GU/Prabhupada 0278 - શિષ્યનો મતલબ જે શિસ્તનો સ્વીકાર કરે



Lecture on BG 7.2 -- San Francisco, September 11, 1968

હવે આ જ્ઞાન તે વ્યક્તિ દ્વારા સમજી શકાય છે જેણે કૃષ્ણ સાથે સંબંધ બનાવી લીધો છે અને જે શરણાગત આત્મા છે. શરણાગત થયા વગર ખૂબ જ મુશ્કેલ છે સમજવું નિયામકને અને શક્તિઓને, કેવી રીતે તેઓ બધું નિયંત્રણ કરી રહ્યા છે. તુભ્યમ પ્રપન્નાય અશેષતઃ સમગ્રેણ ઉપદેક્ષ્યામી. આ શરત છે. તમને મળશે આગળના અધ્યાયોમાં કૃષ્ણ કહેશે કે, નાહમ પ્રકાશ સર્વસ્ય (ભ.ગી. ૭.૨૫). જેમ કે જો તમે કોઈ શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ કરો છો, જો તમે તે સંસ્થાના નીતિ નિયમોને શરણાગત નહીં થાવ, તમે કેવી રીતે તે સંસ્થા દ્વારા આપેલા જ્ઞાનનો લાભ મેળવી શકશો? બધી જ જગ્યાએ, જ્યા પણ તમારે કઈ પ્રાપ્ત કરવું છે, તમારે નિયંત્રિત થવું પડશે, અથવા તમારે તે નીતિ નિયમોને શરણાગત થવું પડશે. જેમ કે અમારા વર્ગોમાં અમે ભગવદ ગીતા ઉપર થોડું શિક્ષણ આપીએ છીએ, અને જો તમે આ વર્ગના નીતિ નિયમોનું પાલન નહીં કરો, તો જ્ઞાનને પ્રાપ્ત કરવુ શક્ય નથી. તેવી જ રીતે, નિયંત્રકનું પૂર્ણ જ્ઞાન અને નિયંત્રણની વિધિને ત્યારે જ સમજી શકાય છે જ્યારે વ્યક્તિ શરણાગત છે જેમ કે અર્જુન કૃષ્ણને શરણાગત છે. જ્યા સુધી વ્યક્તિ શરણાગત આત્મા નથી, તે શક્ય નથી. તમે હંમેશા સ્મરણ કરો કે કૃષ્ણ, અર્જુને પોતાને કૃષ્ણને શરણાગત કર્યો હતો. શિષ્યસ તે અહમ સાધી મામ પ્રપન્નમ (ભ.ગી. ૨.૭). તો તેથી કૃષ્ણ તેને કહે છે.

વાસ્તવમાં, આ શાસ્ત્રોનો સંદેશ ત્યા સુધી કાર્ય નથી કરતો, જ્યારે સુધી વક્તા અને શ્રોતાગણમાં કોઈ સંબંધ નથી. તો શ્રોતાગણ એટલે કે શિષ્યો. શિષ્ય એટલે કે જે શિષ્ટાચારને સ્વીકાર કરે છે. શિષ્ય. શિષ્ય. ચોક્કસ સંસ્કૃત શબ્દ છે શિષ્ય. એક શિષ્ય એટલે કે... એક ક્રિયાપદ છે, સંસ્કૃત ક્રિયાપદ, જેને કહેવાય છે શાસ. શાસ એટલે કે નિયંત્રણ કરાતું. શાસથી "શાસ્ત્ર" આવે છે. શાસ્ત્ર એટલે કે નિયંત્રણ કરનાર ગ્રંથો. અને શસથી, શસ્ત્ર. શસ્ત્ર એટલે કે અસ્ત્રો. જ્યારે વાદ વિવાદ હારે છે... જેમ કે રાજ્ય નિયંત્રણ કરે છે. સૌથી પેહલા તે તમને નિયમો આપે છે. જો તમે નિયમોને તોડશો, જો તમે નિયમન ગ્રંથો એટલે કે શાસ્ત્રોનું પાલન નહીં કરો, પછી આગલું કદમ છે શસ્ત્ર. શસ્ત્ર એટલે કે હથિયારો. જો તમે સરકારના નિયમોનું પાલન નહીં કરો, જમણા બાજુમાં રાખશો, ત્યારે ત્યાં પોલીસનો ડંડો છે - શસ્ત્ર. તો તમારે નિયંત્રિત થવું જ પડશે. જો તમે સજ્જન છો, તો તમારે શાસ્ત્રોના ઉપદેશ અનુસાર નિયંત્રિત થવું પડશે. અને જો તમે વિરોધ કરો છો, ત્યારે દુર્ગાદેવીનું ત્રિશુલ છે. તમે દુર્ગાદેવીને જોયા હશે, તે ચિત્ર, ત્રિશુલ, ત્રિતાપ. તમે ના કરી શકો, મારો કહેવાનો અર્થ છે કે, નિયમોનો ભંગ ના કરી શકો. જેવી રીતે રાજ્યનો, તેવી જ રીતે કૃષ્ણના પરમ રાજ્યનો પણ. તે શક્ય નથી. જેમ કે ઉદાહરણ માટે સ્વાસ્થ્યના થોડા નિયમો છે. જો તમે વધારે ખાશો, તો તમે કોઈ રોગ દ્વારા નિયંત્રિત થશો. તમને અપચો થશે, અને ડોકટર તમને ત્રણ દિવસો સુધી ન ખાવા માટે સલાહ આપશે.

