GU/Prabhupada 0309 - આધ્યાત્મિક ગુરુ શાશ્વત છે



Lecture -- Seattle, October 2, 1968

મધુદ્વિષઃ શું એક ખ્રિસ્તી વ્યક્તિ માટે કોઈ માર્ગ છે, કોઈ ગુરુની મદદ વગર, આધ્યાત્મિક આકાશ સુધી પહોંચવું ઈશુ ખ્રિસ્તના શબ્દોનો વિશ્વાસ કરીને અને તેમના આદેશોનું પાલન કરીને?

પ્રભુપાદ: હું સમજી ના શક્યો.

તમાલ કૃષ્ણ: શું એક ખ્રિસ્તી વ્યક્તિ, આ યુગમાં, કોઈ ગુરુની વગર, ફક્ત બાઇબલ વાંચીને અને ઈશુના શબ્દોનું પાલન કરીને પહોંચી શકે છે...

પ્રભુપાદ: જ્યારે તમે બાઇબલ વાંચો છો, ત્યારે તમે ગુરુનું પાલન કરો છો. તમે કેવી રીતે કહી શકો છો ગુરુ વગર? જેવુ તમે બાઇબલ વાંચો છો, તેનો મતલબ તમે ઈશુ ખ્રિસ્તના ઉપદેશનું પાલન કરો છો, તેનો અર્થ છે કે તમે ગુરુનું પાલન કરો છો. તો ગુરુ વગર હોવાનો અવકાશ ક્યાં છે?

મધુદ્વિષઃ હું એક જીવતા ગુરુ વિષે વાત કરતો હતો.

પ્રભુપાદ: ગુરુ પ્રશ્ન નથી કે... ગુરુ શાશ્વત છે. ગુરુ શાશ્વત છે. તો તમારો પ્રશ્ન છે વગર ગુરુના. તમે ગુરુના વગર જીવનના કોઈ પણ સ્તરમાં રહી ના શકો. તમારે આ કે કોઈ બીજા, પણ ગુરુ તો સ્વીકારવા જ જોઈએ. તમારે સ્વીકારવા જ પડે. જેવું તમે કહો છો કે "બાઇબલ વાંચીને," જ્યારે તમે બાઇબલ વાંચો છો તેનો મતલબ તમે ગુરુનું પાલન કરો છો. ભગવાન ઈશુ ખ્રિસ્તના પરંપરાના કોઈ પ્રતિનિધિ પાદરીના રૂપમાં. તો કોઈ પણ પરિસ્થિતિમાં, તમારે ગુરુનું અનુસરણ કરવું જ પડે. ગુરુ વગર હોવાનો કોઈ પ્રશ્ન જ નથી. શું તે સ્પષ્ટ છે?

મધુદ્વિષઃ મારા કહેવાનો અર્થ છે કે અમે ભગવદ ગીતાના સંદેશને સમજી ના શક્યા હોત, તમારી મદદ વગર, તમારી પ્રસ્તુતિ વગર.

પ્રભુપાદ: તેવી જ રીતે તમારે બાઇબલને સમજવું જોઈએ ચર્ચના પાદરીની મદદથી.

મધુદ્વિષઃ: હા. પણ શું તે તેમની પરંપરાથી કે બિશપથી સાચું અર્થઘટન પ્રાપ્ત કરે છે? કારણકે બાઇબલના અર્થઘટનમાં કોઈ ખોટ હોય તેવું લાગે છે. ખ્રિસ્તી ધર્મના કેટલા બધા પંથો છે જે બાઇબલને વિવિધ રીતે અર્થઘટન આપે છે.

