GU/Prabhupada 0302 - લોકો આત્મસમર્પણ કરવા માટે ઇચ્છુક નથી



Lecture -- Seattle, October 2, 1968

પ્રભુપાદ: તો આપણે વાંચીએ છીએ ભગવાન શ્રી ચૈતન્યની શિક્ષાઓ. આપણે આપણી પાછલી સભામાં પ્રારંભ કર્યું હતું, અને આપણે ફરીથી તેને વાંચીશું. તમે વાંચશો? હા.

તમાલ કૃષ્ણ: પૃષ્ઠ ઓગણત્રીસ, પણ તમે વાંચવું ક્યાં પૂરું કર્યું હતું?

પ્રભુપાદ: ક્યાંયથી પણ વાંચો, બસ. હા.

તમાલ કૃષ્ણ: ઠીક છે. "ભગવદ ગીતામાં આપણને જ્ઞાન મળે છે બંધારણીય સ્થિતિનું કે વ્યક્તિગત વસ્તુ આત્મા છે. તે પદાર્થ નથી. તેથી જેમ આત્મા અંશ છે, પરમાત્મા, નિરપેક્ષ સત્ય, પુરુષોત્તમ ભગવાનનો. આપણે તે પણ શીખ્યું છે કે આત્માનું કર્તવ્ય છે શરણાગત થવું, કારણકે તે ત્યારે જ સુખી બની શકે છે. ભગવદ ગીતાનો છેલ્લો ઉપદેશ છે કે આત્મા પૂર્ણ રીતે શરણાગત થઇ જાય, પરમાત્મા, કૃષ્ણને, અને તે રીતે સુખનો અનુભવ કરે. અહીં પણ ભગવાન ચૈતન્ય સનાતનના પ્રશ્નોનો ઉત્તર આપે છે, અને તે જ સત્યને ફરીથી કહે છે, પણ આત્મા વિશેની માહિતી આપ્યા વગર કારણકે તે પહેલા જ ગીતામાં વર્ણિત છે."

પ્રભુપાદ: હા. મુદ્દો છે, કે આત્માની બંધારણીય સ્થિતિ શું છે, શ્રીમદ ભગવદ ગીતામાં ખૂબ જ વિસ્તૃત રૂપે વર્ણિત છે. હવે ભગવદ ગીતામાં છેલ્લો ઉપદેશ, જેમ કૃષ્ણ કહે છે, સર્વ-ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ (ભ.ગી. ૧૮.૬૬). તેમણે અર્જુનને બધા પ્રકારની યોગ પદ્ધતિઓ વિશે શિક્ષા આપી દીધી, બધા પ્રકારની ધાર્મિક કર્મકાંડની વિધિઓ, યજ્ઞો, અને તાત્વિક શુષ્ક ચિંતન, શરીરની બંધારણીય અવસ્થા, આત્માની બંધારણીય અવસ્થા. બધું તેમણે વર્ણિત કર્યું છે ભગવદ ગીતામાં. અને છેલ્લે તેઓ અર્જુનને કહે છે, "મારા પ્રિય અર્જુન, કારણકે તું મારો ખૂબજ નિકટ અને પ્રિય મિત્ર છે, તેથી હું તને વૈદિક જ્ઞાનનો સૌથી રહસ્યમય ભાગ કહું છું." અને તે શું છે? "તું બસ મને શરણાગત થઈ જા." બસ તેટલું જ. લોકો શરણાગત થવા માટે ઉત્સુક નથી, તેથી તેમને કેટલી બધી વસ્તુઓ શીખવી પડે છે. જેમ કે એક બાળક, તેને માત્ર તેના માતા પિતાને શરણાગત થવાનો ભાવ છે, તે સુખી છે. તત્વજ્ઞાન શીખવાની કોઈ જરૂર નથી, કેવી રીતે સુખી બનીને રહેવું. બાળક પૂર્ણ રીતે તેના માતા પિતાના રક્ષણમાં છે અને તે સુખી છે. સરળ સિદ્ધાંત છે. પણ કારણકે આપણે સભ્યતામાં, જ્ઞાનમાં પ્રગતિ કરી છે, તેથી આપણે આ સરળ સિદ્ધાંતને ઘણી બધી શાબ્દિક માયાજાળથી સમજવાનો પ્રયાસ કરવો છે. બસ. તો જો તમારે શબ્દોના ભ્રમમાં શીખવું છે, તો આ કૃષ્ણ ભાવનામૃત આંદોલનમાં કોઈ પણ અછત નથી. આપણા પાસે તત્વજ્ઞાનની ઉપર કેટલીય પુસ્તકો છે. પણ જો તમે આ સરળ પદ્ધતિને સ્વીકાર કરશો, કે આપણે... ભગવાન મહાન છે અને હું એક અંશ માત્ર છું, તેથી મારૂ કર્તવ્ય છે કે હું ભગવાનની સેવા કરૂ અને શરણાગત થઉ. બસ. તો ચૈતન્ય મહાપ્રભુ બંધારણીય અવસ્થા, તત્વજ્ઞાન અને જ્ઞાનની ચર્ચા કર્યા વગર, અને બીજી કેટલી બધી વસ્તુઓ, યોગ પદ્ધતિ, તેઓ તરત જ શરૂઆત કરે છે કે જીવનું બંધારણીય સ્વરૂપ છે કે તે સંપૂર્ણ પરમની સેવા કરે. તે છે... તે ચૈતન્ય મહાપ્રભુની શિક્ષાની શરૂઆત છે. તેનો અર્થ છે કે જ્યાં ભગવદ્ ગીતાની શિક્ષાનો અંત થયો, ત્યાંથી ચૈતન્ય મહાપ્રભુ પ્રારંભ કરે છે.

