GU/Prabhupada 0316 - અનુકરણ કરવાનો પ્રયત્ન ના કરો, તે ખૂબ જ ખતરનાક છે



Lecture on SB 7.9.5 -- Mayapur, February 25, 1977

પ્રભુપાદ: તરત જ આપણે પ્રથમ-વર્ગના ભક્ત નથી બની શકતા. આપણે હરિદાસ ઠાકુરની નકલ નથી કરી શકતા. તે શક્ય નથી. પણ ઓછામાં ઓછું. સંખ્યા-પૂર્વક-નામ-ગાન-નતિભિઃ (ષડ ગોસ્વામી અષ્ટક). આપણે અભ્યાસ કરવો જ પડે. અમુક સંખ્યાના બળનું આપણે પાલન કરવું જ જોઈએ. અને તેથી આપણે તે બનાવ્યું છે... આપણા અમુક કહેવાતા ભક્તો, તેઓ મારી નિંદા કરે છે કે મેં માત્ર સોળ માળા સુધી જ સીમા આપી છે. ના, કેમ સોળ માળા જ? તમે ત્રણ સો માળા પણ કરી શકો છો, પણ ઓછામાં ઓછી, ઓછામાં ઓછી સોળ માળા, કારણકે આપણને એટલો બધો સમય આપવાની આદત નથી. આપણે હંમેશા વ્યસ્ત રેહવું જ જોઈએ. પણ એક જગ્યાએ બેસીને સતત હરે કૃષ્ણ મંત્રનો જપ કરવો, તે કોઈ બદ્ધ જીવ માટે સંભવ નથી - જ્યા સુધી તે મુક્ત નથી બની જતો. તો અનુકરણ કરવાનો પ્રયાસ ન કરો. મારા ગુરુ મહારાજે કડક મનાઈ કરી છે, "હરિદાસ ઠાકુર, રૂપ ગોસ્વામીજી જેવા મહાન વ્યક્તિઓનું અનુકરણ કરવાનો પ્રયાસ ન કરો." તેઓ કહેતા હતા કે, રૂપ ગોસ્વામી કે મોઘ વાંછા. રૂપ ગોસ્વામી, કારણ કે તે લંગોટી/કૌપીન પહેરતા હતા... ત્યક્ત્વા-તૂર્ણમ અશેષ મંડલ પતિ શ્રેણીમ સદા તુચ્છ-વત ભૂત્વા-દિન ગણેશકૌ કરુણયા કૌપીન-કંઠા... તો કોઈ મતલબ નથી રૂપ ગોસ્વામીજીનો નકલ કરવાનો, તેમના વેશની નકલ કરવાનો, અને પછી, જેવો અવસર છે, બીડી પીઓ. (હાસ્ય) આ વ્યર્થપણું ન કરતા. કોઈ લાભ નથી, નકલ. અનુસરણ, અનુકરણ નહીં. અનુકરણ ખતરનાક છે. અનુસરણ. સાધુ-માર્ગાનુગમનમ. તે ભક્તિ છે. આપણે મોટા મોટા, ભક્તો, સાધુઓના પદચિહ્નોનું અનુસરણ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. આપણે... આપણે પાલન કરવાનો પ્રયાસ કરીશું. નકલ કરવાનો પ્રયાસ ના કરો. તે ખૂબજ ખતરનાક છે.

આપણા અમુક ભક્તો, તેઓ જતાં રહ્યા, કે "અહીં કોઈ ભજન નથી," (હાસ્ય) અને મારા આશીર્વાદ માંગતા હતા બીજા ગુરુ પ્રાપ્ત કરવા માટે. તો તે મારા આશીર્વાદ માંગે છે બીજા ગુરુને પ્રાપ્ત કરવા માટે. તો આ ધૂર્તતા સારી નથી. તો શ્રેષ્ઠ વાત છે મહાજનો યેન ગતઃ સ પંથા: (ચૈ.ચ. મધ્ય ૧૭.૧૮૬). અહીં મહાજન છે. પ્રહલાદ મહારાજ એક મહાજન છે. બાર મહાજનોમાંથી, પ્રહલાદ મહારાજ એક મહાજન છે. સ્વયંભૂ નારદ શંભુ (કૌમારો) કપિલો મનુ: પ્રહલાદ: (શ્રી.ભા. ૬.૩.૨૦-૨૧). પ્રહલાદ મહારાજનું નામ પણ છે. જનકો ભીષ્મો બલિર વૈયાસકીર વયમ (શ્રી.ભા. ૬.૩.૨૦-૨૧). તો પ્રહલાદ મહારાજ મહાજન છે. તો પ્રયાસ કરો પ્રહલાદ મહારાજનું અનુસરણ કરવાનો. અનુસરણ. સાધુ માર્ગાનુગમનમ. તો પ્રહલાદ મહારાજે શું કર્યું હતું? તેમને તેમના પિતા દ્વારા કેટલા બધા કષ્ટોમાં મૂકવામાં આવ્યા હતા, અને તેમણે શું કર્યું? તે હંમેશા કૃષ્ણ વિશે વિચારતા હતા કે, "હું શું કરી શકું? મારા પિતા વિરોધી છે." તે છે મન-મના ભવ મદ-ભક્ત: અને છેલ્લે, જ્યારે તેમના પિતાની હત્યા થાય છે, ત્યારે તેઓ પ્રણામ કરે છે. તો આ ચાર વસ્તુઓ, પદચિહ્નોનું અનુસરણ કરો ગંભીરતાથી, એક શુદ્ધ ભક્તની જેમ. સર્વોપાધિ વિનિર્મુક્તમ (ચૈ.ચ. મધ્ય ૧૯.૧૭૦). પ્રહલાદ મહારાજે ક્યારેય પણ તેમ ના વિચાર્યું કે "હું હિરણ્યકશિપુનો પુત્ર છું." ક્યારે પણ ના વિચાર્યું. તેઓ હંમેશા વિચારતા હતા, "હું નારદનો દાસ છું." તે તેમણે કહ્યું. જ્યારે ભગવાન નરસિંહદેવ તેમને વર આપવા માગતા હતા, ત્યારે તેમણે માગ્યું, "કૃપા કરીને મને નારદ મુનિની સેવામાં સંલગ્ન કરો, જેમની કૃપાથી મને આ ઉપદેશ મળ્યો છે." તેમણે ક્યારેય પણ ના કહ્યું કે, "મારા પિતાની સેવા કરવા દો." ના. કારણકે તેમને ઉપદેશ મળ્યો હતો કે, તેઓ હંમેશા.... ચક્ષુ દાન દિલો જોઈ જન્મે જન્મે પિતા સેઈ. તે પિતા છે. બીજા કોઈ પિતા નથી. ચક્ષુ દાન દિલો યેઈ, જન્મે જન્મે પિતા સેઈ. આગલી પંક્તિ શું છે?

ભક્તો: દિવ્ય જ્ઞાન હ્રદે પ્રકાશિતો.

પ્રભુપાદ: હા, દિવ્ય જ્ઞાન હ્રદે પ્રકાશિતો. તો તે પિતા છે. તો આપણે હંમેશા ધ્યાન રાખવું જોઈએ. તમે મૂર્ખ બનીને આ કૃષ્ણ ભાવનામૃત આંદોલનને ગાંડપણમાં છોડતા નહીં.

આપનો ખૂબ ખૂબ ધન્યવાદ.