GU/Prabhupada 0310 - ઈશુ ભગવાનના પ્રતિનિધિ છે અને હરિનામ ભગવાન છે



Lecture -- Seattle, October 2, 1968

પ્રભુપાદ: હા?

મહાપુરુષ: પ્રભુપાદ, શું કોઈ વિરોધાભાસ છે, કારણકે ભગવાન ઈશુ ખ્રિસ્ત અને ભગવાન ચૈતન્ય બન્ને આ કલિયુગમાં પ્રકટ થયા હતા, અને ભગવાન ઈશુ ખ્રિસ્તે કહ્યું હતું કે "ભગવાનને પ્રાપ્ત કરવાનો એક જ માર્ગ મારા દ્વારા છે." બસ મારામાં વિશ્વાસ કરો કે મને શરણાગત થાઓ," અને ભગવાન ચૈતન્યએ શીખવ્યું કે આ યુગમાં આધ્યાત્મિક શાક્ષાત્કારનો એક જ માર્ગ છે હરિનામ?

પ્રભુપાદ: તો તમને અંતર ક્યાં મળે છે? જો ઈશુ ખ્રિસ્ત કહે છે, "મારા દ્વારા," તેનો અર્થ છે કે તેઓ ભગવાનના પ્રતિનિધિ છે, અને હરિનામ ભગવાન છે. તો ભગવાનના પ્રતિનિધિ દ્વારા કે ભગવાન દ્વારા, એક જ વાત છે. ભગવાન અને ભગવાનના પ્રતિનિધિમાં, કોઈ અંતર નથી. સામાન્ય વ્યવહારોમાં પણ, જો હું કોઈ પ્રતિનિધિને મોકલું, જો તે મારા બદલામાં હસ્તાક્ષર કરે છે, મારે તેને સ્વીકારવું પડશે, કારણકે તે મારો પ્રતિનિધિ છે. તેવી જ રીતે, ભગવાનને ભગવાન દ્વારા કે તેમના પ્રતિનિધિ દ્વારા પહોંચી શકાય છે. એક જ વાત છે. માત્ર અંતર સમજૂતીનું હોઈ શકે છે. કારણકે ભગવાન ઈશુ ખ્રિસ્તે તેવા સમાજને સંબોધન કર્યું હતું જે ખૂબ ઉન્નત ન હતું. તમે સમજી શકો છો કે તેવા મહાન વ્યક્તિ, ભગવદ ભાવનાભાવિત વ્યક્તિ, તેમને શૂળી ઉપર ચડાવવામાં આવ્યા હતા. જરા સમાજની પરિસ્થિતિને જુઓ. બીજા શબ્દોમાં, તે ખૂબ જ નીચા દર્જાનો સમાજ હતો. તેથી તે ભગવાનના સંપૂર્ણ સિદ્ધાંતને સમજી ના શક્યા. તે પર્યાપ્ત છે. "ભગવાને રચના કરી. તમે સ્વીકારી લો." તેઓ બુદ્ધિશાળી ન હતા સમજવા માટે કે કેવી રીતે રચના થઈ. જો તેઓ બુદ્ધિશાળી હોત, તો ઈશુ ખ્રિસ્ત જેવા મહાન વ્યક્તિને શૂળી ઉપર ચડાવ્યા ન હોત. તો આપણે સમજવું જોઈએ કે સમાજની શું પરિસ્થિતિ હતી. જેમ કે કુરાનમાં મુહમ્મદ દ્વારા કહેવાયેલું છે કે "આ દિવસથી તમે તમારી માતા સાથે કોઈ મૈથુન ક્રિયા કરતાં નહીં." જરા જુઓ સમાજની પરિસ્થિતિ. તો આપણે નોંધ લેવી પડે સમય, સંજોગો, સમાજની અને પછી પ્રચાર કરવો. તો તેવા સમાજમાં, તે શક્ય નથી ઉચ્ચ સૈદ્ધાંતિક વિષયોને સમજવું, જેમ કે ભગવદ ગીતામાં બતાવેલું છે. પણ પ્રાથમિક હકીકત, કે અધિકારી ભગવાન છે, તે બંન્ને - ભગવદ ગીતા અને બાઇબલમાં બતાવેલું છે. બાઇબલ શરૂઆત કરે છે, "ભગવાન અધિકારી છે," અને ભગવદ ગીતાનો સાર છે, "તમે શરણાગત થાઓ." અંતર ક્યાં છે? માત્ર વર્ણન છે સમય, સમાજ, જગ્યા અને પાત્ર અનુસાર. બસ તેટલું જ. તે લોકો અર્જુન નથી. તમે જોયું? તો જે વાતો અર્જુન દ્વારા સમજાઈ હતી, તે શક્ય નથી કે તેવા લોકો સમજી શકે જેમણે ઈશુ ખ્રિસ્તને શૂળ ઉપર ચડાવ્યા. તમારે આ પ્રકાશમાં અભ્યાસ કરવો જોઈએ. તે જ વાત. એક શબ્દકોશ, એક ખિસ્સામાં મૂકવાનો શબ્દકોશ, બાળકનો શબ્દકોશ, અને આંતરરાષ્ટ્રીય શબ્દકોશ, બન્ને શબ્દકોશ છે, પણ મૂલ્ય અલગ અલગ છે. તે શબ્દકોશ બાળકોના એક વર્ગ માટે છે, અને તે શબ્દકોશ મોટા વિદ્વાનો માટે છે. પણ તમે એવું ના કહી શકો કે બન્નેમાંથી કોઈ પણ શબ્દકોશ નથી. તે તમે ના કહી શકો. બન્ને શબ્દકોશ છે. તો આપણે સમય, જગ્યા, વ્યક્તિ બધુ ધ્યાનમાં રાખવું પડે છે. જેમ કે ભગવાન બુદ્ધ, તેમણે માત્ર કહ્યું હતું કે "આ વ્યર્થ પશુ હત્યાને બંધ કરો." તે તેમનો પ્રચાર હતો. તે લોકો એટલા નીચા દર્જાના હતા, ફક્ત પશુ હત્યામાં આનંદ લેતા. તો તેમનો ઉદ્ધાર કરવા માટે, ભગવાન બુદ્ધ આ બકવાસ રોકવા માગતા હતા: "કૃપા કરીને આ હત્યા રોકો." તો દર વખતે ભગવાન, કે ભગવાનના પ્રતિનિધિઓ, વિવિધ પરિસ્થિતિઓમાં લોકોને શીખવાડવા આવે છે. તો પરિસ્થિતિઓ અનુસાર, સમજૂતીમાં કોઈ અંતર હોઈ શકે છે, પણ પ્રાથમિક વાત તે જ રહે છે. ભગવાન બુદ્ધે કહ્યું કે ,"ઠીક છે, ભગવાન નથી, પણ તમે મને શરણાગત થાઓ." તો ક્યાં અંતર છે? તેનો અર્થ છે કે વ્યક્તિએ ભગવાનનો અધિકાર માનવો જ પડે આ રીતે કે બીજા રીતે.