પ્રભુપાદ: હા. આગળ વધો.

તમાલ કૃષ્ણ: "તેઓ તે બિંદુથી શરુ કરે છે જ્યાં કૃષ્ણએ તેમનો છેલ્લો ઉપદેશ સમાપ્ત કર્યો હતો. તે મહાન ભક્તો દ્વારા સ્વીકૃત છે કે ભગવાન ચૈતન્ય સ્વયમ કૃષ્ણ છે, અને જે બિંદુ ઉપર તેમણે ગીતામાં તેમની શિક્ષાઓને વિરામ આપ્યો હતો, ત્યાંથી જ તે ફરીથી સનાતનને તેમની શિક્ષા આપવાનો પ્રારંભ કરે છે. ભગવાને સનાતનને કહ્યું, "તમારું બંધારણીય સ્વરૂપ છે કે તમે શુદ્ધ જીવાત્મા છો. આ ભૌતિક શરીર તમારું સાચું સ્વરૂપ નથી, કે નથી તમારું મન તમારી સાચી ઓળખ, કે નથી તમારી બુદ્ધિ, કે નથી અહંકાર તમારી સાચી ઓળખ. તમારી ઓળખ છે કે તમે પરમ ભગવાન શ્રી કૃષ્ણના શાશ્વત સેવક છો."

પ્રભુપાદ: હવે, અહીં થોડા મુખ્ય મુદ્દા છે, કે આપણા આત્મ-સાક્ષાત્કારમાં, જે લોકો સ્થૂળ ભૌતિક સ્તર ઉપર છે, તેઓ વિચારે છે કે, આ શરીર, "હું આ શરીર છું." હું આ શરીર છું, શરીર એટલે કે ઇન્દ્રિયો. તેથી મારી તૃપ્તિ એટલે કે ઇન્દ્રિયોની તૃપ્તિ - ઇન્દ્રિય તૃપ્તિ. તે આત્મ-સાક્ષાત્કારનો સૌથી સ્થૂળ રૂપ છે. આ શરીર પણ સ્વયમ છે. શરીર પણ સ્વયમ છે, મન પણ સ્વયમ છે, અને આત્મા પણ સ્વયમ છે. સ્વયમ, પર્યાય. શરીર અને મન અને આત્મા, બંને... ત્રણેયને સ્વયમ કહેવાય છે. હવે આ જીવનના સૌથી સ્થૂળ સ્તર ઉપર, આપણે વિચારીએ છીએ કે આ શરીર સ્વયમ છે. અને સૂક્ષ્મ સ્થિતિમાં આપણે વિચારીએ છીએ કે મન અને બુદ્ધિ સ્વયમ છે. પણ વાસ્તવમાં, સ્વયમ આપણે શરીરની પરે છીએ, મનની પરે છીએ, બુદ્ધિની પરે છીએ. તે સ્થિતિ છે. જે લોકો આત્મ-સાક્ષાત્કારના સૌથી સ્થૂળ સ્તર ઉપર છે, તે લોકો ભૌતિકવાદીઓ છે. અને જે લોકો મન અને બુદ્ધિની ધારણા ઉપર છે, તે તત્ત્વજ્ઞાનીઓ અને કવિઓ છે. તેઓ કોઈ તત્વજ્ઞાન કાઢે છે, અને તે કોઈ કવિતા લખે છે, પણ તેમની ધારણા હજી પણ ખોટી છે. અને જ્યારે તમે આધ્યાત્મિક સ્તર ઉપર આવો, ત્યારે તે ભક્તિમય સેવા કહેવાય છે. તે ચૈતન્ય મહાપ્રભુ દ્વારા સમજાવવામાં આવી રહ્યું છે.