GU/Prabhupada 0314 - શરીરનું બહુ ધ્યાન નહીં, પણ આત્માનું પૂર્ણ ધ્યાન



Lecture on SB 6.1.10 -- Los Angeles, June 23, 1975

આ યુગમાં, કલિયુગમાં, આ યુગ જે લડાઈ, ઝગડો અને ગેરસમજનો યુગ છે - આને કલિયુગ કહેવાય છે - આ યુગમાં એકજ માર્ગ છે: હરિ-કીર્તનાત. સંકીર્તન આંદોલન છે હરિ-કીર્તન છે. હરિ-કીર્તન... કીર્તન એટલે કે ભગવાનનું ગુણગાન કરવું, હરિ-કીર્તન. અને તેની પુષ્ટિ શ્રીમદ-ભાગવતમમાં પણ થઇ છે:

કલેર દોષ નિધે રાજન
અસ્તિ હી એકો મહાન ગુણ:
કીર્તનાદ એવ કૃષ્ણસ્ય
મુક્ત સંગ: પરમ વ્રજેત
(શ્રી.ભા. ૧૨.૩.૫૧)

તો આની ભલામણ થયેલી છે, અને તેવી જ રીતે, શ્રી ચૈતન્ય મહાપ્રભુના વિષયે પણ, શ્રીમદ ભાગવતમમાં એક વાક્ય છે ત્વિષાકૃષ્ણમ....

કૃષ્ણ વર્ણમ ત્વિષાકૃષ્ણમ
સાંગોપાંગાસ્ત્ર પાર્ષદમ
યજ્ઞે: સંકીર્તન પ્રાયૈર
યજન્તિ હી સુમેધસ:
(શ્રી.ભા. ૧૧.૫.૩૨)

તેથી આપણું પેહલું કર્તવ્ય છે ચૈતન્ય મહાપ્રભુની આરાધના કરવી. આપણે વિગ્રહ રાખીએ છીએ. સૌથી પેહલા આપણે શ્રી ચૈતન્ય મહાપ્રભુ અને તેમના પાર્ષદોને આપણા નમસ્કાર અર્પણ કરીએ છીએ, અને પછી, ગુરુ-ગૌરાંગ, પછી રાધા-કૃષ્ણને અથવા જગન્નાથને. તો કારણકે આ કલિયુગની પદ્ધતિ છે, યજ્ઞે: સંકીર્તન પ્રાયૈર યજન્તિ હી સુમેધસ:, જો તમે આ સંકીર્તન કરશો, માત્ર આ પદ્ધતિ, ભગવાન ચૈતન્યની સામે જેટલું વધારે થાય તેટલું, ત્યારે તમારી સફળતા નિશ્ચિત છે. તમને બીજી કઈ પણ જરૂર નથી. આની ભલામણ થયેલી છે: યજ્ઞે: સંકીર્તન પ્રાયૈર યજન્તિ હી સુમેધસ:

