GU/Prabhupada 0279 - વાસ્તવમાં આપણે ધનની સેવા કરીએ છીએ



Lecture on BG 7.2 -- San Francisco, September 11, 1968

હવે અહીં, આ અધ્યાયમાં, સ્પષ્ટ રૂપે વ્યક્ત છે, કે કોણ પરમ પૂજનીય છે. આપણે પૂજન કરીએ છીએ. આપણા સામર્થ્ય પ્રમાણે, આપણે કોઈકની પૂજા કરીએ છીએ. ઓછામાં ઓછું આપણે આપણા માલિકની પૂજા તો કરીએ જ છીએ. જો હું ઓફિસ કે કોઈ કારખાનામાં કામ કરું, તો મારે મારા સાહેબની પૂજા કરવી પડે છે, મારે તેમના આદેશોનું પાલન કરવું જ પડે. તો બધા જ પૂજા કરે છે. હવે, કોણ સર્વશ્રેષ્ઠ પૂજનીય વ્યક્તિ છે, કૃષ્ણ, કેવી રીતે તેઓ સૌથી પૂજનીય વ્યક્તિ છે, તે આ અધ્યાયમાં સમજાવેલું છે. ય સ્વરૂપમ સર્વ કરમ ચ યચ ચ ધીયામ તદ ઉભય વિષયકમ જ્ઞાનમ વ્યક્તુમ અત્ર ભક્તિ પ્રતિજ્ઞાનમ. તેથી જો આપણે સમજીએ કે અહીં પરમ નિયંત્રક છે, અહીં પરમ આરાધ્ય વ્યક્તિ છે, તો આપણા જીવનની બધી સમસ્યાઓનું એક જ ક્ષણમાં નિવારણ થાય છે. આપણે શોધીએ છીએ... જેમ કે પેલા દિવસે, મે તમને એક કથા કહી હતી કે, એક મુસલમાન ભક્ત, તેને સર્વશ્રેષ્ઠની સેવા કરવાની ઈચ્છા હતી. તે નવાબની સેવા કરી રહ્યા હતો, ત્યારે તે શહેનશાહ, બાદશાહ પાસે ગયો, પછી શહેનશાહથી હરિદાસ, એક સંત પુરુષ, અને હરિદાસથી તેમને કૃષ્ણની આરાધના કરવા માટે વૃંદાવનમાં સ્થાન પ્રાપ્ત થયું.

તો આપણે જિજ્ઞાસુ, બુદ્ધિશાળી હોવા જોઈએ. આપણે સેવા કરીએ છીએ. દરેક વ્યક્તિ, આપણે સેવા કરીએ છીએ, ઓછામાં ઓછું આપણે આપણી ઇન્દ્રિયોની સેવા કરીએ છીએ. દરેક વ્યક્તિ, વ્યવહારિક રૂપથી, તેઓ કોઈ સાહેબની કે કોઈ માલિકની પૂજા નથી કરી રહ્યા, તેઓ પોતાની ઇન્દ્રિયોની જ સેવા કરી રહ્યા છે. જો હું કોઈની મારા સાહેબ તરીકે સેવા કરું છું, ત્યારે હું તે વ્યક્તિની સેવા નથી કરી રહ્યો, હું તેના ધનની સેવા કરું છું. જો તે કહે છે, "આવતી કાલથી તારે મફતમાં કામ કરવું પડશે. તને અત્યારે વીસ ડોલર પ્રતિ દિવસે મળે છે. કાલથી મારી પાસે કોઈ ધન નથી. તારે મફતમાં કામ કરવું પડશે." "આહ, ના, ના. સાહેબ, હું નથી આવવાનો કારણકે હું તમારી સેવા નથી કરતો, હું તમારા ધનની સેવા કરું છું." તો વાસ્તવમાં આપણે ધનની સેવા કરી રહ્યા છીએ. અને કેમ તમે ધનની સેવા કરો છો? કારણકે ધનથી હું મારી ઇન્દ્રિયોને તુષ્ટ કરી શકું છું. ધન વગર, આપણે, આ દુષ્કર ઈન્દ્રિયોને તૃપ્ત ના કરી શકીએ જો મારે પીવું છે, જો મને ફલાણી અને ફલાણી વસ્તુઓનો ભોગ કરવો છે, તો મને ધનની આવશ્યકતા છે. તેથી આખરે તો હું મારી ઇન્દ્રિયોની જ સેવા કરું છું.

તેથી કૃષ્ણને ગોવિંદ કહેવાય છે. આપણને અંતમાં આપણી ઇન્દ્રિય તૃપ્તિ જોઈએ છે, અને ગો એટલે કે ઇન્દ્રિયો. અહીં એક વ્યક્તિ છે, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન. જો તમે કૃષ્ણની સેવા કરશો, તો તમારી ઇન્દ્રિયો સંતુષ્ટ થશે. તેથી તેમનું નામ ગોવિંદ છે. વાસ્તવમાં, આપણે આપણી ઇન્દ્રિયોને સંતુષ્ટ કરવા માગીએ છીએ, પણ વાસ્તવિક ઇન્દ્રિયો, દિવ્ય ઇન્દ્રિયો કૃષ્ણ, ગોવિંદ છે. તેથી, ભક્તિ, ભક્તિમય સેવા, મતલબ ઇન્દ્રિયોને શુદ્ધ કરવી. પરમ શુદ્ધની સેવામાં સંલગ્ન થવું. ભગવાન પરમ શુદ્ધ છે. ભગવદ ગીતામાં દશમાં અધ્યાયમાં તમને મળશે કે અર્જુન કૃષ્ણ વિશે વર્ણન આપે છે, પવિત્રમ પરમમ ભવાન (ભ.ગી. ૧૦.૧૨-૧૩): "તમે પરમ પવિત્ર છો." તો જો તમારે પરમ પવિત્રના ઇન્દ્રિયોની સેવા કરવી છે, તો તમારે પણ શુદ્ધ થવું પડે. કારણકે વગર... શુદ્ધ એટલે કે આધ્યાત્મિક. આધ્યાત્મિક જીવન એટલે કે શુદ્ધ જીવન, અને ભૌતિક જીવન એટલે કે પ્રદૂષિત જીવન. જેમ કે આપણી પાસે આ શરીર છે, ભૌતિક શરીર. તે અશુદ્ધ શરીર છે. તેથી આપણે રોગગ્રસ્ત થઈએ છીએ, આપણે વૃદ્ધ થઈએ છીએ, જન્મની પીડા થાય છે, મૃત્યુની પીડા થાય છે. અને આપણા વાસ્તવિક રૂપમાં, આધ્યાત્મિક રૂપમાં, શુદ્ધ રૂપમાં, તેવો કોઈ કષ્ટ નથી કોઈ જન્મ નથી, કોઈ મરણ નથી, કોઈ રોગ નથી અને કોઈ વૃદ્ધાવસ્થા નથી. ભગવદ ગીતામાં તમે વાંચેલું છે કે, નિત્ય: શાશ્વતો અયમ ન હન્યતે હન્યમાને શરીરે (ભ.ગી. ૨.૨૦). નિત્ય. જો કે હું સૌથી વૃદ્ધ છું, કેમ કે હું મારૂ શરીર બદલું છું... આત્માના રૂપે હું શુદ્ધ છું. મને કોઈ જન્મ નથી, મને કોઈ મૃત્યુ નથી, પણ હું માત્ર મારૂ દેહાન્તર કરું છું. તેથી હું સૌથી વૃદ્ધ છું. તો ભલે હું સૌથી વૃદ્ધ હોઉ, પણ મારી આત્મા નવી છે. હું હંમેશા તાજો છું. આ મારી સ્થિતિ છે.