GU/Prabhupada 0317 - આપણે કૃષ્ણને શરણાગત નથી થતાં. આ રોગ છે



Lecture on BG 4.7 -- Bombay, March 27, 1974

સમજવાનો પ્રયાસ કરો ધર્મ શું છે. તો ભગવાન એક જ છે. ભગવાન ક્યાં પણ નથી કહી શકતા કે "આ ધર્મ છે અને આ ધર્મ નથી." ભગવાન કહે છે, ભગવાન કૃષ્ણ ભગવદ ગીતામાં કહે છે... અહીં તેમ કહેવાયેલું છે કે યદા યદા હી ધર્મસ્ય ગ્લાનીર ભવતિ ભારત (ભ.ગી. ૪.૭), પરિત્રાણાય સાધુનામ... આગળના શ્લોકમાં તેઓ કહે છે કે

પરિત્રાણાય સાધુનામ
વિનાશાય ચ દુષ્કૃતામ
ધર્મ સંસ્થાપનાર્થાય
સંભવામિ યુગે યુગે
(ભ.ગી. ૪.૮)

કૃષ્ણના બે કાર્યો છે. કારણકે તે પહેલાથી જ સમજાવેલું છે, ભુતાનામ ઈશ્વર: "હું બધા જીવોનો નિયંત્રક છું." તેથી જ્યારે ધર્મના આચરણમાં કોઈ ગ્લાનિ થાય છે, ત્યારે તેઓ સ્વયમ બદલો આપે છે કે દંડ આપે છે. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ. બે વસ્તુઓ.

જેમ કે સરકારનું કર્તવ્ય છે રક્ષણ આપવું ધર્મ-પાલક નાગરિકોને રક્ષણ આપવું અને ચોરોને દંડ આપવો. સરકારના આ બે કર્તવ્યો છે. અને પરમ સરકાર, કૃષ્ણ... કારણકે આ ખ્યાલ ક્યાંથી આવ્યો? સરકાર ધર્મ-પાલક નાગરિકોને પુરસ્કાર આપે છે, અથવા સંરક્ષણ આપે છે, અને જે ધર્મ પાલન નથી કરતા, તેમને પણ સંરક્ષણ અપાય છે, પણ દંડના અંતર્ગત. તો ધર્મ એટલે કે, જેમ કે કૃષ્ણ ભગવદ ગીતામાં કહે છે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ (ભ.ગી. ૧૮.૬૬). આ ધર્મ છે. આ ધર્મ છે. અને આપણો ધર્મ, આપણું લક્ષણ પણ તે જ છે.

કારણકે આપણે દરેક, કોઈના કોઈને શરણાગત થઈએ છીએ. બધાનું નિરીક્ષણ કરો. દરેક વ્યક્તિને કોઈ ઉપરી અધિકારી છે, જેની પાસે તે શરણાગત થયો છે. તે તેનો પરિવાર હોઈ શકે છે, તેની પત્ની, કે તેની સરકાર, તેનો સમુદાય, તેનો સમાજ, કે તેનું રાજનૈતિક દળ. તમે ક્યાંય પણ જાઓ, લક્ષણ છે શરણાગત થવું. તેનાથી તમે બચી નથી શકતા. પ્રોફેસર કોટોવ્સકી સાથે આ વાત થઇ હતી મોસ્કોમાં. મેં તેમને પૂછ્યું હતું, "હવે, તમારી પાસે તમારો સામ્યવાદ સિદ્ધાંત છે. અમારી પાસે કૃષ્ણનો સિદ્ધાંત છે. સિદ્ધાંતમાં ક્યાં અંતર છે? તમે લેનિનને શરણાગત થયા છો અને અમે કૃષ્ણને શરણાગત થયા છીએ. શું અંતર છે? દરેકને શરણાગત થવું પડે છે. તેનો ફરક નથી પડતો કે તે ક્યાં શરણાગત થાય છે. જો શરણાગતિ બરાબર છે, ત્યારે વસ્તુઓ ઠીક છે. જો શરણાગતિ બરાબર નથી, ત્યારે વસ્તુઓ ઠીક નથી. આ સિદ્ધાંત છે. તો આપણે શરણાગત થઈએ છીએ.

