GU/Prabhupada 0277 - કૃષ્ણ ભાવનામૃત મતલબ દરેક પ્રકારનું જ્ઞાન હોવું



Lecture on BG 7.2 -- San Francisco, September 11, 1968

પ્રભુપાદ:

જ્ઞાનમ તે અહમ સ વિજ્ઞાનમ
ઇદમ વક્ષ્યામિ અશેષતઃ
યજ જ્ઞાત્વા નેહ ભૂયો
અન્યજ જ્ઞાતવ્યમ અવશિષ્યતે
(ભ.ગી. ૭.૨)

આપણે આ શ્લોકની ચર્ચા કરી રહ્યા હતા, કે જ્ઞાન શું છે. જ્ઞાન એટલે કે જાણવું કે આ બ્રહ્માંડ કેવી રીતે ચાલી રહ્યું છે, શું કાર્ય પદ્ધતિ છે, શું શક્તિ છે. જેમ કે વૈજ્ઞાનિકો, તેઓ વિવિધ શક્તિઓને શોધી રહ્યા છે. જેમ કે આ પૃથ્વી ભારહીનતા ઉપર તરી રહી છે. તો આટલું મોટું ભૌતિક શરીર આટલા બધા પર્વતો, આટલા બધા સમુદ્રો, સાગરો, ગગનચુંબી ઇમારતો, શહેરો, નગરો, દેશો - તે એક રૂના પૂમડાની જેમ, હવામાં તરે છે. તો જો કોઈ સમજે તે કેવી રીતે તરે છે, તે જ્ઞાન છે.

તો કૃષ્ણ ભાવનામૃત મતલબ બધા પ્રકારના જ્ઞાન હોવું. એમ નથી કે અમે કૃષ્ણ ભાવનાભાવિત લોકો કોઈ લાગણીના આવેશમાં છીએ. ના. આપણી પાસે તત્વજ્ઞાન, વિજ્ઞાન, આસ્તિકતા, સદાચાર, નીતિ, બધું જ છે - જે કઈ આપણને આ મનુષ્ય જીવનમાં જાણવા માટે જરૂરી છે. તો કૃષ્ણ કહે છે કે," હું તને બધા જ્ઞાન વિષે કહીશ." તો આ કૃષ્ણ ભાવનામૃત છે. કૃષ્ણ ભાવનામૃત...એક કૃષ્ણ ભાવનાભાવિત વ્યક્તિ મૂર્ખ ન હોવો જોઈએ. જો તેને જરૂર પડે સમજાવવા માટે કે કેવી રીતે આ બ્રહ્માંડના ગ્રહો તરી રહ્યા છે, કેવી રીતે આ મનુષ્ય શરીર ભ્રમણ કરી રહ્યું છે, કેટલી બધી જીવનની યોનીઓ છે, કેવી રીતે ઉત્ક્રાંતિ થાય છે... આ બધું વૈજ્ઞાનિક જ્ઞાન છે. ભૌતિક શાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, રસાયણ શાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, બધું જ. તેથી કૃષ્ણ કહે છે, યજ જ્ઞાત્વા, જો તમે આ જ્ઞાનને સમજી જશો, કૃષ્ણ ભાવનામૃતને, ત્યારે તમને બીજું કઈ પણ જાણવાની જરૂર નહીં રહે. તેનો મતલબ તમારી પાસે સંપૂર્ણ જ્ઞાન હશે. આપણે જ્ઞાનની લાલસા રાખીએ છીએ, પણ જો આપણને કૃષ્ણ ભાવનામૃતનું જ્ઞાન છે, જો આપણે કૃષ્ણને જાણી જઈએ, તો બધું જ્ઞાન તેમાં આવી જાય છે.

તો તત-શક્તિ વિષય વિવિક્ત-સ્વરૂપ વિષયકમ જ્ઞાનમ. તમને તમારા બંધારણીય અવસ્થા વિષયે પૂર્ણ જ્ઞાન હશે, આ ભૌતિક જગત, આધ્યાત્મિક જગત, ભગવાન, આપણો પારસ્પરિક સંબંધ, સમય, અવકાશ, બધું જ. કેટલી બધી વસ્તુઓ જાણવા માટે છે, પણ મુખ્ય વસ્તુ છે કે... ભગવાન, જીવ, કાળ, કર્મ અને આ ભૌતિક પ્રકૃતિ. આ પાંચ વસ્તુઓ જાણવા જેવી છે. તમે નકારી ના શકો કે "કોઈ ભગવાન નથી." ભગવાન નિયંત્રક છે, પરમ નિયંત્રક. તમે ના કહી શકો કે તમે નિયંત્રિત નથી થતાં. નિયંત્રક છે. જેમ કે રાજ્યમાં તમે ના કહી શકો કે નિયંત્રક નથી. નિયંત્રક છે. દરેક શેરીમાં, દરેક ઘરમાં, નિયંત્રણ છે, સરકારી નિયંત્રણ. ધારોકે આ દુકાનમાં, અહીં પણ સરકારી નિયંત્રણ છે. તમારે આ રીતે દુકાન બનાવવી પડશે, તમે રહી ના શકો. જો તે નિવાસી ઘર છે, "તેની અગ્નિશામક વ્યવસ્થા આ રીતે હોવી જોઈએ." નિયંત્રણ છે. જો તમે શેરીમાં ચાલો પણ, જો તમે ગાડી ચલાવો, નિયંત્રણ છે: "જમણી બાજુએ રાખો." તમે આગળ નથી વધી શકતા જ્યાં લખ્યું છે "થોભો". તમારે ઊભા રહેવું જ પડે.

તો દરેક રીતે, નિયંત્રણ છે, તમે નિયંત્રણ હેઠળ છો. તો એક નિયામક છે. અને પરમ નિયામક કૃષ્ણ છે. એક નિયંત્રક બીજા નિયંત્રકની ઉપર છે. જો તમે પરમ નિયંત્રકને શોધતા જાઓ, શોધતા જાઓ, તો તમને કૃષ્ણ મળશે. સર્વ-કારણ-કારણમ (બ્ર.સં. ૫.૧). બ્રહ્મ સંહિતા પુષ્ટિ આપે છે, ઈશ્વર: પરમ:,પરમ નિયંત્રક કૃષ્ણ છે. ઈશ્વર: પરમ: કૃષ્ણ: (બ્ર.સં. ૫.૧). ઈશ્વર એટલે કે નિયંત્રક. તો આપણે આ નિયંત્રકનું જ્ઞાન પ્રાપ્ત કરવું જ પડે, કેવી રીતે તેઓ કાર્ય કરી રહ્યા છે. (બાળક અવાજ કરે છે) તે શાંતિ ભંગ કરે છે. તો જ્ઞાનમ વિજ્ઞાનમ સહિતમ. માત્ર નિયંત્રકને જાણવું જ નહીં, પણ તે પણ જાણવું કે તેઓ કેવી રીતે નિયંત્રણ કરે છે, કેટલી બધી શક્તિઓ છે નિયંત્રક પાસે, અને તેઓ કેવી રીતે પરમ નિયંત્રક છે - તે વિજ્ઞાનમ છે. તો જ્ઞાનમ વિજ્ઞાનમ તે નતે તુભ્યમ પ્રપન્નાય અશેષત: