GU/Prabhupada 0292 - તમારા જ્ઞાન દ્વારા પરમને શોધી કાઢો



Lecture -- Seattle, October 4, 1968

પ્રભુપાદ: ગોવિંદમ આદિ પુરૂષમ તમ અહમ ભજામિ.

ભક્તો: ગોવિંદમ આદિ પુરૂષમ તમ અહમ ભજામિ.

પ્રભુપાદ: કોઈ તેને મદદ કરે છે? હા, તે ઠીક... તો આપણે ઉત્સુક છીએ આદિ પુરુષને પ્રાપ્ત કરવા માટે. (હાસ્ય) આપણે બીજુ કોઈ, જે પોતે આધિન છે, તેનામાં રુચિ નથી રાખતા. ગોવિંદમ આદિ પુરૂષમ. પણ જો કોઈ મૂળ પુરુષને પ્રાપ્ત કરી લેશે, તો તે બધાને પ્રાપ્ત કરી લે છે. જેમ કે તે જ ઉદાહરણ. વેદોમાં કહેવાયેલું છે, ઉપનિષદોમાં, યસ્મિન વિજ્ઞાતે સર્વમ એવમ વિજ્ઞાતમ ભવન્તિ (મુ.ઉ. ૧.૩). જો તમે પૂર્ણ પુરુષોત્તમ ભગવાનને સમજી શકો, તો તમે બધું સમજી જશો. અલગથી બીજુ કઈ સમજવાની જરૂર નથી. યસ્મિન વિજ્ઞાતે સર્વમ એવમ વિજ્ઞાતમ ભવન્તિ. તેવી જ રીતે, ભગવદ ગીતામાં પણ કહેવાયેલું છે,

યમ લબ્ધવા ચાપરમ લાભમ
મન્યતે નાધિકમ તતઃ
યસ્મિન સ્થિતો ન દુઃખેન
ગુરુનાપી વિચાલ્યતે
(ભ.ગી. ૬.૨૦-૨૩)

અત્યારે આપણે, બધા, જીવનના તે સ્તરની ખોજ કરીએ છીએ જ્યાં કોઈ પણ ચિંતા ન હોય. તે દરેકનું લક્ષ્ય છે. આપણે કેમ સંઘર્ષ કરીએ છીએ? આપણે એક નિશ્ચિત લક્ષ્યને પહોંચવાનો પ્રયાસ કરીએ છીએ. જેમ કે બે દળો ફૂટબોલ રમી રહ્યા છે, તે દરેક, લક્ષ્યને પહોંચવાનો પ્રયાસ કરે છે. તે વિજય છે. તો બધા કઈ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે, વિવિધ સ્તરના પ્રમાણે, વિવિધ પ્રકારના ખ્યાલ અનુસાર. એવું નથી કે બધા એક જ વાત પાછળ જાય છે. કોઈ વ્યક્તિ ભૌતિક આનંદ પાછળ જાય છે, કોઈ નશા પાછળ શોધ કરે છે, કોઈ મૈથુન પાછળ શોધ કરે છે, કોઈ ધન પાછળ શોધ કરે છે, કોઈ જ્ઞાન પાછળ શોધ કરે છે, કોઈ બીજી ઘણી બધી વસ્તુઓ પાછળ શોધ કરે છે, પણ, એક વાત છે. જો આપણે તે પ્રાપ્ત કરી શકીએ છીએ, તે સિદ્ધિને પ્રાપ્ત કરી શકીએ, ત્યારે આપણે સંતુષ્ટ થઈશું અને આપણે કહીશું કે "અમને બીજું કઈ જોઈતું નથી." સ્વામિન કૃતાર્થો અસ્મિ વરમ ન યાચે (ચૈ.ચ. મધ્ય ૨૨.૪૨). કેટલા બધા ઉદાહરણો છે. તો તે તેમ છે, અને તે કૃષ્ણ છે. જો તમે માત્ર કૃષ્ણને સમજી શકો, તો તમારું જ્ઞાન પૂર્ણ છે, તમે બધુ સમજો છો. તમે વિજ્ઞાનને સમજી શકશો, તમે ગણિતને સમજી શકશો, તમે રસાયણ શાસ્ત્રને, ભૌતિક વિજ્ઞાનને સમજી શકશો, ભૂગોળ, સિદ્ધાંત, સાહિત્ય, બધું. તે એટલું સરસ છે. તો ભાગવત કહે છે તેથી કે સંસિદ્ધિર હરિ-તોષણમ (શ્રી.ભા. ૧.૨.૧૩). જે પણ જ્ઞાનના વિભાગમાં કે કાર્યોના વિભાગમાં તમે સંલગ્ન છો, તેનો કોઈ વાંધો નથી. પણ જો તમે તે પરમને પ્રાપ્ત કરી શકો, તમારા જ્ઞાન દ્વારા, તે તમારી સિદ્ધિ છે. તમે એક વૈજ્ઞાનિક છો, ઠીક છે, કોઈ વાંધો નથી. તમારા વૈજ્ઞાનિક સંશોધન દ્વારા તમે પરમને શોધી કાઢો. ત્યારે તે તમારી સિદ્ધિ છે. તમે વ્યાપારી છો? ઓહ, તમારા ધન દ્વારા બસ તમે પરમને શોધી કાઢવાનો પ્રયાસ કરો. તમે પ્રેમી છો? બસ તમે પરમ પ્રેમીને શોધી કાઢવાનો પ્રયાસ કરો. તમે રુચિ, સુંદરતાની પાછળ છો, કે... સુંદરતા, રુચિ, સૌંદર્ય, જો તમે તે પરમને શોધી કાઢશો, ત્યારે સૌંદર્ય પાછળ તમારી શોધ સંતુષ્ટ થશે. બધું. કૃષ્ણ, તે કૃષ્ણ છે. કૃષ્ણ એટલે કે સર્વ-આકર્ષક. તમે કોઈ વસ્તુની પાછળ શોધી રહ્યા છો. જો તમને કૃષ્ણ મળી જશે, તો તમે જોશો કે હા, મારૂ લક્ષ્ય પ્રાપ્ત થઇ ગયું છે. તેથી તેમનું નામ કૃષ્ણ છે.