શ્રી ચૈતન્ય મહાપ્રભુએ આને સમજાવ્યું છે. જીવેર સ્વરૂપ હય નિત્ય કૃષ્ણ દાસ (ચૈ.ચ. મધ્ય ૨૦.૧૦૮-૧૦૯). આપણે શરણાગત થઈએ છીએ, પણ આપણે કૃષ્ણને શરણાગત નથી થતાં. આ રોગ છે. આ રોગ છે. અને કૃષ્ણ ભાવનામૃત આંદોલન એટલે કે આ રોગને ઠીક કરવો. આ રોગને મટાડવો. કૃષ્ણ આવે છે. તેઓ કહે છે કે યદા યદા હી ધર્મસ્ય (ભ.ગી. ૪.૭). આ ધર્મસ્ય ગ્લાનિ:, ધર્મના આચરણમાં ખોટ, જ્યારે પણ ખોટ હોય છે, કૃષ્ણ કહે છે, તદાત્માનમ સૃજામિ અહમ (ભ.ગી. ૪.૭). અને અભ્યુત્થાનમ અધર્મસ્ય. બે વસ્તુઓ છે. જ્યારે લોકો કૃષ્ણને શરણાગત નથી થતાં, તેઓ કેટલા બધા કૃષ્ણનું નિર્માણ કરે છે. કેટલા બધા ધૂર્તો છે શરણાગત થવા માટે. તે અધર્મસ્ય છે. ધર્મ એટલે કે કૃષ્ણને શરણાગત થવું, પણ કૃષ્ણને શરણાગત થવાના બદલે, તેમને બિલાડીઓ, કુતરાઓ, અને કેટલા બધી બીજી વસ્તુઓને શરણાગત થવું છે. તેને અધર્મ કહેવાય છે.

કૃષ્ણ કહેવાતા હિન્દુ ધર્મ કે મુસ્લિમ ધર્મ કે ખ્રિસ્તી ધર્મની સ્થાપના કરવા ન હતા આવ્યા. ના. તે સાચા ધર્મની સ્થાપના કરવા આવ્યા હતા. સાચો ધર્મ એટલે કે આપણે સાચા વ્યક્તિને શરણાગત થવું જોઈએ. તે સાચો ધર્મ છે. આપણે શરણાગત થઈએ છીએ. આપણી પાસે થોડો ખ્યાલ છે. આપણે ત્યાં શરણાગત થયા છીએ. ક્યાં તો રાજનૈતિક, સામાજિક, આર્થિક, ધાર્મિક, કઈ પણ. બધાની પાસે કોઈક ખ્યાલ છે. અને તે ખ્યાલનો એક નાયક પણ છે. તો આપણું કર્તવ્ય છે શરણાગત થવું. તે હકીકત છે. પણ આપણને ખબર નથી કે ક્યાં શરણાગત થવું. તે મુશ્કેલી છે. અને કારણકે શરણાગતિનું લક્ષ્ય ખોટી જગ્યાએ છે, તેથી આખી દુનિયામાં અવ્યવસ્થા છે.

આપણે આ શરણાગતિથી બીજા શરણાગતિને બદલી રહ્યા છીએ. હવે કોંગ્રેસ પાર્ટી નહીં. હવે કોમ્યુનિસ્ટ પાર્ટી." ફરીથી, "હવે કોમ્યુનિસ્ટ પાર્ટી નહીં. હવે...આ પાર્ટી, તે પાર્ટી." દળ બદલવાનો શું લાભ છે? કારણકે આ દળ કે બીજુ દળ, તે કૃષ્ણને શરણાગત નથી. તો જ્યા સુધી તમે કૃષ્ણને શરણાગત નથી થયા, ત્યા સુધી કોઈ શાંતિ ના હોઈ શકે. આ વાત છે. માત્ર રસોઈની કડાઈને આગમાં બદલવાથી તમે બચશો નહીં.