેશા કાર્યરત રહેવું જોઈએ. જ્યારે પણ યુદ્ધ થાય છે, લડાઈ થાય છે, તેમણે ખૂબ જ ઉત્સાહી હોવું જોઈએ. એક ક્ષત્રિય, જ્યારે બીજો ક્ષત્રિય તેને કહે છે કે: "મારે તારી સાથે લડવું છે," તે, ઓહ, તે ના ન પાડી શકે. "હા, આવી જા. લડ. તલવાર લઈ લે." તરત જ: "ચાલ આવ". તે ક્ષત્રિય છે. અત્યારે તે લડવા માટે ના પાડે છે. તેથી, તે સમજી નથી શકતો... તમે આ બાજુ ઉભા રહો, આગળ નહીં. તે તેનું કર્તવ્ય ભૂલી જાય છે, ક્ષત્રિય ધર્મ. તેથી, તે સ્વીકાર કરે છે: હા, કાર્પણ્ય-દોષ. કાર્પણ્ય-દોષોપહત-સ્વભાવ (ભ.ગી. ૨.૭). "મારૂ સ્વાભાવિક કર્તવ્ય હું ભૂલી જાઉં છું. તેથી હું કૃપણ બની ગયો છું. તેથી મારો..." જ્યારે તમે કૃપણ બની જાઓ છો, તે એક રોગમય અવસ્થા છે. ત્યારે તમારું કર્તવ્ય શું છે? ત્યારે તમે એવા વ્યક્તિ પાસે જાઓ કે જે... જેમ કે જ્યારે તમે માંદા પાડો છો, તમે એક ડોક્ટર પાસે જાઓ છો અને તેને પૂછો છો "શું કરવું, સાહેબ?" હવે હું આ રોગથી પીડિત છું. "તે તમારૂ કર્તવ્ય છે. તેવી જ રીતે, જ્યારે આપણે આપણા કર્તવ્યોમાં દુવિધામાં આવીએ છીએ, અથવા આપણે આપણા કર્તવ્યોને ભૂલી જઈએ છીએ, તે ખૂબજ સરસ છે એક શ્રેષ્ઠ વ્યક્તિ પાસે જઈને તેને પૂછવું કે શું કરવું. તો કૃષ્ણ કરતા શ્રેષ્ઠ વ્યક્તિ કોણ હોઈ શકે? તેથી અર્જુન કહે છે: પૃચ્છામિ ત્વામ. "હું તમને પૂછું છું. કારણકે તે મારૂ કર્તવ્ય છે. હવે હું મારા કર્તવ્યમાં નિષ્ફળ જઈ રહ્યો છું, ખામી. તો આ સારું નથી. તેથી મારે કોઈને પૂછવું જોઈએ જે મારા કરતા શ્રેષ્ઠ હોય." તે કર્તવ્ય છે. તદ વિજ્ઞાનાર્થમ સ ગુરુમ એવ અભિગચ્છેત (મુ.ઉ. ૧.૨.૧૨). તે વૈદિક કર્તવ્ય છે. બધા દુવિધામાં છે. બધા આ ભૌતિક જગતમાં કષ્ટોને સહે છે, દુવિધામાં. પણ તે એક પ્રામાણિક ગુરુની શોધ કરવા નહીં જાય. ના. તે કાર્પણ્ય-દોષ છે. તે કાર્પણ્ય-દોષ છે. અહીં, અર્જુન કાર્પણ્ય-દોષથી બહાર આવી રહ્યો છે. કેવી રીતે? હવે તે કૃષ્ણને પૂછે છે. પૃચ્છામિ ત્વામ. "મારા પ્રિય કૃષ્ણ, તમે સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ છો. તે મને ખબર છે. તમે કૃષ્ણ છો. તો હું દુવિધામાં છું. વાસ્તવમાં, હું મારા કર્તવ્યને ભૂલી જઈ રહ્યો છું. તેથી હું તમને પૂછું છું."