GU/Prabhupada 0318 - સૂર્યપ્રકાશમાં આવો



Lecture on BG 4.22 -- Bombay, April 11, 1974

એક વૈષ્ણવ ક્યારેય પણ મત્સર: નથી. મતસરઃ એટલે કે... તે શ્રીધર સ્વામી દ્વારા વર્ણિત છે. મત્સરતા પરા ઉત્કર્ષણમ અસહનમ. આ ભૌતિક દુનિયા એવી છે, કે, જો તમારો ભાઈ પણ સમૃદ્ધ બને છે તો, તમે દ્વેષ કરશો, "ઓહ, મારો ભાઈ આટલો સમૃદ્ધ થઈ ગયો છે. હું નથી થઈ શક્યો." આ સ્વાભાવિક છે. ઈર્ષા. કારણકે આ ઈર્ષા કૃષ્ણથી શરૂઆત થઈ છે, "કેમ કૃષ્ણ ભોક્તા બનશે? હું પણ ભોગ કરીશ." આ ઈર્ષાની શરૂઆત થઈ છે. તેથી આ આખું ભૌતિક જીવન ઈર્ષાથી ભરેલું છે. હું તમારાથી ઈર્ષા કરું છું, તમે મારાથી ઈર્ષા કરો છો. આ ભૌતિક દુનિયાનું કાર્ય છે. તો અહીં કહેવાયેલું છે, વિમત્સરઃ, કોઈ ઈર્ષા નહીં. કોઈ વ્યક્તિ ઈર્ષાવિહીન કેવી રીતે હોઈ શકે જ્યા સુધી તે કૃષ્ણનો ભક્ત ના હોય? તેણે ઈર્ષાળુ હોવું જ પડે. આ સ્વભાવ છે.

તેથી શ્રી ભાગવત કહે છે કે, ધર્મ પ્રોજજિતઃ કૈતવો અત્ર પરમો નિર્મત્સરણામ (સતામ), વાસ્તવમ વસ્તુ વેદ્યમ અત્ર (શ્રી.ભા. ૧.૧.૨). ધર્મ... કેટલી બધી ધાર્મિક પદ્ધતિઓ છે. ઈર્ષા છે. કહેવાતી ધાર્મિક પદ્ધતિ, પશુઓનું ગળું કાપવાનું. કેમ? જો તમે એટલા ઉદાર મનના છો કે તમે બધી જગ્યાએ નારાયણને જોઈ શકો છો, તમે કેમ બકરી કે ગાય કે બીજા પશુઓનું ગળું કાપો છો? તમારે તેમના પ્રતિ પણ કૃપાળુ હોવું જોઈએ. પણ તે દયા જ્યા સુધી તમે ભક્ત નહીં બનો, ત્યા સુધી પ્રદર્શિત ના થઈ શકે, વિમત્સરઃ નિર્મતસરઃ.

તેથી, તે કહેવાતાઇ ધાર્મિક પદ્ધતિ જે મત્સરતા, ઈર્ષાથી ભરેલી છે, તેને કૈતવ-ધર્મ કહેવાય છે, ધર્મના નામે છેતરપિંડી. તો આ ભગવદ ભાવનામૃત કોઈ છેતરવાનો ધર્મ નથી. તે ખૂબ ઉદાર મનનું છે. તિતિક્ષવઃ કારુણિકા: સુહ્રદમ સર્વ-ભૂતાનામ (શ્રી.ભા. ૩.૨૫.૨૧). આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન એટલે કે દરેક વ્યક્તિ બીજા બધાનો મિત્ર બનવાની ઈચ્છા કરે છે. નહિતો જો કોઈ કૃષ્ણ ભાવનાભાવિત વ્યક્તિને તેમ નથી લાગતું, કેમ તે કષ્ટ ઉઠાવીને આખી દુનિયાભરમાં કૃષ્ણ ભાવનામૃતનો પ્રચાર કરે છે? વિમત્સરઃ વ્યક્તિએ સમજવું જોઈએ કે કૃષ્ણ ભાવનામૃત એટલું સારું છે, કે દરેક વ્યક્તિએ તેનો રસ ચાખવો જોઈએ, દરેકે તેમાં ભાગ લેવો જોઈએ.

કૃષ્ણ ભાવનામૃત એટલે કે ભગવદ ભાવનામૃત. કારણકે લોકો ભગવદ ભાવનામૃતના અભાવે કષ્ટ ભોગવી રહ્યા છે. તે કષ્ટનું કારણ છે.

કૃષ્ણ-બહિર્મુખ હય ભોગ વાંછા કરે
નિકટસ્થ-માયા-તારે જાપટીયા ધરે
(પ્રેમ-વિવર્ત)

આ પદ્ધતિ છે. જેવા આપણે કૃષ્ણને ભૂલી જઈએ છીએ, તરત જ માયા છે. જેમ કે સૂર્ય-કિરણો અને છાયડો, બન્ને આજુ બાજુ અસ્તિત્વમાં છે. જો તમે સૂર્યપ્રકાશમાં નહીં રહો, તો તમારે છાયડામાં, અંધકારમાં, આવો છો. અને જો તમે છાયડામાં નથી રહેતા, તો તમને સૂર્યપ્રકાશમાં આવો છો. તેવી જ રીતે, જો આપણે કૃષ્ણ ભાવનામૃતનો સ્વીકાર નહીં કરીએ, તો આપણે માયા ભાવનામૃતને સ્વીકાર કરવું પડે છે. અને જો આપણે માયા ભાવનામૃતને સ્વીકાર નથી કરતા, તો આપણે કૃષ્ણ ભાવનામૃતને સ્વીકાર કરવું પડશે. બાજુ બાજુમાં.

તો કૃષ્ણ ભાવનામૃત એટલે કે અંધકારની ચેતનામાં ના રહેવું. તમસી માં જ્યોતિર ગમ. આ વૈદિક ઉપદેશ છે. "તમે અંધકારમાં ના રહો." અને તે અંધકાર શું છે? તે અંધકાર આ જીવનનો શારીરિક ખ્યાલ છે.