GU/Prabhupada 0321 - હમેશા મૂળ વિદ્યુતઘર સાથે જોડાયેલા રહો
Lecture on SB 1.15.28 -- Los Angeles, December 6, 1973
ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે તમારે તે પ્રમાણે કાર્ય કરવું જોઈએ, જેમ કે શીખાવાડવામાં આવેલું છે, આપની આચરી, પછી તમે બીજાને શીખવાડી શકો. જો તમે સ્વયમ કાર્ય નહીં કરો, તો તમારા શબ્દોનું કોઈ મૂલ્ય નહીં રહે. (તોડ).. કાપ. એવમ પરંપરા પ્રાપ્તમ (ભ.ગી. ૪.૨). જો તમારે મૂળ વીજળીઘર સાથે સંબંધ છે, ત્યારે વીજળી છે. નહિતો માત્ર તાર છે. શું મૂલ્ય છે? માત્ર તાર હોવું મદદ નહીં કરે. તે સંબંધ હોવો જ જોઈએ. અને જો તમે સંબંધ તોડી દેશો, તો તેનું કોઈ પણ મૂલ્ય નથી. તેથી આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન એટલે કે તમે હંમેશા તે મૂળ વીજળીઘર સાથે જોડાયેલા રહો. અને પછી, તમે ક્યાંય પણ જશો, ત્યાં પ્રકાશ હશે. ત્યાં પ્રકાશ હશે. જો તમે જોડાયેલા નહીં રહો, તો કોઈ પ્રકાશ નહીં હોય. બલ્બ છે; વાયરિંગ છે; સ્વિચ છે; બધું જ છે. અર્જુનને તેવું જ લાગે છે, કે "હું તો તે જ અર્જુન છું. હું તે જ અર્જુન છું જે કુરુક્ષેત્રના યુદ્ધસ્થળમાં લડ્યો હતો. હું એક મહાન યોદ્ધાની જેમ જાણીતો હતો, અને મારૂ ધનુષ પણ તે જ ધનુષ છે, અને બાણ પણ તે જ બાણ છે. પણ હવે તે વ્યર્થ છે. હું મારું રક્ષણ ના કરી શક્યો, કારણકે કૃષ્ણથી અલગ થઈ ગયો. કૃષ્ણ હવે અહી નથી." તેથી તે કૃષ્ણના શબ્દોને સ્મરણ કરવા લાગ્યો કે જે તેમણે કુરુક્ષેત્રના યુદ્ધસ્થળ ઉપર શિખવ્યા હતા.
કૃષ્ણ તેમના શબ્દોથી ભિન્ન નથી. તેઓ પૂર્ણ અને નિરપેક્ષ છે. જે કૃષ્ણે પાંચ હજાર વર્ષો પહેલા કહ્યું હતું, જો તમે તે શબ્દોને પકડી લો તો તરત જ તમે કૃષ્ણ સાથે જોડાઈ જાઓ છો, તરત જ. આ પદ્ધતિ છે. જરા જુઓ અર્જુનને. તે કહે છે, એવમ ચિન્તયતો જીશ્નો કૃષ્ણ-પાદ-સરોરુહમ (શ્રી.ભા. ૧.૧૫.૨૮). જયારે તે કૃષ્ણ વિશે અને તેમના દ્વારા યુદ્ધભૂમિ ઉપર આપેલો ઉપદેશ વિશે વિચારવા લાગ્યો, તરત જ તે શાંત બની ગયો. તરત જ શાંત. આ પદ્ધતિ છે. આપણને કૃષ્ણ સાથે નિકટનો શાશ્વત સંબંધ છે. તે કૃત્રિમ નથી. તેથી જો તમે પોતાને હંમેશા કૃષ્ણ સાથે સંયુક્ત રાખશો, ત્યારે કોઈ પણ અશાંતિ નહીં રહે. શાંતિ. યમ લબ્ધવા ચાપરમ લાભમ મન્યતે નાધિકમ તતઃ (ભ.ગી. ૬.૨૦-૨૩). જો તમને તે પદવી પ્રાપ્ત થશે, ત્યારે તે સૌથી શ્રેષ્ઠ લાભ છે, સૌથી શ્રેષ્ઠ પ્રાપ્તિ, યમ લબ્ધવા ચ, ત્યારે તમે બીજા કોઈ લાભ માટે આકાંક્ષા નહીં કરો. તમને અનુભવ થશે કે તમને શ્રેષ્ઠ લાભ પ્રાપ્ત થયો છે. યમ લબ્ધવા ચાપરમ લાભમ મન્યતે નાધિકમ તતઃ, યસ્મિન સ્થિતો... અને જો તમે પોતાને તે અવસ્થામાં સ્થિર રાખશો, ત્યારે ગુરુણાપી દુઃખેન ન (ભ.ગી. ૬.૨૦-૨૩), સૌથી ભયાનક સંકટમાં પણ, તમે વિચલિત નહીં થાઓ. તે શાંતિ છે. તે શાંતિ છે. એવું નથી કે નાની ચૂંટી ભરવાથી પણ, તમે વિચલિત થઈ જશો. જો તમે વાસ્તવમાં કૃષ્ણ ભાવનામૃતમાં સ્થિર છો, તો તમે સૌથી ખતરનાક પરિસ્થિતિના રૂપમાં પણ વિચલિત નહીં થાઓ. તે કૃષ્ણ ભાવનામૃતની સિદ્ધિ છે.
આપનો ખૂબ ખૂબ ધન્યવાદ.