પ્રભુપાદ: અવશ્ય, બાઇબલમાં કોઈ અર્થઘટન ના હોઈ શકે. નહિતો, બાઇબલનો કોઈ અધિકાર જ નથી. જો તમે કોઈ અર્થઘટન આપો છો... જેમ કે "એક પાવડાને પાવડો કહો." તો જો તમે બીજું કઈ કહો, ત્યારે તે અલગ વાત છે. ત્યારે તે ગુરુ નથી. જેમ કે આ ઘડીયાળ છે. દરેક વ્યક્તિ તેને ઘડીયાળ કહે છે, અને જો હું તેને ચશ્મા કહું, ત્યારે મારૂ ગુરુ હોવાનું શું મહત્વ છે? હું તમને ગુમરાહ કરું છું. તે ઘડીયાળ છે, મારે તે જ કહેવું જોઈએ. (હાસ્ય) તો તે... જ્યારે પણ ખોટું તાત્પર્ય અપાય છે, ત્યારે તે પ્રામાણિક ગુરુ નથી. તે ગુરુ નથી, જેને કહેવાય છે પ્રામાણિક. જો હું તમને શીખવાડવા લાગુ કે આ ઘડીયાળને કેવી રીતે જોવી, હું કહી શકું છું કે, "આને ઘડીયાળ કહેવાય છે, આને હાથ કહેવાય છે, અને આને સમય સૂચક કહેવાય છે; આને કહેવાય છે..." તો તે સારું છે. પણ જો હું કહું કે "બધા તેને ઘડીયાળ કહે છે. પણ હું તેને ચશ્મા કહું છું," ત્યારે હું કેવો ગુરુ છું? તરત જ તેનો અસ્વીકાર કરી દો. તે બુદ્ધિ તમારી પાસે હોવી જોઈએ, કોણ ખોટો ગુરુ છે અને કોણ સાચો ગુરુ છે. નહિતો તમે છેતરાઈ જશો. અને તે થાય છે. બધા પોતપોતાની રીતે તાત્પર્ય આપે છે. ભગવદ ગીતા, હજારો સંપાદન છે, અને તેમણે પોતપોતાની રીતે તાત્પર્ય આપ્યા છે, પણ બધા બેકાર છે. તે બધાને ફેંકી દેવા જોઈએ. તમારે માત્ર ભગવદ ગીતા તેના મૂળ રૂપે વાંચવી જોઈએ. ત્યારે તમે સમજશો. તાત્પર્યનો કોઈ પ્રશ્ન જ નથી. ત્યારે અધિકાર જતો રહે છે. જેવુ તમે તાત્પર્ય આપો છો, ત્યારે કોઈ અધિકાર રહેતો નથી. કાયદાની પુસ્તક. શું તમે ન્યાયાલયમાં ન્યાયાધીશ સામે કહેશો કે, "મારા પ્રિય સ્વામી, હું આ અંશને આ રીતે તાત્પર્ય આપું છું," શું તે સ્વીકૃત થશે? ન્યાયાધીશ કહેશે, "તમે કોણ છો આને તાત્પર્ય આપવા માટે?તમારી પાસે કોઈ અધિકાર નથી." ત્યારે આ કાનૂની-ગ્રંથનો અધિકાર શું છે જો બધા કહેશે કે, "હું આને આ રીતે તાત્પર્ય આપું છું"? અને તાત્પર્ય, ક્યારે તેની જરૂર હોય છે? જ્યારે કોઈ વસ્તુ સમજમાં નથી આવતી. જો હું કહું, "આ એક ઘડીયાળ છે," અને બધા સમજે છે કે "આ ઘડીયાળ છે, હા," તો તેને ચશ્મા કહીને તાત્પર્ય આપવાનો પ્રશ્ન જ ક્યાં છે? જો કોઈ પણ તે સ્પષ્ટ લેખિત અંશને સમજી શકે છે... જેમ કે બાઇબલમાં, "ભગવાને કહ્યું, 'સૃષ્ટિ થવા દો,' અને સૃષ્ટિની રચના થઈ." તાત્પર્યનો પ્રશ્ન જ ક્યાં છે? હા, ભગવાને સર્જન કર્યું. તમે સર્જન નથી કરી શકતા. તાત્પર્યનો અવકાશ જ ક્યાં છે? તો વ્યર્થ તાત્પર્યની જરૂર નથી અને તે પ્રામાણિક નથી, અને જે તેને વ્યર્થ રીતે તાત્પર્ય આપે છે, તેમનો તરત જ અસ્વીકાર કરી દેવો જોઈએ. તરત જ, કઈ પણ વિચાર્યા વગર. ભગવાને કહ્યું, "સૃષ્ટિ થવા દો." તો સૃષ્ટિની રચના થઈ. સરળ વાત છે. અહીં તાત્પર્યનો પ્રશ્ન જ ક્યાં છે? અહીં તાત્પર્ય શું હોઈ શકે છે? કોઈ સુઝાવ આપો કે આ તાત્પર્ય હોઈ શકે છે. શું હું સાચો છું? બાઇબલની શરૂઆતમાં તેમ કહેવાયેલું છે ને? "ભગવાને કહ્યું, 'સૃષ્ટિ થવા દો' અને સૃષ્ટિની રચના થઈ. તો તમારુ તાત્પર્ય શું છે? કહો તમારૂ તાત્પર્ય શું છે. શું કોઈ તાત્પર્યની શક્યતા છે? શું તમે કોઈ કશું કહી શકો છો? તો પછી તાત્પર્યનો અવકાશ જ ક્યાં છે? કોઈ તેને સમજાવી શકે છે. તે અલગ વસ્તુ છે, પણ હકીકત છે કે ભગવાને રચના કરી છે, અને તે રહેશે. તે તમે બદલી નથી શકતા. હવે, કેવી રીતે તે રચના ક્રિયા થઈ, તે શ્રીમદ ભાગવતમમાં સમજાવેલું છે: સૌથી પેહલા, આકાશ હતું, પછી ધ્વનિ ઉત્પન્ન થયું, પછી આ થયું, પછી તે થયું. આ રચનાની પદ્ધતિ છે, તે બીજી વાત છે. પણ હકીકત, સૌથી પ્રાથમિક હકીકત કે, ભગવાને રચના કરી, તે બધી પરિસ્થિતિઓમાં રહેશે. એવું નથી કે ધૂર્ત વૈજ્ઞાનિક કહે છે, "ઓહ, એક ટુકડો હતો, અને તે તૂટ્યો, અને પછી આ બધા ગ્રહ આવી ગયા. કદાચ એમ હોઈ શકે છે અને તેમ હોઈ શકે છે," બધો બકવાસ. તેઓ માત્ર તાત્પર્ય આપે છે, "હોઈ શકે છે," "કદાચ." તે વિજ્ઞાન નથી - "હોઈ શકે છે," "કદાચ." કેમ કદાચ? અહીં સ્પષ્ટ વાક્ય છે, "ભગવાને રચના કરી." બસ. સમાપ્ત.