તો જે લોકો બુદ્ધિશાળી છે, તેઓ આ આત્મ-સાક્ષાત્કારની સરળ પદ્ધતિને પકડી લે છે. જેટલું વધારે તમે જપ કરો, હ્રદયની સફાઈ ક્રિયા તેટલું સારી રીતે થાય છે. ચેતો-દર્પણ માર્જનમ (ચૈ.ચ.અંત્ય.૨૦.૧૨). આની ભલામણ થયેલી છે. ચેતો દર્પ... આ સૌથી પહેલું છે, કારણકે આપણું આધ્યાત્મિક જીવન ત્યા સુધી પ્રારંભ નહીં થાય જ્યા સુધી ચેતો દર્પણ માર્જનમ, જ્યારે સુધી તમારા હ્રદયનું દર્પણ સાફ નહીં થાય ત્યા સુધી. પણ આ સૌથી સરળ પદ્ધતિ છે. જો તમે આનંદમાં હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરશો, ત્યારે સૌથી પેહલો લાભ તે હશે કે તમારૂ હ્રદય સાફ થઈ જશે. પછી તમે જોઈ શકો છો, કે તમારી પરિસ્થિતિ શું છે, તમે કોણ છો, તમારૂ કાર્ય શું છે. જો તમારૂ હ્રદય અશુદ્ધ છે, તો... તો હ્રદયની તે અશુદ્ધિ આ પદ્ધતિ, પશ્ચાતાપ દ્વારા સાફ નથી થતી. તે શક્ય નથી. તેથી... પરીક્ષિત મહારાજ ખૂબજ હોશિયાર છે. તેમણે કહ્યું, પ્રાયશ્ચિત્તમ અથો અપાર્થમ (શ્રી.ભા. ૬.૧.૧૦). અપ, અપ એટલે કે "નકારાત્મક," અને અર્થ એટલે કે "મતલબ." "તેનો કોઈ અર્થ નથી." તે તરત જ અસ્વીકાર કરે છે, પ્રાયશ્ચિત્તમ અપાર્થમ. "તેમાં શું લાભ હશે? તે અશુદ્ધ રહેશે. તે હૃદય, હ્રદયનું ઊંડાણ, શુદ્ધ નથી કરતું. વ્યક્તિના હ્રદયની અંદર બધા પ્રકારની અસ્વચ્છ વસ્તુઓ છે. "હું કેવી રીતે છેતરપિંડી કરીશ, હું કેવી રીતે કાળા બજારમાં જઈશ, કેવી રીતે હું ઇન્દ્રિય-તૃપ્તિ કરીશ, કેવી રીતે હું વેશ્યા પાસે જઈશ અને દારૂ પીશ." આ બધી વસ્તુઓ ભરેલી છે. તો માત્ર મંદિર જવાથી, કે ચર્ચ જવાથી કે કોઈ પ્રાયશ્ચિત કરવાથી, તે લાભ નહીં આપે. વ્યક્તિએ ગંભીરતાથી, આ પદ્ધતિનો સ્વીકાર કરવો પડે, સંકીર્તનમ. ચેતો-દર્પણ માર્જનમ ભવ-મહા દાવાગ્નિ નિર્વાપણમ (ચૈ.ચ.અંત્ય.૨૦.૧૨).

સૌથી પેહલો લાભ થાશે કે તમારૂ હ્રદય શુદ્ધ થશે. બીજો લાભ છે કે ભવ-મહા-દાવાગ્નિ-નિર્વાર્પણમ. જો તમારૂ હ્રદય શુદ્ધ થઇ ગયું છે, ત્યારે તમે સમજી શકશો કે આ ભૌતિક જગતમાં તમારી શું પરિસ્થિતિ છે. અને એક અસ્વચ્છ હ્રદયથી, તમે સમજી નહીં શકો. જો તમારૂ હ્રદય સ્વચ્છ થઈ જશે, તો તમે સમજી શકશો કે "હું આ શરીર નથી. હું આત્મા છું. તો હું મારા પોતાના માટે શું કરું છું.? હું આત્મા છું. હું આ શરીર નથી. હું આ શરીરને સાબુ લગાડું છું, પણ હું જે છું, હું પોતે ભૂખે મરી રહ્યો છું." આ ચાલી રહ્યું છે. આ ભૌતિક સભ્યતા એટલે કે તે શરીરનો ખ્યાલ રાખે છે પણ તેમને આત્મા વિશે કોઈ પણ જ્ઞાન નથી જે શરીરની અંદર છે. આ ભૌતિક સભ્યતા છે. અને આપણું કૃષ્ણ ભાવનામૃત આંદોલન છે કે, શરીર માટે એટલું ધ્યાન નથી, પણ આત્મા માટે પૂરું ધ્યાન. આ કૃષ્ણ ભાવનામૃત છે, બિલકુલ વિરોધમાં.

તેથી તે લોકો આ આંદોલનને સમજી નથી શકતા. આ પૂર્ણ આધ્યાત્મિક આંદોલન છે. આ ભૌતિક આંદોલન નથી. તેથી તે લોકો ક્યારેક ભૂલ કરે છે કે "તમારા લોકો સ્વાસ્થ્યમાં કમજોર છે. તેઓ આમ અને તેમ બની રહ્યા છે. તેઓ માંસ નથી ખાતા, તો તેમની શક્તિ ઓછી છે." તો "આપણે ઇન્દ્રિય-શક્તિ વિશે એટલા ચિંતિત નથી. આપણે આધ્યાત્મિક જીવન વિશે ચિંતિત છીએ." તેથી તેઓ ક્યારેક ગેરસમજ કરે છે. તો કોઈ પણ વાંધો નથી, લોકો તેને સમજે કે ના સમજે - તેનો કોઈ વાંધો નથી. તમે તમારા કીર્તન સાથે આગળ વધતાં રહો અને ધ્યાન રાખો કે ફરીથી ભૌતિક જીવન ના હોય.

આપનો ખૂબ ખૂબ ધન્યવાદ.