તો નિયંત્રણ છે. તો પ્રકૃતિ, પ્રકૃતિ એટલે કે ભગવાનનો નિયમ, સ્વાભાવિક રીતે કાર્ય કરે છે. મૂર્ખ લોકો ભગવાનના નિયમોને નથી જોઈ શકતા, પણ ભગવાનનો નિયમ છે. સૂર્ય ઠીક સમયે ઉદિત થાય છે, ચંદ્ર ઠીક સમયે ઉદિત થાય છે. પેહલું વર્ષ, પહેલો જાન્યુઆરી ઠીક સમયમાં આવે છે. તો નિયંત્રણ છે. પણ મૂર્ખ લોકો, તેઓ જોઈ નથી શકતા. બધું નિયંત્રિત છે. તો ભગવાનને જોવું અને કેવી રીતે વસ્તુઓ કાર્ય કરી રહી છે અને કેવી રીતે વસ્તુઓ નિયંત્રિત થઇ રહી છે, આ વસ્તુઓને જાણવાની જરૂર છે. આપણે માત્ર લાગણી દ્વારા ન જવું જોઈએ. ધાર્મિક ભાવ તે વ્યક્તિઓ માટે સારું છે જે આંધળું અનુકરણ કરે છે. પણ વર્તમાન સમયે, લોકો કહેવાતા શિક્ષણમાં ઉન્નત છે. તો ભગવદ્ ગીતા તમને પૂર્ણ જ્ઞાન આપે છે કે તમે ભગવાનને તમારી બુદ્ધિથી, તમારી દલીલથી, તમારા જ્ઞાન દ્વારા સમજી શકો છો. તે આંધળું અનુકરણ નથી. કૃષ્ણ ભાવનામૃત એક લાગણી નથી. તે જ્ઞાન અને વિજ્ઞાન દ્વારા આશ્રિત છે. વિજ્ઞાનમ.. જ્ઞાનમ વિજ્ઞાન સહિતમ. તો વિજ્ઞાન સહિતમ વગર... અને આ જ્ઞાનને સમજવાની પદ્ધતિ છે એક શરણાગત આત્મા હોવું. તેથી, આપણે... શિષ્ય, શિષ્ય એટલે કે જે શિષ્ટાચાર સ્વીકાર કરે છે. શિષ્ટાચારનો સ્વીકાર કર્યા વગર આપણે કોઈ પ્રગતિ નથી કરી શકતા. તે શક્ય નથી. કોઈ પણ જ્ઞાન, કોઈ પણ કાર્યક્ષેત્ર, જો તમારે જાણવું હોય, વૈજ્ઞાનિક રીતે અને વાસ્તવમાં, તો તમને નિયંત્રણના સિદ્ધાંતનો સ્વીકાર કરવો જોઈએ. સમગ્રેણ વક્ષ ય સ્વરૂપમ સર્વોકરં યત્ર ધીયમ તદ ઉભય વિષયકમ જ્ઞાનં વ્યકતુમ.